Gujarat Election 2022 LIVE: વડાપ્રધાન મોદી આવતીકાલે ફરી આવશે ગુજરાતના પ્રવાસે, વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ પ્રથમ પ્રવાસ
Gujarat assembly election 2022 news live updates: ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. તેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ તેમજ બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ તમામ બેઠકની મતગણતરી કરવામાં આવશે.
Gujarat assembly election 2022 news live updates: ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તમામ ગતિવિધીઓ, પક્ષાંતર, વિવિધ પક્ષોના ઉમેદવારો અને ચૂંટણી દરમિયાન થતા આરોપ પ્રત્યારોપની તમામ મહત્વની ખબરોના મહત્વના અપડેટ તમને જાણવા મળશે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં યોજાશે. તેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરના રોજ તેમજ બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરના રોજ યોજાશે અને 8 ડિસેમ્બરના રોજ તમામ બેઠકની મતગણતરી કરવામાં આવશે.
LIVE NEWS & UPDATES
-
અરવલ્લીમાં ચૂંટણીને લઈને પોલીસ થઈ એલર્ટ, ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ
વિધાનસભા ચૂંટણીને લઈ પોલીસ એલર્ટ થઈ છે. ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર રાઉન્ડ ધ ક્લોક ચેકિંગ ચાલી રહ્યુ છે. રાજસ્થાન તરફથી આવતા શંકાસ્પદ વાહનોનુ ચેકિંગ હાથ ધરવામાં આવ્યુ. જિલ્લાની નાની મોટી 11 જેટલા બોર્ડર વિસ્તારની ચેકપોસ્ટ ઉપર ચેકિંગ કરવામાં આવ્યુ હતુ. જિલ્લાની નાની-મોટી 11 જેટલી બોર્ડર વિસ્તારની ચેક પોસ્ટ ઉપર ચેકિંગ કરાયુ હતુ. ચેકપોસ્ટ ઉપર સીસીટીવી કેમેરા પણ સજ્જ કરાયા છે.
-
સુરેન્દ્રનગરમાં જિલ્લામાં ઉમેદવારી પત્રો સ્વીકારવાના પ્રથમ દિવસે એકપણ ફોર્મ ઉપડ્યુ નહીં
સુરેન્દ્રનગર જિલ્લામાં ઉમેદવારીપત્રો સ્વીકારવાના પ્રથમ દિવસે એકપણ ઉમેદવારી ફોર્મ ઉપડ્યું નહીં. વઢવાણ, ધ્રાંગધ્રા, લીંબડી, ચોટીલા અને દસાડા વિધાનસભા બેઠક માટે આજથી ઉમેદવારી ફોર્મ ઉપાડવા તેમજ ભરવાનો પ્રારંભ થયો છે. તારીખ 14 નવેમ્બર સુધી જીલ્લાની 5 વિધાનસભા બેઠકો માટે ફોર્મ ઉપાડવા તેમજ ભરી પરત આપવાની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવી છે.
-
-
બનાસકાંઠામાં તંત્ર બન્યુ સજાગ, અંબાજીમાં અર્ધલશ્કરી દળના જવાનોએ કરી ફુટ ફ્લેગમાર્ચ
આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી 1 અને 5 ડિસેમ્બરે યોજાવાની છે. તેને લઇ પોલીસ તંત્ર પણ સજાક બન્યું છે. ચૂંટણી દરમિયાન અસામાજિક તત્વો રંજાડ ન કરે અને ચૂંટણીઓ સુચારૂ રૂપથી પરિપૂર્ણ થાય અને ખાસ કરીને અસામાજિક તત્વોમાં પોલીસનો ડર બનેલો રહે તે માટે યાત્રાધામ અંબાજીમાં અર્ધલશ્કરી દળના જવાનો દ્વારા ફુટ ફ્લેગમાર્ચ યોજવામાં આવી હતી. ઈન્ડો તિબેટિયન બોર્ડર પોલીસ ફોર્સના જવાનો આધુનિકને ઓટોમેટિક હથિયારો સાથે અંબાજીના વિવિધ માર્ગો ઉપર પોલીસ સાથે ફૂટ ફ્લેગમાર્ચ યોજી હતી. અંબાજી મંદિર પરિસરમાં પણ કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા પ્રયાસો પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યા છે.
-
સુરતમાં વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કમિશનરનું જાહેરનામુ, બંદુક, છરા,તલવાર ,લાકડી સહિતની વસ્તુ સાથે રાખવા પર પ્રતિબંધ
વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતા સુરત પોલીસ કમિશનરે ચૂંટણીને અનુલક્ષીને જાહેરનામુ બહાર પાડ્યુ છે. જેમા જણાવાયુ છે કે શહેરમાં કોઈપણ વ્યક્તિ હથિયારો સાથે ફરવુ નહીં. બંદુક, છરા, તલવાર અને લાકડી સહિતની વસ્તુ સાથે રાખવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. ભડકાઉ ભાષણ તેમજ પૂતળા દેખાડવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લોકોની ચેષ્ટા થાય તેવી ચિત્રો, પત્રિકા અને પ્લેકાર્ડ લગાવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે. સરઘસમાં સળગતી મશાલો લઈ જવા પર પણ રોક લગાવવામાં આવી છે. લોકો અપમાનિત થાય તેવા ગીતો ગાવા અને પર અને સંગીત પર પણ પ્રતિબંધ મુકાયો છે.
-
મિશન 2022 માટે ભાજપ સામે કોંગ્રેસ ચાર્જશીટ જાહેર કરશે
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત અને ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા વચ્ચે કોંગ્રસે પણ ચૂંટણી જીતવા કમર કસી છે. જેમાં મિશન 2022 અંતર્ગત ભાજપ સામે કોંગ્રેસ ચાર્જશીટ જાહેર કરશે. જેમાં 20 મુદ્દાનું ભાજપ સામેનું આરોપનામું કોંગ્રેસ જનતા વચ્ચે મૂકશે. કોંગ્રેસ આવતીકાલે પ્રજા સમક્ષ ભાજપ સામેનું આરોપનામું જાહેર કરશે. જેમાં મોરબીના ઝૂલતા પુલની દુર્ઘટનાનો આરોપ નામામાં સમાવેશ કરવામાં આવશે. તેમજ બોટાદના કથિત લઠ્ઠાકાંડ, કોવીડ મિસ મેનેજમેન્ટ અંગે કોંગ્રેસ આરોપનામું જાહેર કરશે. શિક્ષણ, આરોગ્ય અને બેરોજગારી અંગે ભાજપ સરકાર સામે આરોપનામું જાહેર કરશે. વિધાનસભા ચૂંટણી પ્રચારના ભાગરૂપે કોંગ્રેસ ચાર્જશીટ મુકશે. તેમજ આવતીકાલે અલગ અલગ સેન્ટર પર પ્રેસ કોન્ફ્રન્સ થકી ચાર્જશીટ મુકાશે
-
-
દિવ્યાંગ મતદારો માટે પ્રથમ વખત ઘરે બેઠા મતદાનની વ્યવસ્થા
ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમ્યાન દિવ્યાંગ મતદારો માટે પ્રથમ વખત ઘરે બેઠા મતદાનની વ્યવસ્થા કરવામાં આવી છે. દિવ્યાંગ મતદારોને તેમનો મત આપવામાં સરળતા રહે તે માટે તંત્રએ ખાસ આયોજન કર્યું છે. દિવ્યાંગોના મતદાનની વ્યવસ્થાને વધુ સરળ બનાવવા તંત્ર દ્વારા એક ખાસ એપ્લિકેશન પણ બનાવવામાં આવી છે. PWD એપના માધ્યમથી દિવ્યાંગ મતદારોને જરૂરી તમામ સુવિધાઓ આંગળીના ટેરવે ઉપલબ્ધ બનશે. અમદાવાદમાં કુલ 30,239 દિવ્યાંગ મતદારો છે. જેઓ આ PWD એપ મારફતે રજિસ્ટ્રેશન કરાવી ઘરે બેઠા જ પોતાનો મત આપી શકશે.
-
પૂર્વ રાજ્યપાલના PAએ ભાજપમાં દાવેદારી કરતા વિવાદ
કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના અંગત મદદનીશ તેજસ ભટ્ટીએ ભાજપમાં દાવેદારી કરતા વિવાદનો વંટોળ શરૂ થયો છે. ત્યારે રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનર આશિષકુમારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે. કહ્યું, કોઇપણ સરકારી કર્મચારી કોઇ પક્ષ કે ચિન્હ સાથે કામગીરી ન કરી શકે. તેજસ ભટ્ટીની દાવેદારીને લઈ મહેકમ શાખા અને સરકારના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. તેજસ ભટ્ટી રાજકોટ મનપામાં કર્મચારી કરીકે ફરજ બજાવે છે. તેજસ ભટ્ટીએ પોતે ભાજપ માટે કામ કરતા હોવાનું નિવેદન આપ્યું હતું.
-
વડાપ્રધાન મોદી આવતીકાલે ફરી આવશે ગુજરાતના પ્રવાસે
વડાપ્રધાન મોદી આવતીકાલે ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ વડાપ્રધાન મોદીનો આ પ્રથમ પ્રવાસ છે. ત્યારે મોદી વલસાડના નાનાપોંઢા અને ભાવનગરથી ચૂંટણી પ્રચાર માટે રણશિંગું ફૂંકશે. મોદી આદિવાસી વિસ્તાર એવા કપરાડા તાલુકાના નાનાપોંઢાથી ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે..વડાપ્રધાનની જંગી સભાને લઈ રાજયના ત્રણ પ્રધાનોએ તૈયારીઓની સમીક્ષા કરી હતી. જોકે સભા સ્થળે પાણી પુરવઠા પ્રધાન જીતુ ચૌધરીની હાજરીમાં વિશેષ બેઠક યોજાઈ હતી..જેમાં પાર્ટીના વિવિધ પદાધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે..સુરક્ષાની વાત કરીએ તો, સભાસ્થળ પર પોલીસનો લોખંડી બંદોબસ્ત ગોઠવાશે. સુરક્ષા બંદોબસ્તમાં 5 PSI, 13 DySP, 23થી વધુ PI અને 130 PSI સાથે 1 હજાર પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે..વડાપ્રધાનની સભાને લઈ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો.
-
હિમાંશુ વ્યાસે કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ પર ઉઠાવ્યા સવાલ
કોંગ્રેસ નેતા હિમાંશુ વ્યાસે ભાજપમાં જોડાતાની સાથે જ કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વ પર સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યુ કે કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વ કાર્યકરો અને પ્રજા વચ્ચે ફેલ છે. કોંગ્રેસ હાઇકમાન્ડને ઓપરેટરોએ ઘેરી લીધા છે. સાચા નેતા, કાર્યકરો હાઇકમાન્ડ સુધી પહોંચી શકતા નથી. ગુજરાતમાં પણ આ જ સ્થિતિ છે.
-
Gujarat Election 2022 LIVE: હિમાંશુ વ્યાસે ધારણ કર્યો કેસરિયો
Gujarat Election 2022 LIVE: કોંગ્રેસમાંથી નારાજ થયેલા હિમાંશુ વ્યાસે કોંગ્રેસ સાથે છેડો ફાડયો હતો, અને કમલમ કાર્યાલય ખાતે કેસરિયો ધારણ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે સંગઠન જે કામ સોંપશે તે તેઓ કરશે.
-
Gujarat Election 2022 LIVE: અમદાવાદ પોલીસ કમિશ્નરનું હથિયાર જમા કરાવવા માટે જાહેરનામુ
Gujarat Election 2022 LIVE: અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડયું હતું તે મુજબ પરવાનાવાળા હથિયારો 7 દિવસમાં જમા કરાવવા પડશે. વિધાનસભા ચૂંટણીને પગલે હથિયાર પોલીસ સ્ટેશનમાં જમા કરાવવા પડશે.
-
Gujarat Election 2022 LIVE: પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના અંગત મદદનીશ તેજસ ભટ્ટીએ ભાજપમાં દાવેદારી કરતા વિવાદ
Gujarat Election 2022 LIVE: પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાના અંગત મદદનીશ તેજસ ભટ્ટીએ ભાજપમાં દાવેદારી કરતા વિવાદનો વંટોળ શરૂ થયો છે. ત્યારે રાજકોટ મનપાના ડેપ્યુટી કમિશનર આશિષકુમારે સમગ્ર મામલે તપાસના આદેશ આપ્યા છે અને કહ્યું કે કોઇપણ સરકારી કર્મચારી કોઇ પક્ષ કે ચિન્હ સાથે કામગીરી ન કરી શકે. તેજસ ભટ્ટીની દાવેદારીને લઈ મહેકમ શાખા અને સરકારના ઉચ્ચ અધિકારીઓને જાણ કરવામાં આવી છે. તેજસ ભટ્ટી રાજકોટ મનપામાં કર્મચારી કરીકે ફરજ બજાવે છે.તેજસ ભટ્ટીએ પોતે ભાજપ માટે કામ કરતા હોવાનું નિવેદન આપ્યું હતું.
-
Gujarat Election 2022 LIVE: કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ હિમાંશુ વ્યાસ પહોંચ્યા કમલમ
Gujarat Election 2022 LIVE: કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ હિમાંશુ વ્યાસ કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.
-
Gujarat Election 2022 LIVE: હિમાંશુ વ્યાસ પહોચ્યા કમલમ કાર્યાલય
Gujarat Election 2022 LIVE: કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યા બાદ કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલમ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા. જેને પગલે એવી અટકળો વહેતી થઈ હતી કે તેઓ ભાજપમાં જોડાઈ જશે.
-
Gujarat Election 2022 LIVE: કોંગ્રેસે AAP પર આરોપ લગાવતા કહ્યું AAPની યાદી કમલમમાં તૈયાર થઈ!
Gujarat Election 2022 LIVE: ચૂંટણી જાહેર થતા જ પક્ષ પલટાની મોસમ પૂર બહારમાં ખિલી છે અને આપ, ભાજપ તથા કોંગ્રેસના નેતાઓ વચ્ચે આરોપ પ્રત્યારોપ શરૂ થઈ ગયા છે ત્યારે ઇન્દ્રનીલ રાજયગુરૂ કોંગ્રેસમાં જોડાતા કોંગ્રેસે AAP પર આરોપ લગાવતા કહ્યું AAPની યાદી કમલમમાં તૈયાર થઈ છે.
-
Gujarat Election 2022 LIVE: નવસારીમાં AAPના પૂર્વ શહેર પ્રમુખ મહેશ બાસ્ટિકરની જૈન ગુરુ વિરુદ્ધની અભદ્ર ટિપ્પણીથી જૈૈન સમાજમાં રોષ
Gujarat Election 2022 LIVE: નવસારીમાં AAPના પૂર્વ શહેર પ્રમુખ મહેશ બાસ્ટિકરની જૈન ગુરુ વિરુદ્ધની અભદ્ર ટિપ્પણી વાયરલ થતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અભદ્ર ટિપ્પણીને લઇને જૈન સમાજમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છેજૈન અગ્રણીઓની ફરિયાદના આધારે પોલીસે AAPના પૂર્વ શહેર પ્રમુખ મહેશ બાસ્ટિકરની અટકાયત કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે AAPના પૂર્વ શહેર પ્રમુખ મહેશ બાસ્ટિકરની જૈન ગુરુ વિરુદ્ધ અભદ્ર ટિપ્પણીનો સ્ક્રિન શોર્ટ વાયરલ થતા મોટી સંખ્યામાં જૈન સમાજના લોકો પોલીસ સ્ટેશન રજૂઆત કરવા પહોંચ્યા હતા.
-
Gujarat Election 2022 LIVE: ઇન્દ્રનીલ રાજયગુરૂના AAP પર મોટા આરોપ, AAP માં રૂપિયા લઇને ટિકિટ વેચાય છે
Gujarat Election 2022 LIVE: ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ AAP નો સાથ છોડ્યા બાદ પત્રકાર પરિષદ સંબોધી હતી અને આપ ઉપર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસના રધુ શર્મા, પવન ખેરા સહિતના દિગ્ગજ નેતાઓએ AAP ઉપર આરોપ મૂકયા હતા અને ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ કહ્યું હતું કે મારા પર રૂપિયા લઇ આવવાનું દબાણ થયું હતું આપમાં રૂપિયા લઇને ટિકિટ વેચાય છે
-
Gujarat Election 2022 LIVE: સુરતના વરાછામાં AAPના અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયાએ તિરંગા રેલી યોજી
Gujarat Election 2022 LIVE: સુરતના વરાછામાં AAPના અલ્પેશ કથિરીયા અને ધાર્મિક માલવીયાએ તિરંગા રેલી યોજી હતી અને સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ કરી પાટીદારોના ગઢમાંથી જ પ્રચારની શરૂઆત કરી હતી.
-
Gujarat Election 2022 LIVE: જગદીશ ઠાકોર અને લલિત વસોયાએ આકરા પ્રહાર કરતા AAP ને ભાજપની ‘બી’ ટીમ ગણાવી
Gujarat Election 2022 LIVE: ગુજરાતમાં ચૂંટણી માહોલ જામ્યો છે ત્યારે AAP નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુએ ઘરવાપસી કરતા જગદીશ ઠાકોર આક્રમક જોવા મળી રહ્યા છે. જગદીશ ઠાકોરે AAPને ભાજપની બી ટીમ ગણાવી હતી અને તેમણે જણાવ્યું હતું કે કે AAP ચૂંટણી લડવા નહીં પણ ભાજપને ફાયદો કરાવવા માટે આવી છે. તે ગુજરાતમાં ફક્ત કોંગ્રેસને નુકસાન કરશે. તો લલિત વસોયાએ પણ AAPને ભાજપની બી ટીમ ગણાવી હતી અને કહ્યું હતું કે ઇન્દ્રનીલ રાજ્યગુરુના કોંગ્રેસ પ્રવેશથી પક્ષને ફાયદો થશે
-
Gujarat Election 2022 LIVE: જામનગરમાં આદર્શ આચાર સંહિતાનો ક્યારે થશે અમલ?
Gujarat Election 2022 LIVE: રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થયા બાદ તુરંત જ આદર્શ આચાર સંહિતાનો અમલ શરૂ કરવાનો હોય છે. વિવિધ જિલ્લાઓ અને શહેરોમાં આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. ત્યારે જામનગરમાં હજી પણ સરકારી હોર્ડિગ્સ જોવા મળી રહ્યા છે અને આચાર સંહિતાનો અમલ કરવામાં આવ્યો નથી. વિધાનસભા 2022ની ચૂંટણી આચાર સંહિતા લાગુ હોવા છતાં પણ ભાજપ અને આપના પ્રચાર પ્રસારના બેનરો હજુ પણ ઉતારવામાં આવ્યા નથી. જામનગરમાં કાલાવડ શહેરના મુખ્ય માર્ગો અને ચોકમાં હજુ બેનરો લગાડેલા હોય ત્યારે તંત્રની ચૂપકીદી સેવી રહ્યું છે. આ અંગે કોંગ્રેસ ચૂંટણી પંચને રજૂઆત કરશે તેવી ચર્ચા છે અને તંત્ર ક્યાં સુધી સરકારની ચાપલૂસી કરશે તેવા સવાલ ઊભા થઈ રહ્યા છે.
-
Gujarat Election 2022 LIVE: ભાજપમાં પરિવારવાદને નહીં અપાય પ્રોત્સાહન
Gujarat Election 2022 LIVE: ભાજપમાં પરિવારવાદ ચલાવવા ઈચ્છતા નેતાઓની ચિંતા વધી ગઈ છે, કારણ કે આ વખતે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કોઈપણ નેતાના સગાને ટિકિટ આપવાનો ઈનકાર કરી દીધો છે, ધારાસભ્ય કે સાંસદોના સગા-સંબંધીઓને પણ ટિકિટ નહીં મળે. સીઆર પાટિલે કહ્યું કે મનસુખ વસાવા અને ભરતસિંહ ડાભીએ સંતાનો માટે ટિકિટ માગી હતી, પરંતુ બંને નેતાઓને ટિકિટ આપવાની ના પાડી દેવાઈ છે. મહત્વનું છે કે વધતી ઉંમર અને ઘટતી લોકપ્રિયતાના કારણે ઘણા ભાજપના નેતાઓ પોતાના સંતાનો અથવા સગાને સેટ કરવા સક્રિય હતા, પરંતુ પાટીલે સ્પષ્ટ શબ્દોમાં ટિકિટ આપવાનો ઈનકાર કરી દીધો છે
-
Gujarat Election 2022 LIVE: આમ આદમી પાર્ટી જાહેર કરશે આજે ઉમેદવારની દસમી યાદી
Gujarat Election 2022 LIVE: આમ આદમી પાર્ટી જાહેર કરશે આજે ઉમેદવાર નું 10 મુ લીસ્ટ. આમ આદમી પાર્ટી અત્યાર સુધી 118 ઉમેદવાર લીસ્ટ જાહેર કરી ચૂકી છે. આપ પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલિયા આજે 1:00 વાગ્યે ઉમેદવારની યાદી જાહેર કરશે.
-
Gujarat Election 2022 LIVE: સી.આર.પાટીલે પત્રકાર પરિષદ દરમિયાન ટીકીટ અને ઉમેદવાર માટે કર્યું મહત્વનું નિવેદન
Gujarat Election 2022 LIVE: સી.આર.પાટીલે પત્રકાર પરિષદ દરમિયાન ટીકીટ અને ઉમેદવાર માટે કર્યું મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ભાજપ સગાવાદને પ્રોત્સાહન આપશે નહીં અને કોઈ નેતાના સગાને ટીકીટ આપશે નહીં. ટિકિટો મુદ્દે કહ્યું કોઈ પણ નેતાના પરિવાર કે તેમના સગાને ટિકિટ નહીં મળે તેમજ તેમણે કહ્યું હતું કે 75 વર્ષથી ઉપરના કોઈ ઉમેદવારને ટીકીટ નહીં મળે
-
Gujarat Election 2022 LIVE: 5 થી 15 નવેમ્બર સુધી ગુજરાત ભાજપ અગ્રેસર ગુજરાત કેમ્પેઇન ચલાવશે
Gujarat Election 2022 LIVE: 5 થી 15 નવેમ્બર સુધી ગુજરાત ભાજપ અગ્રેસર ગુજરાત કેમ્પઈન ચલાવશે. આ અભિયાન અંતર્ગત ગ્રામ પંચાયત સુધી સૂચન પેટી મૂકવામાં આવશે. તેમજ લોકો 7878182182 નંબર પર કોલ કરી સૂચન મૂકી શકાશે.
-
Gujarat Election 2022 LIVE: કોંગ્રેસનું મોટું માથું ગણાતા હિમાંશું વ્યાસે આપ્યું રાજીનામું
Gujarat Election 2022 LIVE: ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસે પણ અશોક ગેહલોત સાથેની મુલાકાત બાદ ભાજપને રામ રામ કરી દીધા છે. હવે જય નારાયણ વ્યાસની કોંગ્રેસમાં આવવાની અટકળો વધારે તેજ બની છે. આ દરમિયાન કોંગ્રેસનું મોટું માથું ગણાતા હિમાંશું વ્યાસે રાજીનામું આપી દીધું છે. તેઓ સામ પિત્રોડાની નજીકના ગણાય છે. કોંગ્રેસના નવા સંગઠનથી નારાજ થઇને રાજીનામું હોવાની ચર્ચાઓ થઈ રહી છે.
-
Gujarat Election 2022 LIVE: કોઈ પણ નેતાના સગાને ટીકીટ ન આપવાનો ભાજેપ કર્યો નિર્ણય
Gujarat Election 2022 LIVE: ભાજપ પાર્લામેન્ટરીની ઉમેદવારો પસંદ કરવા માટે બેઠક ચાલી રહી છે આ બેઠકનો આજે અંતિમ દવસ છે ત્યારે ભાજપ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો હતો કે ભાજપ કોઈ પણ નેતાના સગાને ટીકીટ આપશે નહીં તેમજ ભાજપ દ્વારા 75 વર્ષથી વધુ વયના કોઇ પણ ઉમેદવારને ટીકીટ આપશે નહીં. મનસુખ વસાવાએ ટીકીટ માંગી પણ આપી નથી.
-
Gujarat Election 2022 LIVE: રાજકોટ દક્ષિણ બેઠક પર ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ કરી દાવેદારી
Gujarat Election 2022 LIVE: રાજકોટ શહેરની દક્ષિણ બેઠક હાઇ પ્રોફાઇલ બની છે અહીંથી ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળાએ દાવેદારી કરી છે અને રમેશ ટીલાળાએ ભાજપ હાઈકમાન્ડ સાથે મુલાકાત કરી હોવાની પણ ચર્ચા છે.
-
Gujarat Election 2022 LIVE: પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો અંતિમ દિવસ, કુલ 77 બેઠકો ના ઉમેદવારો માટે થશે ચર્ચા
Gujarat Election 2022 LIVE: પ્રદેશ ભાજપ ચૂંટણી સમિતિની બેઠકનો અંતિમ દિવસ છે ત્યારે આજે કુલ 77 બેઠકો ના ઉમેદવારો માટે ચર્ચા થશે. તેમાં આણંદની 7, દાહોદની 6, પાટણની 4, છોટા ઉદેપુરની 3 બેઠકો પર થશે ચર્ચા. વડોદરા શહેર – જિલ્લાની 10 બેઠકો, ગીર સોમનાથની 4, જુનાગઢ શહેર – જિલ્લાની 5 બેઠકો માટે ચર્ચા થશે. સુરત શહેર જિલ્લાની 16, કચ્છની 6 અને અમદાવાદ શહેરની 16 બેઠકો માટે ચર્ચા થશે
આ મોટા માથાઓનું ભાવિ નક્કી થશે?
અલ્પેશ ઠાકોર દિલીપ ઠાકોર બળવંત સિંહ રાજપૂત કેતન ઈનામદાર મધુ શ્રીવાસ્તવ શૈલેષ મહેતા રાજેન્દ્ર ત્રિવેદી મનીષાબેન વકીલ યોગેશ પટેલ જવાહર ચાવડા હર્ષદ રિબડીયા મૂકેશ પટેલ ઈશ્વર પટેલ ગણપતસિંહ વસાવા હર્ષ સંઘવી સંગીતા પાટીલ કુમાર કાનાણી પૂર્ણેશ મોદી પ્રદીપસિંહ જાડેજા જગદીશ પંચાલ પ્રદીપ પરમાર કૌશિક પટેલ
-
Gujarat Election 2022 LIVE: કોંગ્રેસના ઉમેદવાર અમી રાવતે વડોદરામાં મોર્નિંગ વોર્કસ સાથે મુલાકાત કરીને શરૂ કર્યો પ્રચાર
Gujarat Election 2022 LIVE: કોંગ્રેસ દ્વારા વડોદરાની ચાર બેઠકો પર ઉમેદવારો ની યાદી જાહેર કરવામાં આવી છે ત્યારે કોંગ્રેસના અમી રાવતને પણ ટિકીટ ફાળવવામાં આવી છે ત્યારે અમી રાવતો કમાટી બાગના મોર્નિંગ વોર્કસ સાથે મુલાકાત કરી હતી અને પ્રચાર અભિયાનનો પ્રારંભ કરી દીધો હતો.
-
Gujarat Election 2022 LIVE: જયનારાયણ વ્યાસે કહ્યું ચૂંટણી તો લડીશ, મારી પાસે છે બે વિકલ્પ
Gujarat Election 2022 LIVE: કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યા બાદ જયનારાણય વ્યાસે કહ્યું હતું કે હું ચૂંટણી તો લડવાનો જ છું હજી સિદ્ધપુરમાં ઘણા વિકાસકાર્યો બાકી છે હાલમાં મારી પાસે બે વિકલ્પ છે.
-
Gujarat Election 2022 LIVE: પ્રથમ તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારો આંશિક રીતે નક્કી, જૂના જોગીઓને પ્રાથમિકતા
Gujarat Election 2022 LIVE: ભાજપ દ્વારા જામનગર, મધ્ય ગુજરાત, તેમજ દક્ષિણ ગુજરાતના પ્રથમ તબક્કાની ચૂંટણી માટે મહદઅંશે નામ નક્કી થઈ ગયા છે. ત્યારે ઘણા બધા નામ જૂના જોગીઓના સામે આવ્યા છે અને કેટલાક નવા ઉમેદવારોના નામ પણ ચર્ચામાં છે ત્યારે ભાજપ કઈ કઈ બેઠકો પર કોને ઉતારશે તે જોવું રહ્યું?
જામનગર
કાલાવડ
1.મેઘજીભાઈ ચાવડા 2.લાલજીભાઈ સોલંકી 3.અનિલભાઈ બાબરીયા 4.ડો. કલ્પેશ મકવાણા
જામનગર ગ્રામ્ય
1.રાઘવજી પટેલ 2.વલ્લભભાઈ ધારવિયા 3.તપન પરમાર 4. રણછોડ પરમાર
જામનગર ઉત્તર
1.ધર્મેન્દ્રસિંહ જાડેજા 2. જીતુભાઈ લાલ 3.લગધીરસિંહ જાડેજા 4.આર ટી જાડેજા
જામનગર દક્ષિણ
1.આર.સી. ફળદુ 2.વસુબેન ત્રિવેદી 3. જીતુભાઈ લાલ 4.સેતલબેન શેઠ 5.ગીરીશ અમેથિયા
જામજોધપુર
1.ચીમનભાઈ સાપરિયા 2.બ્રિજરાજસિંહ જાડેજા 3.સુરેશભાઈ વસરા 4. કે બી ગાગીયા 5.ચેતન કડીવાર
ખેડા
નડિયાદ
1.પંકજકુમાર વિનુભાઈ દેસાઈ 2.નિખિલ પટેલ 3.સંજયભાઈ ભાસ્કરભાઈ પટેલ 4.દિપલબેન અમિતકુમાર પટેલ 5.જાહન્વીબેન મિત્તલભાઈ વ્યાસ
માતર
1.ચંદ્રેશ કનુભાઈ પટેલ 2.કેસરીસિંહ જેસંગભાઈ સોલંકી 3.દિપતેશ રાકેશભાઈ બ્રહ્મભટ્ટ 4.વિપુલભાઈ રસિકભાઈ કા પટેલ 5.જનકસિંહ કનુભા ઝાલા
મહેમદાવાદ
1.દિપીકાબેન જીગ્નેશકુમાર ચૌહાણ 2.અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણ 3.ડો . ઘનશ્યામ સોઢા 4.પ્રવિંહસિંહ માનસિંહ ચૌહાણ 5.અજીતસિંહ મંગળભાઈ ડાભી
મહુધા
1.સંજયસિંહ વિજયસિંહ મહિડા 2.મનીષાબેન શૈલેન્દ્રસિંહ પરમાર 3.ધિરાજસિંહ મોતીસિંહ પરમાર 4.મહેશભાઈ પુનમભાઈ પટેલ 5.ભરતસિંહ રાયસિંહભાઈ પરમાર
ઠાસરા
1.નયનાબેન પટેલ 2.યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર 3.ચંદ્રકાન્ત છોટાભાઈ પટેલ 4.ફતેસિંહ ઉદેસિંહ ચૌહાણ 5.વિમલકુમાર દિનેશચંદ્ર ઉપાધ્યાય
કપડવંજ
1.સેજલબેન વિક્રમકુમાર બ્રહ્મભટ્ટ 2.રાજેશ મગનભાઈ ઝાલા 3.કનુભાઈ ડાભી 4.નિલેશ મણીભાઈ પટેલ 5.રાજેશ મણીભાઈ પટેલ
મહેસાણા
1.નીતિન પટેલ 2.રજની પટેલ 3.જશુભાઈ પટેલ 4.ગિરીશ રાજગોર 5.કૈલાશબેન પટેલ 6.કાંતિ પટેલ
વિસનગર
1.ઋષિકેશ પટેલ 2.પ્રકાશ પટેલ 3.રાજુ પટેલ 4.જશુ પટેલ 5.વર્ષા પટેલ
ખેરાલુ
1.અજમલજી ઠાકોર 2.રામાજી ઠાકોર 3.સરદાર ચૌધરી 4.ભીખા ચૌધરી 5.રમીલાબેન દેસાઈ
ઊંઝા
1.એમ.એસ.પટેલ 2.દિનેશ પટેલ 3.પારુલ પટેલ 4.નિલેશ પટેલ 5.ઋષિકેશ પટેલ
વિજાપુર
1.રમણ પટેલ 2.જશુ પટેલ 3.સુરેશ પટેલ 4.અનાર પટેલ 5.નીતિન પટેલ(ખરોડ)
બહુચરાજી
1.રજની પટેલ 2.ભગાજી ઠાકોર 3.કિરીટ પટેલ 4.નંદાજી ઠાકોર 5.નટુજી ઠાકોર
કડી
1.કરશન સોલંકી 2.અશોક પરમાર 3.ડૉ. પ્રભાકરન 4.પ્રહલાદ પરમાર 5.ઈશ્વર મકવાણા
ભરૂચ
અંકલેશ્વર
1. ઈશ્વરસિંહ પટેલ ( વર્તમાન ધારાસભ્ય ) 2. સુરેશ પટેલ 3.જિલ્લા પંચાયત 4.મનીષાબેન પટેલ 5.શાંતા બહેન પટેલે
ભરૂચ
1. દુષ્યંત પટેલ ( વર્તમાન ધારાસભ્ય ) 2. રમેશ મિસ્ત્રી 3.શૈલાબેન પટેલ 4.દક્ષાબેન પટેલ 5.દિવ્યેશ પટેલ
જંબુસર
1.છત્રસિંહ મોરી 2.કિરણ મકવાણા 3. ડી.કે સ્વામી 4.વિલાસબેન રાજ 5.વિરલ મોરી
વાગરા
1.અરુણસિંહ રણા 2.ખુમાનસિંહ વાંસિયા 3.સંજયસિંહ ચાવડા 4.ફતેસિંહ ગોહિલ 5.શૈલેષપટેલ 6.ધીરમ ગોહિલે
ઝઘડીયા
1.રવજીભાઈ વસાવા 2.સેવંનતુભાઈ વસાવા 3.રિતેષભાઈ વસાવા 4.દિનેશ રવજી વસાવા 5.સંવેનેતું વસાવા
પંચમહાલ
ગોધરા
(1) વર્તમાન ધારાસભ્ય સી.કે.રાઉલજી (2) કામિનીબેન સોલંકી (૩)રાજેન્દ્રસિંહ ચૌહાણ
કાલોલ
(1)સુમનબેન ચૌહાણ-વર્તમાન ધારાસભ્ય (2)નરેન્દ્રસિંહ ગોહિલ (૩)રાજપાલસિંહ જાદવ (૪) ફતેસિંહ ચૌહાણ (૫)જયદેવસિંહ ઠાકોર
હાલોલ
(1) જયદ્રથસિંહ પરમાર-વર્તમાન ધારાસભ્ય (૨) ભરત બારીયા (૩)રામચંદ્ર ભાઈ (4)સુભાષભાઈ પરમાર (5) જશવંતસિંહ સોલંકી
મોરવાહડફ
(૧) નિમિષાબેન સુથાર-વર્તમાન ધારાસભ્ય (૨)રમેશભાઈ ઝાલૈયા (૩) ઝાઝમબેન પારઘી (૪) વિક્રમભાઈ ડિંડોર
શહેરા
(1) જેઠાભાઇ ભરવાડ-વર્તમાન ધારાસભ્ય (2)ખાતુભાઈ પગી
મોરબી
1.કાંતિલાલ અમૃતિયા 2.બ્રિજેશભાઈ મેરજા 3.મુકેશભાઈ કુંડારીયા 4.વેલજીભાઈ પટેલ 5.મુકેશભાઈ ઉઘરેજા
ટંકારા
1.જગદીશભાઈ પનારા 2.દુર્લભજી દેથરીયા 3.અરવિંદભાઇ વાસદડિયા 4.બાવનજીભાઈ મેતલિયા 5.રવિભાઈ સનાવડા
વાકાનેર
1.કેસરીસિંહ દિગ્વિજય સિંહ ઝાલા 2.જીતેન્દ્ર કાંતિલાલ સોમાંણી 3.કોળી સમાજે માંગેલ 14 દાવેદારો માંથી એક ને મળી શકે
નર્મદા
નાંદોદ
1. શબ્દ શરણ તડવી 2. હર્ષદભાઈ વસાવા 3. ડો.રવિ દેશમુખ 4.ભારતીબેન તડવી 5.વસાવા પ્રીતિબેન
ડેડીયાપાડા
1.મોતીલાલ વસાવા 2. શંકરભાઈ વસાવા 3. મનજીભાઇ વસાવા 4. પર્યુષબેન વસાવા 5. મહેશભાઈ વસાવા
સુરેન્દ્રનગર
વઢવાણ
1.આઈ.કે.જાડેજા 2.વર્ષાબેન દોશી. 3.ચંદ્રેશ પટેલ. 4.ધનજીભાઈ પટેલ 5.જગદીશ મકવાણા.
ધાંગધ્રા
1.પુરુષોત્તમભાઈ સાબરીયા 2.મહેશ પટેલ 3.જસુમતી બેન ઠાકોર 4.પ્રકાશ વરમોરા 5.આઈ.કે.જાડેજા
લીંબડી
1.કિરીટસિંહ રાણા ( મંત્રી ) 2.મંજુલા બેન ધાડવી 3.પ્રકાશ કોરડીયા 4.નાગરભાઈ જીડીયા
પાટડી
1.કિશોર મકવાણા 2.પરસોત્તમભાઈ પરમાર 3.પૂનમ મકવાણા 4.અનિતાબેન પરમાર 5.રજનીકાંત જાદવ
ચોટીલા
1.શામજી ચૌહાણ 2.રામબાલકદાસજી સાધુ 3.ગીતાબેન માલકીયા 4.સુરેશભાઈ ધરજીયા 5.હરદેવસિંહ પરમાર
-
Gujarat Election 2022 LIVE: ભાજપના ઉમેદવારોનો તખ્તો તૈયાર, ઉત્તરથી મધ્ય અને દક્ષિણથી સૌરાષ્ટ્ર સુધી ઉમેદવારોની પસંદગી મહદ અંશે સ્પષ્ટ
Gujarat Election 2022 LIVE: હવે ભાજપનો ઉમેદવારોને લઈ તખ્તો તૈયાર , ઉત્તરથી મધ્ય અને દક્ષિણથી સૌરાષ્ટ્ર સુધી ઉમેદવારોની પસંદગી મહદ અંશે સ્પષ્ટ, વાંચો તમારા વિસ્તારમાં કોણ છે ટિકિટ દાવેદારીમાં આગળ. તે તમામના નામની આ યાદી પ્રમાણે છે.
પંચમહાલ
ગોધરા
(1) વર્તમાન ધારાસભ્ય સી.કે.રાઉલજી (2) કામિનીબેન સોલંકી (૩)રાજેન્દ્રસિંહ ચૌહાણ
કાલોલ
(1)સુમનબેન ચૌહાણ-વર્તમાન ધારાસભ્ય (2)નરેન્દ્રસિંહ ગોહિલ (૩)રાજપાલસિંહ જાદવ (૪) ફતેસિંહ ચૌહાણ (૫)જયદેવસિંહ ઠાકોર
હાલોલ
(1) જયદ્રથસિંહ પરમાર-વર્તમાન ધારાસભ્ય (૨) ભરત બારીયા (૩)રામચંદ્ર ભાઈ (4)સુભાષભાઈ પરમાર (5) જશવંતસિંહ સોલંકી
મોરવાહડફ
(૧) નિમિષાબેન સુથાર-વર્તમાન ધારાસભ્ય (૨)રમેશભાઈ ઝાલૈયા (૩) ઝાઝમબેન પારઘી (૪) વિક્રમભાઈ ડિંડોર
શહેરા
(1) જેઠાભાઇ ભરવાડ-વર્તમાન ધારાસભ્ય (2)ખાતુભાઈ પગી
ભાવનગર
ભાવનગર પૂર્વ
1.વિભાવરીબેન 2.રાજીવ પંડ્યા. 3.દિવ્યાબેન વ્યાસ. 4.રાજુ ઉપાધ્યાય. 5.આરતી જોશી 6.યોગેશ બદાણી
ભાવનગર પશ્ચિમ
1.જીતુભાઈ વાઘાણી. 2.ધીરુભાઈ ધામેલીયા. 3.અરુણ પટેલ. 4.ભરતસિંહ ગોહિલ 5.ડી.બી.ચુડાસમા 6.વનરાજસિંહ ગોહિલ.
ભાવનગર ગ્રામ્ય
1.પરસોત્તમ સોલંકી 2.દીપાબેન સોલંકી 3.દિવ્યેશ સોલંકી.
તળાજા
1.મહેન્દ્રભાઈ પનોત. 2.સુરેશ ધાંધલ્યા 3.ભારતીબેન શિયાળ. 4.ધીરુભાઈ શિયાળ. 5.શીવાભાઈ ગોહિલ 6.રાજુભાઈ રાણા.
મહુવા
1.બાબુભાઈ જોલીયા 2.ઘનશ્યામ પટેલ. 3.આર.સી.મકવાણા.
ગારીયાધાર
1.કેશુભાઈ નાકરાણી 2.જીતુભાઈ વાઘાણી. 3.મનસુખ માંડવીયા. 4.વી.ડી.સોરઠીયા. 5.કેતનબાપુ કાત્રોડીયા.
પાલીતાણા
1.ભીખાભાઈ બારૈયા 2.ગોપાલ વાઘેલા 3.મહેન્દ્રસિંહ સરવૈયા.
-
Gujarat Election 2022 LIVE: કમલમ ખાતેથી અગ્રેસર ગુજરાત કેમ્પઈનનું ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ કરશે લોન્ચિંગ
Gujarat Election 2022 LIVE: રાજ્યમાં ઉમેદવારો જાહેર કરતા પહેલા ભાજપ દ્વારા આજે અગ્રેસર ગુજરાત કેમ્પઈનનું લોન્ચિંગ કરવામાં આવશે. ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા આ લોન્ચિંગ કરવામાં આવશે. ભાજપ સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા કેમ્પઈન મારફતે જનતાનો અભિપ્રાય લેશે. અભિપ્રાય લેવા માટે સોશિયલ મીડિયાના માધ્યમથી તથા અલગ અલગ વિસ્તારમાં સૂચન પેટી મારફતે લોકોના અભિપ્રાય લેવામાં આવશે. આજે કેમ્પઈન લોચિંગ દરમ્યાન ભાજપ સરકારના ગુજરાત કઈ રીતે, કયા મુદ્દે અગ્રેસર રહ્યું એ અંગે પણ પ્રેઝન્ટેશન કરશે.
-
Gujarat Election 2022 LIVE: ગોધરામાં કોંગ્રેસની પરિવર્તન યાત્રામાં નારણ રાઠવાનું નિવેદન, વિવાદ વગરના ઉમેદવારોની પસંદગી પ્રક્રિયા પૂર્ણ
Gujarat Election 2022 LIVE: ગુજરાત કોંગ્રેસના ઉમેદવારો માટે દિલ્લીમાં સેન્ટ્રલ ઇલેક્શન કમિટીની મહત્વની બેઠક મળી હતી. જેમાં 84 બેઠકો માટે ઉમેદવારોના નામ પર મંથન કરવામાં આવ્યું. 6 -7 નવેમ્બર સુધીમાં કોંગ્રેસ વિવાદ વગરના ઉમેદવારો સૌપ્રથમ જાહેર કરશે. ગોધરાની પરિવર્તન સંકલ્પ યાત્રા દરમ્યાન કોંગ્રેસના નેતા નારણ રાઠવાએ જણાવ્યું હતું કે વિવાદ વગરના ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા પૂર્ણ થઇ ગઇ છે જેમના 6 અથવા 7 તારીખે તેમના નામો જાહેર કરવામાં આવશે. બીજા ઉમેદવારોના નામ ત્યાર બાદ જાહેર કરવામાં આવશે
-
Gujarat Election 2022 LIVE: વડોદરાની અકોટા બેઠક પર મરાઠી ઉમેદવારની માંગણી, ઋત્વિજ જોષીના નામનો વિરોધ
Gujarat Election 2022 LIVE: વડોદરા શહેર પ્રમુખ ઋત્વિજ જોશીને ટિકિટ મળતા સ્થાનિક સ્તરે વિરોધ થયો છે અને કાર્યકર્તાઓએ આક્ષેપ કર્યો છે કે આ ટકીટ ફાળવણીને કારણે મરાઠી સમાજ સાથે અન્યાય થયો છે. મૂળ મરાઠી કાર્યકર્તાઓએ સોશિયલ મીડિયામાં રોષ વ્યક્ત કર્યો હતો અને અકોટા બેઠક પર વર્તમાન કોર્પોરેટર બાળુ સુર્વેને ટિકિટ આપવાની માગણી કરી હતી.
-
Gujarat Election 2022 LIVE: આપનો સાથ છોડનારા ઇન્દ્રનીલ રાજ્યગુરૂના ફોટ પર ફેરવાઈ કાળી શાહી
Gujarat Election 2022 LIVE: આપનો સાથે છોડ઼ીને પોતાની મૂળ પાર્ટી કોંગ્રેસમાં જનારા ઇન્દ્રનીલ રાજ્યગુરૂ પર આમ આદમી પાર્ટીના કાર્યકરો રોષે ભરાયા છે અને આ રોષને પગલે ઇન્દ્રનીલ રાજ્યગૂરૂના ફોટા પર કાળી શાહી ફેરવવામાં આવી હતી.
-
Gujarat Election 2022 LIVE: રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા જયનારાયણ વ્યાસનું રાજીનામું
Gujarat Election 2022 LIVE: રાજ્યના પૂર્વ આરોગ્ય પ્રધાન અને ભાજપના નેતા જયનારાયણ વ્યાસે રાજીનામું આપી દીધું છે. સ સિદ્ધપુર બેઠક માટે તેઓ ભાજપની સેન્સ આપવા ગયા હતા. પરંતુ તેમને ટિકિટ આપવા મામલે નકારાત્મક ચર્ચાઓ ચાલી હતી. થોડા દિવસ પહેલા જયનારાયણ વ્યાસે અમદાવાદ સર્કિટ હાઉસમાં અચાનક રાજસ્થાનના સીએમ અને ગુજરાત કૉંગ્રેસના ચૂંટણી પ્રભારી અશોક ગેહલોત સાથે મુલાકાત કરી હતી. આ આશ્ચર્યજનક મુલાકાત બંધબારણે યોજાઇ અને આ બન્ને રાજકારણીઓ વચ્ચે 45 મિનિટ જેટલી ચર્ચા થઇ હતી. ત્યારે જ તેઓ ભાજપ છોડીને કોંગ્રેસમાં જતા રહેશે તેવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું.
-
Gujarat Election 2022 LIVE: ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો ત્રીજો દિવસ, આજે 78 બેઠકોના ઉમેદવારો માટે થશે મંથન.
Gujarat Election 2022 LIVE: ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો આજે ત્રીજો દિવસ છે જેમાં આજે 78 બેઠકોના ઉમેદવારોના નામ માટે મંથન કરવામાં આવશે. ભાજપ પાર્લામેન્ટરી બેઠકની બોર્ડ સતત બે દિવસથી ચાલી રહી છે જેમાં વિવિધ બેઠકો પર સંભવિત ઉમેદવારોના નામ ઉપર ચર્ચા થઈ હતી.
-
Gujarat Election 2022 LIVE: કોંગ્રેસે જાહેર કરી 43 ઉમેદવારોની યાદી
Gujarat assembly election 2022 news live updates: ચૂંટણી જાહેર થયા બાદ કોંગ્રેસ એક્શન મોડમાં આવી છે અને કોંગ્રેસ દ્વારા વિવિધ બેઠકો પર 43 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ડીસાથી સંજય રબારીને ટિકિટ આપી
અંજારમાં રમેશ ડાંગરને ટિકિટ
ગાંધીધામથી ભરત સોલંકીને ટિકિટ
ખેરાલુથી મુકેશ દેસાઈને ટિકિટ
કડીમાં પ્રવિણ પરમારને ટિકિટ અપાઈ
હિંમતનગરમાં કમલેશ પટેલને ટિકિટ
ઈડરમાં રમેશ સોલંકીને ટિકિટ
ગાંધીનગર દક્ષિણથી હિમાંશુ પટેલને ટિકિટ
ઘાટલોડિયાથી અમીબહેન યાજ્ઞિકને ટિકિટ
એલિસબ્રિજથી ભિખુ દવેને ટિકિટ
અમરાઈવાડીથી ધર્મેન્દ્ર પટેલને ટિકિટ
દસક્રોઈથી ઉમેદી બુધાજી ઝાલાને ટિકિટ
રાજકોટ દક્ષિણથી હિતેશ વોરાને ટિકિટ
રાજકોટ ગ્રામ્યથી સુરેશ બથવારને ટિકિટ
જસદણથી ભોળાભાઈ ગોહિલને ટિકિટ
જામનગર ઉત્તરથી બિપેન્દ્રસિંહ જાડેજાને ટિકિટ
પોરબંદરથી અર્જુન મોઢવાડિયાને ટિકિટ
કુતિયાણાથી નાથા ઓડેદરાને ટિકિટ
માણાવદરથી અરવિંદ લાડાણીને ટિકિટ
મહુવાથી કનુ કળસરીયાને ટિકિટ
નડિયાદથી ધ્રુવલ પટેલને ટિકિટ
મોરવા હડફથી સ્નેહલતા ખાંટ
ફતેપુરાથી રઘુ મારચને ટિકિટ
ઝાલોદથી મિતેશ ગરાસિયાને ટિકિટ
લીમખેડાથી રમેશ ગુંડીયાને ટિકિટ
સંખેડાથી ભીલ ધીરુભાઈને ટિકિટ
સયાજીગંજથી અમીબેન રાવતને ટિકિટ
અકોટા થી ઋત્વિક જોશી
રાવપુરાથી સંજય પટેલ( એસપી)
માંજલપુરથી ડો. ત્સવીન સિંહ
ઓલપાડથી દર્શનકુમાર નાયક
કામરેજથી નીલેશકુમાર કુંભાણી
વરાછા રોડથી પ્રફુલ્લભાઈ તોગડિયા
કતારગામથી કલ્પેશ વારિયા
સુરત -વેસ્ટથી સંજયભાઈ પટવા
બારડોલી- એસસી થી પન્નાબેન અનિલભાઈ પટેલ
મહુવા – એસટી – હેમંગીની દીપકકુમાર ગરાસિયા
ડાંગ – એસટી – મુકેશભાઈ પટેલ
જલાલપોર – રણજીતભાઈ પંચાલ
ગણદેવી- એસટી – શંકરભાઈ પટેલ
પારડી – જયશ્રી પટેલ
કપરાડા એસટી – વસંતભાઈ પટેલ
ઉમરગામ – એસટી – નરેશભાઈ વજીરભાઈ પટેલ
Published On - Nov 05,2022 7:25 AM