Gujarat Election 2022: 1 ડિસેમ્બર અને 5 ડિસેમ્બરે બે તબક્કામાં યોજાશે વિધાનસભાની ચૂંટણી, 8 ડિસેમ્બરે થશે મતગણતરી
Gujarat Election 2022: ચૂંટણીઓની તારીખ જાહેર થતા જ હવે ભાજપ કોંગ્રેસ અને AAP ના નેતાઓ તથા ઉમેદવારો મતદારોને રિઝવવાના પ્રયત્નમાં લાગી જશે. વખતે સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેઠા પણ વોટીંગ કરી શકશે. આ ચૂંટણીમાં ગુજરાતમાં આ પ્રકારે પ્રથમ વખતે મતદાન થશે .જેમાં ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કરી શકાશે.
કેન્દ્રીય ચૂંટણી પંચે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે વિધીવત રીતે જાહેરાત કરી છે ગુજરાતમાં આગામી ચૂંટણી બે તબક્કામાં યોજાશે. જેમાં પ્રથમ તબક્કાનું મતદાન 1 ડિસેમ્બરના રોજ તથા બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ યોજાશે. તેમજ મતગણતરી 8 ડિસેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે, પ્રથમ તબક્કામાં 89 બેઠકો પર તથા બીજા તબક્કામાં 93 બેઠકો માટે મતદાનની પ્રક્રિયા આયોજિત કરવામાં આવશે. આ જાહેરાતની સાથે જ હવે વિવિધ રાજકીય પક્ષો પક્ષને જીતાડી શકે તેવા ઉમેદવારની પસંદગીમાં વ્યસ્ત થઈ જશે. તેમજ ચૂંટણી જીતવા માટે વિવિધ રણનિતીઓ હવે અંતિમ તબક્કામાં આવી જશે.
- 1 ડિસેમ્બરે પ્રથમ તક્કામાં 19 જિલ્લાની 89 બેઠકો પર મતદાન
- 5 ડિસેમ્બરે બીજા તબક્કામાં 14 જિલ્લાની 93 બેઠકો પર યોજાશે મતદાન
- ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. પહેલા તબક્કામાં 89 બેઠક પર મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, જેમાં કચ્છ,સૌરાષ્ટ્રના મોરબી, પોરબંદર, રાજકોટ, જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને દેવભૂમિ દ્વારકા સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓનો સમાવેશ થાય છે.
- જ્યારે બીજા તબક્કામાં 93 બેઠકો પર મતદાન કરવામાં આવશે. જેમાં ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓનો સમાવેશ થાય છે.
- 1 ડિસેમ્બરે પ્રથમ તક્કામાં 89 બેઠકો પર મતદાન થવાનું છે તે પ્રથમ તબક્કાની ચૂંટણી માટે માટે ઉમેદવારીપત્રો ભરવાની કરવાની પ્રક્રિયા 5 નવેમ્બરના રોજ શરૂ થશે અને 14 નવેમ્બરે આ પ્રક્રિયા સમાપ્ત થશે. 89 સીટો માટે ઉમેદવારી પત્રો પરત લેવાની તારીખ 18 નવેમ્બર છે.
- 5 ડિસેમ્બરે બીજા તબક્કાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની તારીખ બીજા તબક્કા માટેની તારીખ 10 નવેમ્બર થી 17 નવેમ્બર સુધીની છે જ્યારે ઉમેદવારી પત્રો પરત લેવાની તારીખ 21 નવેમ્બર છે.
ચૂંટણીની તારીખોની સાથે સાથે રાજ્યમાં આચાર સંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે. સાથે સાથે મતદારો મોટી માત્રામાં મતદાન કરે તે માટે વધુને વધુ પ્રયત્નો કરવામાં આવશે. જિલ્લા વહીવટી તંત્ર તરફથી EVM અને VVPATની માહિતી મતદારોને આપવામાં આવી રહી છે. આ માટે જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અભિયાન અંતર્ગત મતદાન કેવી રીતે કરવું અને આ મતદાન માટે EVMનો ઉપયોગ કેવી રીતે કરવો અને VVPATનું શું મહત્વ છે તે સમજાવવામાં આવી રહ્યું છે. આ માટે શિક્ષણ વિભાગ, ITI અને પોલીસ વિભાગ તરફથી સંયુક્ત અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. તો વડોદરામાં પણ લોકશાહીનો ચૂંટણી રથ ફરશે અને મતદાન અંગે જાગૃતિ ફેલાવશે.
વૃદ્ધો અને દિવ્યાંગજનોને ચૂંટણીપંચે આપી વિશેષ સુવિધાઓ
લોકશાહીના ઉત્સવમાં કોઈ પણ પુખ્ત વ્યક્તિ મતદાનની વંચિત ન રહે તે માટે ચૂંટણી પંચ દ્વારા વૃદ્ધો તેમજ દિવ્યાંગજનોને ઘરે બેઠા મતદાન કરવાની સુવિધા આપવામાં આવી છે. ત્યારે આ વખતે સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેઠા પણ વોટીંગ કરી શકશે. આ ચૂંટણીમાં ગુજરાતમાં આ પ્રકારે પ્રથમ વખતે મતદાન થશે .જેમાં ઘરે બેઠા બેલેટ પેપરથી મતદાન કરી શકાશે.
બેલેટ પેપરથી મતદાનની કરાશે વ્યવસ્થા
ગુજરાત રાજ્યમાં પ્રથમ વખત સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેસી પોસ્ટલ બેલેટ પેપરથી મતદાન કરી શકશે. આ નિર્ણય ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યો છે. જેનો સીધો લાભ 80 વર્ષથી ઉપરના સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનને થશે. એક આંકડા પ્રમાણે 182 બેઠકોમાં 13 લાખ ઉપર મતદારોને આ વ્યવસ્થાનો સીધો લાભ મળશે અને તેઓ ઘરે બેસીને મતદાન કરી શકશે. અગાઉ આ પ્રકારનો નિર્ણય પંજાબ, ગોવા, મણીપુર અને તેલંગાણામાં કરાયો હતો અને તે બાદ હવે ગુજરાતમાં પ્રથમ વખત આ પ્રકારે સિનિયર સિટીઝન અને દિવ્યાંગજન ઘરે બેસીને મતદાનની વ્યવસ્થાનો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે.
કુલ 13,06,315 મતદાઓને થશે ફાયદો
આંકડાકીય માહિતી ઉપર નજર કરીએ તો રાજ્યની 182 વિધાનસભા બેઠકમાં 80 વર્ષથી વધુ ઉંમરના કુલ 9,01,513 મતદારો છે, જ્યારે જ્યારે દિવ્યાંગ મતદાર 4,04,802 છે. આમ કુલ 13,06,315 મતદારો ઘરે બેઠા પોસ્ટલ પેપરથી મતદાન કરી શકશે. જે માટેનું આયોજન ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવાયું છે.