PM Kisan: ખેડૂતો માટે ખુશખબર, આ તારીખથી ખાતામાં આવશે કિસાન સન્માન નિધિના 10 માં હપ્તાના 2,000 રૂપિયા

કૃષિ મંત્રાલયના સૂત્રો અનુસાર ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. એટલા માટે સરકાર આ મહિનાના અંત સુધીમાં 10મો હપ્તો જાહેર કરી શકે છે. એવું માનવામાં આવે છે કે 15 ડિસેમ્બર સુધી ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ શકે છે.

PM Kisan: ખેડૂતો માટે ખુશખબર, આ તારીખથી ખાતામાં આવશે કિસાન સન્માન નિધિના 10 માં હપ્તાના 2,000 રૂપિયા
PM Kisan Samman Nidhi 10th Installment
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 05, 2021 | 7:16 PM

PM Kisan Samman Nidhi 10th Installment Date: જો તમે PM કિસાન સન્માન નિધિ (Kisan Samman Nidhi)ના 10માં હપ્તાની રાહ જોઈ રહ્યા છો, તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. કૃષિ મંત્રાલયના સૂત્રો અનુસાર ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ચૂંટણીની જાહેરાત થવા જઈ રહી છે. એટલા માટે સરકાર આ મહિનાના અંત સુધીમાં 10મો હપ્તો જાહેર કરી શકે છે. એવું માનવામાં આવે છે કે 15 ડિસેમ્બર સુધી ખેડૂતોના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ શકે છે.

તમને જણાવી દઈએ કે ખેડૂતોની મદદ માટે સરકાર દર વર્ષે ખેડૂતોના ખાતામાં 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ નાણાકીય વર્ષનો 9મો અને બીજો હપ્તો 9 ઓગસ્ટ 2021ના રોજ વડાપ્રધાન મોદી દ્વારા આપવામાં આવ્યો હતો. ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) યોજના હેઠળ અત્યાર સુધીમાં 9મા હપ્તા હેઠળ 10 કરોડ 65 લાખ 56 હજાર 218 ખેડૂતોના બેંક ખાતામાં 2,000 રૂપિયા મોકલવામાં આવ્યા છે.

ક્યારે ક્યો હપ્તો આપવામાં આવ્યો:

IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત
Green onion : લીલી ડુંગળીમાં કયું વિટામિન હોય છે, તેને ખાવાથી શું ફાયદા થાય છે?
શિયાળામાં સ્ટાર ફ્રુટ ખાવાથી થાય છે અઢળક લાભ
આજનું રાશિફળ તારીખ : 23-11-2024

>> PM કિસાન યોજનાનો પહેલો હપ્તો ફેબ્રુઆરી 2019માં આપવામાં આવ્યો >> PM કિસાન યોજનાનો બીજો હપ્તો 2જી એપ્રિલ 2019ના રોજ આપવામાં આવ્યો હતો. >> PM કિસાન યોજનાનો ત્રીજો હપ્તો ઓગસ્ટ 2019માં આપવામાં આવ્યો >> PM કિસાન યોજનાનો ચોથો હપ્તો જાન્યુઆરી 2020 માં આપવામાં આવ્યો. >> PM કિસાન યોજનાનો 5મો હપ્તો 1લી એપ્રિલ, 2020 ના રોજ આપવામાં આવ્યો >> PM કિસાન યોજના 6ઠ્ઠો હપ્તો 1લી ઓગસ્ટ 2020 ના રોજ આપવામાં આવ્યો >> PM કિસાન યોજનાનો સાતમો હપ્તો ડિસેમ્બર 2020માં આપવામાં આવ્યો >> PM કિસાન યોજનાનો આઠમો હપ્તો 1 એપ્રિલ 2021ના રોજ આપવામાં આવ્યો હતો. >> PM કિસાન યોજનાનો 9મો હપ્તો 09 ઓગસ્ટ 2021ના રોજ આપવામાં આવ્યો છે. >> હવે ખેડૂતો 10મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે.

હપ્તાના પૈસા શા માટે અને કયા કારણોસર અટકી જાય છે ?

કૃષિ મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ દેશની સૌથી મોટી કિસાન યોજના (પીએમ કિસાન)નો લાભ લેવા માટે ઘણી ખાસ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. ફોર્મ ભરતી વખતે સાચા દસ્તાવેજો હોવા જરૂરી છે. નહીંતર અરજી કર્યા પછી પણ પૈસા નહીં આવે. એક નાની ભૂલ તમને આ લાભથી વંચિત રાખી શકે છે.

(1) કૃષિ મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે યોજના હેઠળ ઓનલાઈન અરજી કરતી વખતે, ફોર્મ સંપૂર્ણ ભરો. માહિતી સાચી ભરો.

(2) હવે સરકારી તંત્રમાં કોઈપણ વ્યક્તિનો રેકોર્ડ ક્રોસ ચેક કરવો સરળ છે. તેમાં, બેંક ખાતાની માહિતી ભરતી વખતે IFSC કોડ યોગ્ય રીતે ભરો.

(3) તે જ એકાઉન્ટ નંબર દાખલ કરો જે વર્તમાન સ્થિતિમાં છે. જમીનની વિગતો – ખાસ કરીને ખસરા નંબર અને ખાતા નંબર ખૂબ જ કાળજીપૂર્વક ભરવા જોઈએ.

(4) ખેતી માટે વાર્ષિક રૂ. 6,000 નો લાભ ન ​​મેળવતા લોકોના રેકોર્ડમાં કેટલાક વાંધા ખૂબ સામાન્ય છે.

(5) અમાન્ય ખાતાના કારણે કામચલાઉ ફ્રીઝ કરાય છે. એટલે કે હિસાબ સાચો ન હોય. જ્યારે તેનો ઉકેલ આવ્યા બાદ પૈસા આવશે.

(6) આપેલ એકાઉન્ટ નંબર બેંકમાં હાજર ન હોય. મતલબ કે ખોટો એકાઉન્ટ નંબર દાખલ કરવામાં આવ્યો હોય.

(7) પબ્લિક ફાઇનાન્સ મેનેજમેન્ટ સિસ્ટમ (PFMS) દ્વારા ખેડૂતનો રેકોર્ડ સ્વીકારવામાં આવ્યો ન હોય.

(8) બેંક દ્વારા નકારવામાં આવેલ ખાતું એટલે કે ખાતું બંધ છે. PFMS/બેંક દ્વારા ખેડૂત રેકોર્ડ નકારવામાં આવ્યો હોય. નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં આધાર કાર્ડ સીડીંગ કરવામાં આવ્યું ન હતું. રાજ્ય સરકાર તરફથી કરેક્શન બાકી હોય. ઉપરોક્ત કારણોસર હપ્તો અટકી જતો હોય છે.

આ પણ વાંચો: આ ફટાકડાને સળગાવામાં આવે છે ત્યારે ન તો ધુમાડો થાય છે અને ન તો અવાજ આવે છે, પરંતુ ઉગે છે શાકભાજીના છોડ

આ પણ વાંચો: Good News: કપાસની માંગમાં જોરદાર વધારો, ભાવ પ્રતિ ક્વિન્ટલ 10 હજાર રૂપિયા સુધી પહોંચી શકે છે, ખેડૂતોમાં ખુશીની લહેર

ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
ગેનીબેન ઠાકોરે સ્વરુપજીને જીત બદલ આપ્યા અભિનંદન
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">