AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ખેડૂતોને રવિ પાકના બિયારણ સસ્તા ભાવે મળશે, જાણો કેવી રીતે તેની ખરીદી કરી શકાશે

ઘઉંના બિયારણના ભાવ એક કિલોના 43 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેના પર પ્રતિ કિલો 36 રૂપિયા સબસિડી આપવામાં આવશે. બિયારણ ખેડૂતોને અડધા એકર વિસ્તાર માટે આપવામાં આવશે. આ ઉપરાંત બીજ વિતરણ કાર્યક્રમ હેઠળ, ઘઉંના બીજનો ભાવ 42 રૂપિયા પ્રતિ કિલો છે. તેના પર 19.50 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

ખેડૂતોને રવિ પાકના બિયારણ સસ્તા ભાવે મળશે, જાણો કેવી રીતે તેની ખરીદી કરી શકાશે
Wheat Seed
| Updated on: Nov 09, 2023 | 3:41 PM
Share

કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતોની આવક વધારવા માટે અનેક પ્રયાસો થઈ રહ્યા છે. એ ક્રમમાં હવે પાકના સારા ઉત્પાદન માટે, ખેડૂતોને ગુણવત્તાયુક્ત બિયારણ પણ આપવામાં આવશે. આ વર્ષે રવિ સિઝનમાં પાકના સારા ઉત્પાદન માટે બિહાર સરકાર ખેડૂતોને બિયારણની ખરીદી પર સબસિડી આપી રહી છે.

સબસિડીના દરે રવિ પાકના બિયારણનું વિતરણ

બિહાર સરકારના કૃષિ વિભાગે X પર એક પોસ્ટ શેર કરીને જણાવ્યું કે, રવી સિઝન 2023-24 માટે સબસિડી સાથેના જુદા-જુદા પાકોના બીજની ઉપલબ્ધતા બાબતે મહત્વપૂર્ણ માહિતી. તમામ ખેડૂત ભાઈઓ અને બહેનોને જાણ કરવામાં આવે છે કે, કૃષિ વિભાગ દ્વારા રવિ સિઝન 2023-24 માટે જુદી-જુદી યોજનાઓમાં સબસિડીના દરે રવિ પાકના બિયારણનું વિતરણ કરવાનું શરૂ કરવા જઈ રહ્યું છે.

પ્રતિ કિલો 36 રૂપિયા સબસિડી

મુખ્યમંત્રી બીજ વિસ્તરણ યોજના હેઠળ, ઘઉંના બિયારણના ભાવ એક કિલોના 43 રૂપિયા નક્કી કરવામાં આવ્યા છે. તેના પર પ્રતિ કિલો 36 રૂપિયા સબસિડી આપવામાં આવશે. બિયારણ ખેડૂતોને અડધા એકર વિસ્તાર માટે આપવામાં આવશે. આ ઉપરાંત બીજ વિતરણ કાર્યક્રમ હેઠળ, ઘઉંના બીજનો ભાવ 42 રૂપિયા પ્રતિ કિલો છે. તેના પર 19.50 રૂપિયાની સબસિડી આપવામાં આવશે.

મહત્તમ 5 એકર વિસ્તાર માટે બીજ આપવામાં આવશે

આ યોજનામાં વધારેમાં વધારે 5 એકર વિસ્તાર માટે બીજ આપવામાં આવશે. ઘઉં જે 10 વર્ષથી વધુ સમયગાળાની જાતો છે તેવા બીજને 42 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાણ કરવામાં આવશે. તેમાં એક કિલોએ 15 રૂપિયા સબસિડી આપવામાં આવશે. મહત્તમ 5 એકર વિસ્તાર માટે બીજ આપવામાં આવશે.

આવી રીતે કરો અરજી

આ યોજના હેઠળ જે ખેડૂતો બિયારણ ખરીદવા માંગે છે તેઓએ https://dbtagricultue.bihar.gov.in પોર્ટલ પર જુદા-જુદા રવિ પાકના બિયારણ માટે અરજી કરી શકે છે. ખેડૂતો તેમના મોબાઈલ ફોન, કોમ્પ્યુટર, કોમન સર્વિસ સેન્ટર અથવા સાયબર કાફે દ્વારા અરજી કરી શકે છે.

આ પણ વાંચો : હવે ખેડૂતો ખેતીની સાથે વૃક્ષોથી પણ કરી શકશે કમાણી, વન વિભાગની આ યોજનાથી આવકમાં થશે વધારો

પોર્ટલ પર અરજી કર્યા બાદ કૃષિ સંયોજક, બ્લોક એગ્રીકલ્ચર ઓફિસર અને જીલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અરજીની ચકાસણી કરવામાં આવશે. અરજી મંજૂર થયા બાદ ખેડૂતના મોબાઈલ પર એક OTP આવશે. કૃષિ સંયોજક દ્વારા ખેડૂતને બિયારણના સ્થળ અંગેની માહિતી આપવામાં આવશે. ખેડૂતો જે કેન્દ્ર પરથી બિયારણની ખરીદી કરે તેને OTP આપવાનો રહેશે. અહીં સબસિડીની રકમ બાદ કરીને બાકીની રકમની ચૂકવણી કરવાની રહેશે.

કૃષિના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
g clip-path="url(#clip0_868_265)">