AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cocoa Farming: કોકોની ખેતીથી ખેડૂતોને થશે બમ્પર કમાણી, આ રીતે થાય છે તેની ખેતી

ચોકલેટ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ પ્રિય છે. લોકોનો ચોકલેટ પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી, પરંતુ દિવસેને દિવસે તે વધતો જાય છે અને તેથી કોકોની ખેતી કમાણી માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

Cocoa Farming: કોકોની ખેતીથી ખેડૂતોને થશે બમ્પર કમાણી, આ રીતે થાય છે તેની ખેતી
Cocoa FarmingImage Credit source: Google
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 04, 2023 | 5:03 PM
Share

કોકોની ખેતી ચોકલેટ બનાવવા માટે કરવામાં આવે છે, કોકો એ સમગ્ર વિશ્વમાં ઉગાડવામાં આવતો પ્રખ્યાત રોકડિયો પાક છે, ચોકલેટ માત્ર ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ ખૂબ જ પ્રિય છે, લોકોનો ચોકલેટ પ્રત્યેનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી, પરંતુ દિવસેને દિવસે તે વધતો જાય છે અને તેથી કોકોની ખેતી કમાણી માટે ઉત્તમ વિકલ્પ સાબિત થઈ શકે છે.

આ પણ વાંચો: Mandi: સાવરકુંડલા APMCમાં ઘઉંના મહત્તમ ભાવ રૂપિયા 3360 રહ્યા,જાણો જુદા-જુદા પાકના ભાવ

ખાસ વાત એ છે કે કાજુ અને કોકો વિકાસ નિયામક દેશભરમાં એક ઉત્તમ યોજના હેઠળ કોકોની ખેતીને પ્રોત્સાહન આપવા માટે કાર્યરત છે. કોકો એ રોકડ અને નિકાસ પાક છે. દેશના ઘણા પ્રાંતોમાં મુખ્યત્વે કોકોની ખેતી કરવામાં આવે છે.

આબોહવા અને માટી

18 ડિગ્રીથી 32 ડિગ્રી સેલ્સિયસ વચ્ચેનું તાપમાન કોકોની ખેતી માટે સારું માનવામાં આવે છે. કોકોની ખેતી અનેક પ્રકારની જમીનમાં કરી શકાય છે. પરંતુ કાળી અને ફળદ્રુપ માટી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો તમારે નિયમિતપણે કોકોની ખેતી કરવી હોય તો એવી જમીન પસંદ કરો જેમાં ભેજ રહે. કોકોની ખેતી કરવાનો શ્રેષ્ઠ સમય ચોમાસાની શરૂઆતમાં છે.

જમીનની તૈયારી

કોકોની ખેતી માટે સૌપ્રથમ જમીનમાં 3 થી 4 વાર ખેડાણ કરવું જોઈએ જેથી કરીને જમીનને મોકરી (છૂટી પાડવી) પાડી શકાય. તેમજ જો કોકોની ખેતી મોટા પાયે કરવી હોય તો તે પહેલા માટી પરીક્ષણ કરાવી લેવું.

કોકો કેવી રીતે ઉગાડવું

ખાસ વાત એ છે કે તેને આંતરખેડ તરીકે અથવા મુખ્ય પાક તરીકે ઉગાડી શકાય છે. આંતરખેડ એટલે અન્ય પાકો વચ્ચે કોકો ઉગાડવો. ઉદાહરણ તરીકે, કોકોની ખેતી નારિયેળ અથવા સોપારીના બગીચામાં પણ કરી શકાય છે. જો તમે મુખ્યત્વે કોકોની ખેતી કરવા માંગો છો, તો તમે એક એકર જમીનમાં 400 છોડ વાવી શકો છો.

બે રોપાઓ વચ્ચે ઓછામાં ઓછું 4 મીટરનું અંતર હોવું જોઈએ. કોકોના સારા ઉત્પાદન માટે, છોડને પૂરતા પ્રમાણમાં સૂર્યપ્રકાશ મળવો જરૂરી છે. કોકોની ઉન્નત ખેતી માટે સૂકી માટીનો ઉપયોગ કરો. હાઈબ્રિડ સીડલિંગ રોપાઓનો ઉપયોગ કરવાનો ફાયદો એ છે કે દરેક છોડમાંથી વધુ શીંગો મેળવી શકાય છે.

ખાતર અને માવજત

કોકોની ખેતી માટે ખાતર ખુબ જરૂરી છે. કારણ કે કોકો કોઈપણ કાળજી લીધા વિના 3 વર્ષમાં ઉત્તમ ઉપજ આપવા સક્ષમ છે. ખેડૂતો ઉપરાંત ગૃહિણીઓ પણ 4 કે 5 વૃક્ષો દ્વારા સારી આવક મેળવી શકે છે. રસોડાના ગંદા પાણીનો ઉપયોગ કરીને નાના પાયે કોકો ઉગાડી શકાય છે.

ઉત્પાદન અને નફો

કોકો બજારમાં લગભગ 200 રૂપિયા પ્રતિ કિલોના ભાવે મળે છે. ફર્મેંટેડ કોકો બીજ પણ વધુ ખર્ચાળ છે. કોકોની ખેતી કરવાનો સૌથી મોટો ફાયદો એ છે કે આ પાક આખા વર્ષ દરમિયાન 100 ટકા ઉપજ આપે છે.

તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
g clip-path="url(#clip0_868_265)">