સ્મશાનમાં જ નિક્કી યાદવની હત્યા કરી, લાશ કારમાં મૂકીને લગ્ન કર્યા, આરોપી સાહીલની સનસનાટીભરી કબૂલાત

Nikki Yadav murder case 10 ફેબ્રુઆરીના રોજ, દિલ્લી પોલીસને સૂચના મળી હતી કે નજફગઢના મિત્રૌન ગામના સાહિલ ગેહલોતે તેની ગર્લફ્રેન્ડ નિક્કી યાદવની હત્યા કરી હતી અને તેના મૃતદેહને તેના ગામમાં ક્યાંક સંતાડી દીધો હતો.

Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 15, 2023 | 5:48 PM

નિક્કી યાદવ હત્યા કેસમાં મહત્વનો ખુલાસો થયો છે. આરોપી સાહિલે પોલીસની સામે હત્યાની કબૂલાત કરી છે. સાહિલે પોલીસને જણાવ્યું હતું કે તેણે નિગમબોધ સ્મશાન ભૂમિના પાર્કિંગમાં નિકીની હત્યા કરી હતી. કારમાં હાજર મોબાઈલ ડેટા કેબલ વડે નિકીનુ ગળું દબાવીને હત્યા કરી હતી. આશ્ચર્યની વાત એ છે કે નિકીની હત્યા કર્યા બાદ સાહિલે તેની લાશને પાર્કિંગમાં છોડી દીધી હતી. તે મૃતદેહને કારમાં લઈને મિત્રાં ગામમાં ખાલી પડેલા પ્લોટમાં ગયો હતો. ત્યાં મૃતદેહને કારમાં મૂકીને તે બીજી યુવતી સાથે લગ્ન કરવા નીકળ્યો હતો.

સાહિલ 10 અને 11 ફેબ્રુઆરીની રાત્રે 2 વાગે લગ્ન કરીને ઘરે પરત ફર્યો હતો. એ જ રાત્રે પાછો ખાલી પ્લોટ પર પહોંચી ગયો. તેણે નિકીની ડેડ બોડીને કારમાંથી બહાર કાઢીને ઢાબાના રેફ્રિજરેટરમાં રાખી હતી. વાસ્તવમાં લગ્નના ફંક્શન અને ઘરે રિવાજના કારણે સાહિલને નિક્કીની ડેડ બોડીને ફ્રીજમાંથી બહાર કાઢીને બીજે ક્યાંક મૂકવાનો મોકો મળ્યો ન હતો. દરમિયાન, એક બાતમીદારની સૂચના પર, દિલ્હી પોલીસે સાહિલને પકડી લીધો.

ગોવાની ટિકિટ કન્ફર્મ ના થઈ

નિક્કી અને સાહિલ 2018 થી એકબીજાના સંપર્કમાં હતા. બંને પહેલા ગ્રેટર નોઈડામાં અને પછીથી દિલ્લીમાં ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા. 9 ફેબ્રુઆરીના રોજ સાહિલની સગાઈનું સાંભળતા જ નિક્કીએ તેને ફોન કરીને ઉત્તમનગર બોલાવ્યો હતો, જ્યાં નિક્કીએ તેને લગ્ન ન કરવા અને ગોવા જવા કહ્યું હતું. બંને નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન ખાતે પણ ગયા. પરંતુ ટ્રેનની કન્ફર્મ ટિકિટ ના મળી. પછી બંનેએ હિમાચલ જવાનું નક્કી કર્યું, પરંતુ આનંદ વિહાર બસ ટર્મિનલથી હિમાચલની બસ ના મળી શકી. બંને ISBT કાશ્મીરી ગેટ પહોંચ્યા. પરંતુ નિક્કીના ફોન પર સાહિલના મિત્રો અને પરિવારના સભ્યોના સતત કોલ આવતાં બંને વચ્ચેનો ઝઘડો વધી ગયો હતો. ત્યાં સાહિલે હત્યાનું કાવતરું ઘડ્યું.

રિષભ પંતની ગર્લફ્રેન્ડ ઈશા નેગીએ બનાવ્યા 'એબ્સ'
દેશનું અનોખું રેલવે સ્ટેશન, જે અડધુ ગુજરાતમાં અને અડધુ મહારાષ્ટ્રમાં
ગુજરાતમાં છે અનોખુ બે અક્ષરવાળું રેલવે સ્ટેશન, જાણો નામ ?
High Blood Sugar : 400 સુગર લેવલ ઝડપથી કંટ્રોલ કરશે મખાના, જાણો ખાવાની રીત
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
Rahu Dosh Signs : રાહુ દોષ છે કે નહીં તે કેવી રીતે જાણી શકાય?

મામલો કેવી રીતે બહાર આવ્યો?

હકીકતમાં, 10 ફેબ્રુઆરીએ, દિલ્લી પોલીસને સૂચના મળી હતી કે નજફગઢના મિત્રૌન ગામના સાહિલ ગેહલોતે તેની ગર્લફ્રેન્ડ નિક્કી યાદવની હત્યા કરી હતી અને તેના મૃતદેહને તેના ગામમાં ક્યાંક સંતાડી દીધો હતો. પોલીસ ઈન્સ્પેક્ટર સતીશ કુમારને પોલીસ ટીમ સાથે સ્થળ પર ચકાસણી માટે મોકલ્યા. જ્યારે પોલીસે કસ્ટડીમાં સાહિલની પૂછપરછ કરી ત્યારે તેણે જણાવ્યું કે તેણે 10 ફેબ્રુઆરી, 2023ના રોજ તેની ગર્લફ્રેન્ડ નિક્કી યાદવની હત્યા કરી હતી અને તેના મૃતદેહને મિત્રાં ગામમાં ફિરનીમાં ખાલી પ્લોટમાં ચાલતા ઢાબાના રેફ્રિજરેટરમાં રાખ્યો હતો.

પહેલા મિત્રતા, પછી પ્રેમ, પછી ઝઘડો

આરોપીના કહેવા પર પોલીસે આ ઢાબાના રેફ્રિજરેટરમાંથી એક મહિલાની લાશ મેળવી હતી. આ સંદર્ભે બાબા હરિદાસ નગર પોલીસ સ્ટેશનમાં FIR નંબર 76/2023 નોંધવામાં આવી હતી અને વધુ તપાસ માટે કેસ ક્રાઈમ બ્રાન્ચને ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો. જેમાં આરોપીઓ સામે હત્યા માટે IPCની 302 અને પુરાવાનો નાશ કરવા માટે 201ની કલમો લગાવવામાં આવી હતી. આરોપીઓએ પૂછપરછ દરમિયાન કબૂલાત કરી હતી કે બંને મિત્રો હતા અને 2018 થી એકબીજાને પ્રેમ કરતા હતા, જે દરમિયાન તેઓ ગ્રેટર નોઈડામાં અને બાદમાં દિલ્લીમાં જ ભાડાના ફ્લેટમાં સાથે રહેતા હતા. પરંતુ 2022માં આરોપીના પરિવારજનોએ તેના લગ્ન અન્યત્ર નક્કી કર્યા હતા અને 9 ફેબ્રુઆરી 2023ના રોજ સગાઈ અને 10 ફેબ્રુઆરી 2023ના રોજ લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. જેના કારણે બન્ને વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે તેણે નિક્કી યાદવની હત્યા કરી.

g clip-path="url(#clip0_868_265)">