ચાઇનીઝ એપ્લિકેશન થકી 28 હજાર લોકો સાથે કરાઈ છેતરપિંડી, બેંક એકાઉન્ટ ધારક સહિત 7 આરોપીની કરાઈ ધરપકડ

6 હજાર રૂપિયાની છેતરપિંડીની અરજી અંગે તપાસ કરતા અમદાવાદ સાયબર ક્રાઇમે ઓનલાઇન એપ્લિકેશન થકી થતા 50 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે.

ચાઇનીઝ એપ્લિકેશન થકી 28 હજાર લોકો સાથે કરાઈ છેતરપિંડી, બેંક એકાઉન્ટ ધારક સહિત 7 આરોપીની કરાઈ ધરપકડ
Fraud with 28,000 people through Chinese application
Follow Us:
Mihir Soni
| Edited By: | Updated on: Aug 02, 2021 | 6:49 PM

Ahmedabad: 6 હજાર રૂપિયાની છેતરપિંડીની અરજી અંગે તપાસ કરતા અમદાવાદ સાયબર ક્રાઇમે ઓનલાઇન એપ્લિકેશન થકી થતા 50 કરોડના કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. આરોપીઓ ચાઇનીઝ એપ્લિકેશન થકી અલગ અલગ મોડસ ઓપરેન્ડીના આધારે લોકો પાસેથી રૂપિયા પડાવતા હતા. પોલીસ તપાસમાં 28 હજાર લોકોએ રૂપિયા ગુમાવ્યા હોવાનું સામે આવ્યું છે.

અલગ અલગ મોડસ ઓપરેન્ડીથી ચાઇનીઝ એપ્લિકેશનમાં રોકાણ કરાવીને રૂપિયા પડાવતી ગેંગનો અમદાવાદ સાયબર ક્રાઇમએ પર્દાફાશ કર્યો છે. સાયબર ક્રાઇમમાં આ પ્રકારે રૂપિયા 6 હજારની છેતરપિંડી થઈ હોવાની અરજી આવી હતી. જો કે તપાસ કરતા છેતરપિંડી નો આંકડો રૂપિયા 50 કરોડએ પહોંચ્યો હોવાનું સામે આવ્યુ છે.

આ ગેંગ ના આરોપીઓ સૌ પ્રથમ યુ-ટ્યુબ ચેનલ, ટેલીગ્રામ ચેનલ તેમજ લોકોના મોબાઈલ પર ટેક્સ મેસેજ કરીને લિંક મોકલતા, જે લિંક ઓપન કરતા જે તે એપ્લિકેશન ઓપન થાય છે. જેમાં ગ્રાહકોને અલગ અલગ બહાના હેઠળ રોકાણ કરવાની તગડું બોનસ આપવાની લાલચ આપતા. જો કોઈ ગ્રાહક રોકાણ કરે તો એપ્લિકેશન વેબસાઈટના વૉલેટ માં બેલેન્સ બતાવતા હોય છે. અને કોઈ ગ્રાહક દ્વારા રૂપિયા ઉપાડવાનો પ્રયત્ન કરવામાં આવે તો ટેકનિકલી એરર આવી જતી હોય છે. અને જો કોઈ ગ્રાહક વારંવાર પ્રયત્ન કરે તો એપ્લિકેશન બંધ કરી દેતા હતા.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

સાયબર ક્રાઇમએ તપાસ કરતા આ ગુનાના 7 આરોપી યાસીન કુરેશી, દિલીપ ગોજીયા, ધર્મેન્દ્ર સિંહ રાઠોડ, રાહુલ વાઢેર, જયેશ ગાગિયા, તુષાર ઘેટિયા ની અગાઉ ધરપકડ કરી હતી. જ્યારે તપાસ દરમિયાન મહારાષ્ટ્રના જીતેન શાહનું નામ સામે આવ્યું હતું. જેની કંપનીના બેંક એકાઉન્ટમાં ત્રણ મહિનામાં ત્રીસ કરોડ રૂપિયા જમા થયા હતા. જેના બદલા અમુક ટકા કમિશન આપવામાં આવતું હતું.

આ રીતે અન્ય આરોપી ઓનાં એકાઉન્ટ માં પણ 20 કરોડ રૂપિયા જમાં થયા હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ સમગ્ર નેટવર્ક મૂળ ભારતીય વ્યક્તિ ચાઇના બેઠા બેઠા ચલાવતો હતો. જે સોશ્યલ મીડિયા મારફતે લોકો નો સંપર્ક કરતો હતો. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, મોટા ભાગના રૂપિયા બિટકોઈનમાં રોકાણ કરવાંમાં આવતા હતા. જો કે આ અગાઉ પણ એપ્લિકેશન થકી થતી છેતરપિંડીમાં લોકોએ 500 કરોડ રૂપિયા ગુમાવ્યા હોવાનું સાયબર ક્રાઇમની તપાસમાં સામે આવ્યું છે.

આ પણ વાંચો: Tokyo Olympics 2020 live : ભારતીય મહિલા હૉકી ટીમે રચ્યો ઇતિહાસ, ઑસ્ટ્રેલિયાને આપી જોરદાર પછડાટ,હૉકી ટીમનો પહેલીવાર સેમીફાઇનલમાં પ્રવેશ

આ પણ વાંચો:  માનવતાઃ ચોરની પત્ની અને એક વર્ષની બાળકી સાથે રહેવાની વ્યવસ્થા પોલીસે કરી આપી, જાણો એક વાહન ચોરને જામીન અપાવવા ક્રાઇમ બ્રાન્ચ કેમ દોડતી થઈ

g clip-path="url(#clip0_868_265)">