Tokyo Olympics 2020 live : હોકીમાં મહિલાઓએ રચ્યો ઈતિહાસ,ડિસ્ક થ્રોમાં કમલપ્રીત મેડલથી દૂર રહી

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 7:42 PM

Tokyo Olympics 2020 live Updates : ભારતીય મહિલા હૉકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો છે. ટીમે ઑસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યુ છે અને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે.

Tokyo Olympics 2020 live : હોકીમાં મહિલાઓએ રચ્યો ઈતિહાસ,ડિસ્ક થ્રોમાં કમલપ્રીત મેડલથી દૂર રહી
હોકીમાં મહિલાઓએ રચ્યો ઈતિહાસ,ડિસ્ક થ્રોમાં કમલપ્રીત મેડલથી દૂર રહી

Tokyo Olympics 2020 live : ભારત માટે ટોક્યો ઓલિમ્પિક -2020 (Tokyo Olympics-2020)માં રવિવારનો દિવસ ઐતિહાસિક રહ્યો. પીવી સિંધુએ કાંસ્ય પદક પોતાના નામે કર્યુ હતુ. ભારતની પુરુષ હૉકી ટીમે પણ સેમીફાઇનલમાં જગ્યા બનાવી. 1972 બાદ પહેલી વાર ભારતીય ટીમ ઓલિમ્પિક સેમિફાઇનલમાં પહોંચી.

આજનો દિવસ પણ ઐતિહાસિક બની શકે છે. ડિસ્કસ થ્રો ખેલાડી કમલપ્રીત પર નજર રહેશે. કમલપ્રીત મહિલા વર્ગના ફાઇનલમાં ઉતરશે. અને મેડલની આશા છે.

દુતી ચંદની સફર પૂર્ણ થઇ ચૂકી છે. 200મીટર હીટમાં છેલ્લા સ્થાન પર રહ્યા અને સેમીફાઇનલમાં પ્રવેશ ન મેળવી શક્યા.

ભારતીય મહિલા હૉકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો છે. ટીમે ઑસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યુ છે અને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે.આ પહેલીવાર છે કે ટીમ ઇન્ડિયા ઓલિમ્પિકના સેમીફાઇનલમાં પહોંચી છે.

વર્ષ 2019માં દોહામાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કમલપ્રીત કૌર પાંચમા ક્રમે રહી હતી. તેમણે ડિસ્ક થ્રોમાં 65 મીટર નું અંતર કાપ્યું હતુ. આમ કરનાર પ્રથમ ભારતીય એથ્લીટ બની હતી. તેણે 2019 આવૃત્તિમાં 60.25 મીટર ડિસ્ક ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

ટોક્યોમાં વરસાદ શરૂ થયો છે. જેના કારણે રમતવીરોને ડિસ્ક ફેંકવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજા પ્રયાસમાં અનેક રમતવીરોની ડિસ્ક તેમના હાથમાંથી સરકી જતા જોવા મળી હતી. તે જ સમયે, કેટલાક ખેલાડીઓ પડતા પણ જોવા મળ્યા હતા. વરસાદના કારણે રમતવીરો માટે ડિસ્કને નિયંત્રિત કરવી મુશ્કેલ બની રહી છે. ભારતની કમલપ્રીત હાલમાં 6માં નંબર પર રહી હતી.

હોકીમાં મહિલાઓએ રચ્યો ઈતિહાસ,ડિસ્ક થ્રોમાં કમલપ્રીત મેડલથી દૂર રહી હતી.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 02 Aug 2021 07:15 PM (IST)

    Tokyo Olympics 2020 live : ડેનમાર્કનો વિક્ટર પુરુષ બેડમિન્ટનનો ઓલિમ્પિક ચેમ્પિયન બન્યો

    ડેનમાર્કનો વિક્ટર પુરુષ બેડમિન્ટન સિંગલ્સમાં ઓલિમ્પિક ચેમ્પિયન બન્યો છે. ફાઇનલમાં તેણે ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન લાંગને સીધી ગેમ્સમાં 21-15, 21-12થી હાર આપી હતી.

  • 02 Aug 2021 06:44 PM (IST)

    Tokyo Olympics 2020 live : કમલપ્રીત કૌર 6ઠ્ઠા સ્થાન પર રહી

    ડિસ્ક થ્રો ભારતની કમલપ્રીત કૌર મેડલ ચૂકી ગઈ છે. તે મહિલા ડિસ્ક થ્રો ઇવેન્ટની ફાઇનલમાં છઠ્ઠા સ્થાને રહી હતી. જો કે ઓલિમ્પિકમાં ભારત તરફથી આ અત્યાર સુધીનો શ્રેષ્ઠ ડિસ્ક થ્રોઅર રહી છે.

  • 02 Aug 2021 06:31 PM (IST)

    Tokyo Olympics 2020 live : કમલપ્રીત કૌર 5 થ્રો બાદ છઠ્ઠા નંબરે

    ભારતની કમલપ્રીત કૌર 5 થ્રો બાદ પણ છઠ્ઠા નંબરે છે. તેણે 61.37 મીટરનો પોતાનો 5મો થ્રો ફેંક્યો. એટલે કે તેનો અત્યાર સુધીનો શ્રેષ્ઠ થ્રો 63.70 મીટરનો હતો.

  • 02 Aug 2021 06:25 PM (IST)

    Tokyo Olympics 2020 live : કમલપ્રીત કૌરનો ચોથો થ્રો ફાઉલ થયો

  • 02 Aug 2021 06:22 PM (IST)

    ંંTokyo Olympics 2020 live : કમલપ્રીત કૌર ટોપ-8માં છે

    કમલપ્રીત કૌર ટોપ -8 માં પહોંચી છે. હવે અહીં તમામ 8 ખેલાડીઓને ત્રણ ત્રણ વધુ  તકો મળશે. આ છેલ્લો રાઉન્ડ હશે.કમલપ્રીત કૌર છઠ્ઠા સ્થાને છે.

  • 02 Aug 2021 06:13 PM (IST)

    Tokyo Olympics 2020 live : કમલપ્રીત કૌરે 6ઠ્ઠા સ્થાને પહોંચી

    કમલપ્રીત કૌરે પણ ત્રીજા પ્રયાસમાં સારો દેખાવ કર્યો છે. તેનો ત્રીજો થ્રો 63.70 મીટર દુર હતો. તે છઠ્ઠા સ્થાને આવી છે. કમલપ્રીતે પહેલા પ્રયાસમાં 61.62 મીટર ડિસ્ક ફેંકી હતી. બીજા પ્રયાસ તેનો લીગલ ન હતો.

  • 02 Aug 2021 06:06 PM (IST)

    Tokyo Olympics 2020 live : ડિસ્ક થ્રો ફાઈનલ મેચ ફરી શરુ થયો

    ડિસ્ક થ્રોનો ફાઈનલ મેચ વરસાદના વિધ્ન બાદ ફરી શરુ થયો છે. ભારતની કમલપ્રીત કૌર 8માં સ્થાન પર પહોંચી છે.

  • 02 Aug 2021 05:06 PM (IST)

    Tokyo Olympics 2020 live : ટોક્યોમાં વરસાદથી પરેશાન ડિસ્ક થ્રોઅર

    ટોક્યોમાં વરસાદ શરૂ થયો છે. જેના કારણે રમતવીરોને ડિસ્ક ફેંકવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. બીજા પ્રયાસમાં અનેક રમતવીરોની ડિસ્ક તેમના હાથમાંથી સરકી જતા જોવા મળી હતી. તે જ સમયે, કેટલાક ખેલાડીઓ પડતા પણ જોવા મળ્યા હતા. વરસાદના કારણે રમતવીરો માટે ડિસ્કને નિયંત્રિત કરવી મુશ્કેલ બની રહી છે. ભારતની કમલપ્રીત હાલમાં 7માં નંબરે છે.

  • 02 Aug 2021 05:00 PM (IST)

    Tokyo Olympics 2020 live : કમલપ્રીતનો બીજો થ્રો ફાઉલ

    પ્રથમ રાઉન્ડમાં છઠ્ઠા નંબરે રહ્યા બાદ ભારતની કમલપ્રીત કૌર પોતાનો બીજો થ્રો ફેંકવા આવી હતી. પરંતુ તેનો આ થ્રો ફાઉલ ગયો હતો કમલપ્રીતને હવે તેના ત્રીજા થ્રોની રાહ જોવી પડશે. કમલપ્રીત થોડી ઈજાગ્રસ્ત જોવા મળી રહી છે.તેણે ખભા પર પાટો પણ લગાવ્યો છે.

  • 02 Aug 2021 04:48 PM (IST)

    Tokyo Olympics 2020 live : કમલપ્રીત કૌરે શાનદાર શરૂઆત કરી

    કમલપ્રીત કૌરે શાનદાર શરૂઆત કરી છે. તેણે પ્રથમ પ્રયાસમાં શાનદાર થ્રો કર્યો હતો. તેણે ડિસ્કને 61.62 મીટર દૂર ફેંકી દીધી છે. કમલપ્રીત છઠ્ઠા સ્થાને છે. જણાવી દઈએ કે, ફાઇનલમાં 12 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. પ્રથમ સ્થાને અમેરિકાની વેલેરી ઓલમેન છે. તેણે પ્રથમ પ્રયાસમાં 68.98 મીટરના અંતરથી ડિસ્ક ફેંકી હતી.

  • 02 Aug 2021 04:36 PM (IST)

    Tokyo Olympics 2020 live : ડિસ્ક થ્રો ફાઇનલ મેચ શરૂ

    મહિલાઓની ડિસ્ક થ્રો ફાઇનલ મેચ શરૂ થઇ ગઇ છે. ભારતની કમલપ્રીત કૌર આ રમતમાં ભાગ લઈ રહી છે. કમલપ્રીત કૌરે ડિસ્કસ 64 મીટર દૂર ફેંકીને ક્વોલિફિકેશન રાઉન્ડમાં ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો.

  • 02 Aug 2021 04:26 PM (IST)

    Tokyo Olympics 2020 live : એથ્લેટિક્સ -આંકડાઓ શું કહે છે

    ફાઇનલ મેચમાં પહોંચનાર ખેલાડીઓમાંથી આઠ ખેલાડીઓ એવા છે જેમનું શ્રેષ્ઠ પ્રદર્શન કમલપ્રીત કરતા વધારે છે. જો કે, ઓલિમ્પિકમાં કોઈપણ દિવસે ક્યારે પણ વિજેતા બની શકે છે.

  • 02 Aug 2021 04:22 PM (IST)

    Tokyo Olympics 2020 live : આ રેકોર્ડ કમલપ્રીતના નામે નોંધાયેલ છે

    વર્ષ 2019માં દોહામાં યોજાયેલી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં કમલપ્રીત કૌર પાંચમા ક્રમે રહી હતી. તેમણે ડિસ્ક થ્રોમાં 65 મીટર નું અંતર કાપ્યું હતુ. આમ કરનાર પ્રથમ ભારતીય એથ્લીટ બની હતી. તેણે 2019 આવૃત્તિમાં 60.25 મીટર ડિસ્ક ફેંકીને ગોલ્ડ મેડલ જીત્યો હતો.

  • 02 Aug 2021 04:19 PM (IST)

    Tokyo Olympics 2020 live : એથલેટિક્સ (ડિસ્ક થ્રો) – સવિતા પૂનિયા ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું ન હતુ.

    કમલપ્રીત કૌર સિવાય ભારતની સવિતા પૂનિયાએ પણ ઓલિમ્પિક માટે ક્વોલિફાય કર્યું હતું. જોકે, તે ફાઇનલમાં પહોંચી શકી નહોતી.

  • 02 Aug 2021 04:00 PM (IST)

    Tokyo Olympics 2020 live : એથલેટિક્સ (ડિસ્કસ થ્રો) – ભારતની કમલપ્રીત કૌર ટૂંક સમયમાં જ મેદાનમાં આવશે

  • 02 Aug 2021 03:56 PM (IST)

    Tokyo Olympics 2020 live : હોકી (મહિલા) – શાહરૂખ ખાને ટીમ અને કોચને શુભેચ્છા પાઠવી

    શાહરુખ ખાને શ્યોર મરિનયને શુભેચ્છાઓ આપી છે. કોચે કહ્યું દેશ માટે ગોલ્ડ મેડલ લાવવાનો પ્રયત્ન કરીશ.

  • 02 Aug 2021 03:54 PM (IST)

    Tokyo Olympics 2020 live : ઘોડેસવારીમાં ફાઈનલમાં પહોંચ્યો ફવાદ મિર્ઝા

    ભારતના ફવાદ મિર્ઝાએ જમ્પિંગ ઇવેન્ટની વ્યક્તિગત ઇવેન્ટની ફાઇનલ માટે ક્વોલિફાય કર્યું છે. ફવાદ મિર્ઝાના મેડલની શક્યતા ઓછી છે, પરંતુ ફાઇનલમાં પહોંચવું અત્યારે પોતાનામાં એક મોટી વાત છે. ફવાદ મિર્ઝા ઓલિમ્પિકમાં દેશનું પ્રતિનિધિત્વ કરનાર 20માં ઘોડેસવાર છે.

  • 02 Aug 2021 12:57 PM (IST)

    હવે પછીના ભારતના આજના મુકાબલા

    કમલપ્રીત કોર- મહિલા ડિસ્કસ ફાઇનલ –સાંજે 04:30 વાગે

    ફવાદ મિર્ઝા – ઘોડેસવારી – જંપિંગ – સાંજે 5:15 વાગે

  • 02 Aug 2021 12:31 PM (IST)

    દુતી ચંદે ફેન્સ પાસે માગી માફી

    ભારતીય સ્ટાર એથ્લીટ દુતી ચંદ 100 મીટર બાદ 200 મીટરમાં હીટ્સમાં બહાર થઇ ગયા છે. તેમણે પ્રદર્શન માટે પોતાના ફેન્સ પાસે માફી માગી છે.

  • 02 Aug 2021 12:00 PM (IST)

    હૉકી (મહિલા) – મહિલા ટીમ સેમિફાઇનલમાં અર્જેન્ટીનાનો કરશે સામનો

    ભારતીય ટીમ સેમિફાઇનલમાં અર્જેન્ટીનાનો સામનો કરશે. અર્જેન્ટીનાએ જર્મનીએ 3-0થી મ્હાત આપી સેમીફાઇનલમાં જગ્યા મેળવી છે. બંને વચ્ચે મુકાબલો ચાર ઑગષ્ટે થશે.

  • 02 Aug 2021 11:59 AM (IST)

    હૉકી (પુરુષ) – કાલે સવારે બેલ્જિયમ સામે પુરુષ ટીમનો સેમીફાઇનલ મુકાબલો

    સેમીફાઇનલમાં ભારત  વિશ્વ ચેમ્પિયન બેલ્જિયમ સામે ઉતરશે. આ મુકાબલો મંગળવારે સવારે સાત વાગે શરુ થશે. ભારત જો આ મુકાબલો જીતી જાય છે તો દેશ માટે મેડલ પાક્કો કરી લેશે.

  • 02 Aug 2021 11:17 AM (IST)

    હૉકી – અનુરાગ ઠાકુરે આપી શુભકામના

    ભારતીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુરે ટીમને શુભકામના આપી છે. કહ્યુ કે દેશના 130 કરોડ ભારતીય તેમની સાથે છે.

  • 02 Aug 2021 10:56 AM (IST)

    હૉકી – પહેલીવાર એક સાથે સેમીફાઇનલમાં પહોંચી ભારતીય હૉકી ટીમ

    ભારતીય મહિલા હૉકી ટીમની આ ત્રીજી ઓલિમ્પિક છે. ગઇ વખતે તેઓ રિયો ઓલિમ્પિકમાં છેલ્લા સ્થાન પર રહ્યા. હતા. ઓલિમ્પિકમાં પહેલી વાર એવો મોકો આવ્યો છે જ્યારે ભારતની પુરુષ અને મહિલા બંને હૉકી ટીમ સેમીફાઇનલમાં પહોંચી ચૂકી છે.

  • 02 Aug 2021 10:53 AM (IST)

    શૂટિંગ (3P) – એશ્વર્ય અને સંજીવ રાજપૂત ન કરી શક્યા ક્વોલિફાઇ

    એશ્વર્યએ સ્ટેન્ડિંગ સીરીઝમાં 95,96,93,95 સ્કોર મેળવ્યો. નીલિંગ રાઉન્ડમાં જોરદાર શરુઆત બાદ એશ્વર્ય પ્રોન અને સ્ટેન્ડિંગમાં કમાલ ન કરી શક્યા. ત્રણ રાઉન્ડનો કુલ સ્કોર મળીને 1167 રહ્યો. તેઓ 22માં સ્થાન પર રહ્યા અને ફાઇનલમાં ન પહોંચી શક્યા. સંજીવ રાજપૂત પહેલા જ રેસમાંથી બહાર થઇ ચૂક્યા હતા.

  • 02 Aug 2021 10:07 AM (IST)

    ભારતની મહિલા હૉકી ટીમે રચ્યો ઇતિહાસ

    ભારતીય મહિલા હૉકી ટીમે ટોક્યો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો છે. ટીમે ઑસ્ટ્રેલિયાને 1-0થી હરાવ્યુ છે અને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે.આ પહેલીવાર છે કે ટીમ ઇન્ડિયા ઓલિમ્પિકના સેમીફાઇનલમાં પહોંચી છે.

  • 02 Aug 2021 09:47 AM (IST)

    ત્રીજા ક્વાર્ટર બાદ સ્કોર 1-0

    ત્રીજુ ક્વાર્ટર સમાપ્ત થઇ ચૂક્યુ છે. ટીમ ઇન્ડિયાએ 1-0ની  લીડ બનાવી રાખી છે. ત્રીજા ક્વાર્ટરમાં ઑસ્ટ્રેલિયાની ટીમ હાવી રહી. પરુંતુ ગોલનુ ખાતુ ન ખોલી શકી.

  • 02 Aug 2021 09:39 AM (IST)

    શૂટિંગ (3p રાઇફલ) – પ્રોન રાઉન્ડ બાદ સંજીવ રાજપૂત 23માં સ્થાન પર

    પ્રોન રાઉન્ડ બાદ અનુભવી ખેલાડી સંજીવ રાજપૂત 23માં સ્થાન પર રહ્યા. ચાર સીરીઝમાં 393/400 સ્કોર કર્યો. ક્વોલિફાઇ કરવાની આશા હવે ખૂબ ઓછી છે.

  • 02 Aug 2021 09:35 AM (IST)

    ટીમ ઇન્ડિયાની લીડ કાયમ

    હૉકીમાં ત્રીજા ક્વાર્ટરની શરુઆત થઇ ગઇ છે. આ ક્વાર્ટરમાં ઑસ્ટ્રેલિયા અત્યાર સુધી હાવી રહ્યુ. આ ક્વાર્ટરમાં બે પેનલ્ટી કોર્નર મળ્યા. જો કે તેઓ ગોલ કરવામાં સફળ ન રહ્યા. ભારતનુ ડિફેન્સ અત્યાર સુધી સારુ રહ્યુ. અત્યારે ભારતે 1-0ની લીડ મેળવી છે.

  • 02 Aug 2021 09:25 AM (IST)

    શૂટિંગ- પ્રોન રાઉન્ડ બાદ ટૉપ 10થી બહાર એશ્વર્ય

    નીલિંગ રાઉન્ડમાં જોરદાર પ્રદર્શન બાદ એશ્વર્ય પ્રોન રાઉન્ડમાં તેને કાયમ ન કરી શક્યા તેમણે 98,99,97,97અંક મેળવ્યા અને 391 સ્કોર મેળવ્યો. હવે તેઓ ટૉપ 10માંથી બહાર થઇ ચૂક્યા છે.

  • 02 Aug 2021 09:00 AM (IST)

    હૉકી(મહિલા) – પહેલા ક્વાર્ટરમાં ન થયો કોઇ ગોલ

    પહેલા ક્વાર્ટરની રમત પૂર્ણ થઇ ચૂકી છે. બંને ટીમ ગોલ કરી શકી નથી. ભારત ઓસ્ટ્રેલિયાને જોરદાર ટક્કર આપી રહ્યુ છે. ક્યાય એવુ લાગી નથી રહ્યુ કે તેઓ બીજા ગ્રુપની ટૉપ ટીમનો સામનો કરી રહ્યા છે. ભારતનુ ડિફેન્સ એક વાર ફરી ફોર્મમાં દેખાયુ.

  • 02 Aug 2021 08:39 AM (IST)

    શૂટિંગ- એશ્વર્ય પ્રતાપ સિંહની સારી શરુઆત

    નીલિંગ રાઉન્ડમાં એશ્વર્ય પ્રતાપ સિંહ શાનદાર રમ્યા. પહેલી સીરીઝમાં તેમણે 199/200નો સ્કોર મેળવ્યો. તેઓ અત્યારે બીજા સ્થાન પર રહ્યા છે.

  • 02 Aug 2021 08:17 AM (IST)

    શું હોય છે થ્રી પોઝિશન રાઇફલ ઇવેન્ટ

    થ્રી પોઝિશન રાઇફલમાં ત્રણ રાઉન્ડ હોય છે. ખેલાડીઓને ત્રણ પોઝિશન નીલિંગ (ઘુંટણના બળ પર બેસવાનુ) પ્રોન (સુઇને) અને સ્ટેન્ડિંગ (ઉભા થઇને) નિશાન લગાવવાનો છે. દરેક રાઉન્ડમાં 40 શોટ્સ હોય છે. ત્રણ રાઉન્ડ બાદ ટૉપ 8 ખેલાડી આગામી રાઉન્ડ માટે ક્વોલિફાઇ કરશે.

  • 02 Aug 2021 08:12 AM (IST)

    શૂટિંગ – 50મીટર થ્રી પોઝિશન રાઇફલ ક્વોલિફિકેશન રાઉન્ડ શરુ

    શૂટિંગની છેલ્લી ઇવેન્ટમાં ભારત આજે ભાગ લેશે. એશ્વર્ય પ્રતાપ અને સંજીવ સિંહ રાજપૂત પુરુષોના 50 મીટર થ્રી પોઝિશનના ક્વોલિફિકેશનમાં ભાગ લઇ રહ્યા છે.

  • 02 Aug 2021 07:47 AM (IST)

    એથ્લેટિક્સ- ચોથી હીટમાં છેલ્લા સ્થાન પર રહ્યા દુતી

    દુતી ચંદ ચોથી હીટમાં છેલ્લા સ્થાન પર રહ્યા. તેમણે 23.85નો સમય કાઢ્યો. પહેલા સ્થાન પર નામબિયાના એમબોમા ક્રિસ્ટીન રહ્યા જેમણે 22.11 સાથે નેશનલ રેકોર્ડ કાયમ કર્યો

  • 02 Aug 2021 07:30 AM (IST)

    દુતી ચંદ પણ હશે એક્શનમાં

    100 મીટર રેસ બાદ આજે ભારતના સ્ટાર દુતી ચંદ 200 મીટર હીટ્સમાં ભાગ લેશે. દુતી ચંદે પોતાના વર્લ્ડ રેન્કિંગના દમ પર ટોક્યો માટે ક્વોલિફાઇ કર્યુ હતુ.

  • 02 Aug 2021 07:25 AM (IST)

    આજે આ ખેલાડીઓ હશે એક્શનમાં

    ડિસ્કસ થ્રો ખેલાડી કમલપ્રીત અને મહિલા હૉકી ટીમ પર નજર રહેશે. કમલપ્રીત મહિલા વર્ગના ફાઇનલમાં ઉતરશે. અને મેડલની આશા છે. ભારતીય મહિલા હૉકી ટીમ ક્વાર્ટર ફાઇનલ રમશે

Published On - Aug 02,2021 7:15 PM

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">