કેન્દ્ર સરકારે 112 ખાતર ઉત્પાદક કંપનીઓના લાઇસન્સ રદ કર્યા, સરપ્રાઈઝ ચેકીંગની કાર્યવાહીમાં સૌથી વધુ ગુજરાતની કંપનીઓનો સમાવેશ

રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વિશ્વમાં ખાતરની કટોકટી છે. આવી સ્થિતિમાં આપણા દેશમાં ખેડૂતોને પ્રતિ બેગ 2000-2500 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. દુરુપયોગમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે

કેન્દ્ર સરકારે 112 ખાતર ઉત્પાદક કંપનીઓના લાઇસન્સ રદ કર્યા, સરપ્રાઈઝ ચેકીંગની કાર્યવાહીમાં સૌથી વધુ ગુજરાતની કંપનીઓનો સમાવેશ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 7:29 AM

બિન-કૃષિ હેતુઓ માટે સબસિડીવાળા ખાતર(Subsidized Fertilizer)ના દુરુપયોગને રોકવાના પ્રયાસ હેઠળ ભારત સરકારે છેલ્લા છ મહિનામાં 370 પ્લાન્ટની આકસ્મિક તપાસ હાથ ધરી છે અને ઉલ્લંઘન માટે 112 ઉત્પાદન એકમોના લાઇસન્સ રદ કર્યા છે. તેમજ આવા મામલામાં 30 FIR પણ નોંધવામાં આવી હતી. ખાતર મંત્રાલય(Ministy of Chemicals and Fertilizers)ના ડેટા અનુસાર 15 રાજ્યોમાં સ્થિત 370 એકમોમાંથી 220 મિક્સર ફર્ટિલાઇઝર યુનિટ, 130 યુરિયા યુનિટ, 15 એસએસપી ફર્ટિલાઇઝર યુનિટ અને પાંચ નિકાસકારોની તપાસ કરવામાં આવી હતી. ડેટા દર્શાવે છે કે છેલ્લા છ મહિનામાં ગુજરાત(Gujarat)માં (92), કેરળ (54), તમિલનાડુ (40) અને કર્ણાટક (39)માં સૌથી વધુ ખાતર એકમોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.

ખેડૂતોને પ્રતિ બેગ  2,000-2500 રૂપિયાની સબસિડી

રસાયણ અને ખાતર મંત્રી મનસુખ માંડવિયાએ કહ્યું કે વિશ્વમાં ખાતરની કટોકટી છે. આવી સ્થિતિમાં આપણા દેશમાં ખેડૂતોને પ્રતિ બેગ 2000-2500 રૂપિયાની સબસિડી આપવામાં આવી રહી છે. દુરુપયોગમાં સંડોવાયેલા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે પછી તે વિતરકો હોય કે વપરાશકર્તાઓ અથવા આઉટલેટ્સ હોય.

તેમણે ઉમેર્યું હતું કે આ એકમોમાંથી લગભગ 268 નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી 120 નમૂનાઓમાં સબસીડાઇઝ્ડ યુરિયાનો સમાવેશ થાય છે 89 નમૂનાઓ ઓછા પ્રમાણભૂત હતા અને બાકીના 59 નમૂનાઓના પરિણામોની રાહ જોવાઈ રહી છે.

આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ

આ પણ વાંચો : Share Market Today : પોઝિટિવ શરૂઆત બાદ કારોબાર લાલ નિશાન નીચે સરક્યો, Sensex 61572 ના નીચલા સ્તરે સરક્યો

mansukh-mandaviya

112 યુનિટના લાયસન્સ રદ કરાયા : મનસુખ માંડવિયા

માંડવિયાએ જણાવ્યું હતું કે તપાસવામાં આવેલા 220 એકમોમાંથી 112ના લાઇસન્સ રદ કરવામાં આવ્યા છે. આ સાથે, 130 ઉત્પાદન એકમોની તપાસ કરવામાં આવી હતી જેમાંથી 120 એકમો યુરિયાનો દુરુપયોગ કરતા હોવાનું જણાયું હતું. લગભગ 30 એફઆઈઆર નોંધવામાં આવી છે, 70,000 યુરિયાની થેલીઓ જપ્ત કરવામાં આવી છે અને 11ને આવશ્યક ચીજવસ્તુ ધારા હેઠળ જેલમાં મોકલવામાં આવ્યા છે એમ તેમણે ઉમેર્યું હતું.

મંત્રીએ કહ્યું કે સરકારે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) એક્ટનું ઉલ્લંઘન કરનારા એકમો સામે કાર્યવાહી પણ શરૂ કરી છે. ખેડૂતોને પોષણક્ષમ દરે જમીનના પોષક તત્વો મળી રહે તે માટે સરકાર યુરિયા અને નોન-યુરિયા ખાતર બંને પર સબસિડી આપે છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

બિઝનેસના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">