અંબાણી કે અદાણી નહીં ! આ છે 2023ના ત્રણ સૌથી યુવા અબજોપતિ, જાણો તેમની પાસે છે કેટલી સંપત્તિ

બ્લૂમબર્ગનો બિલિયોનેર ઈન્ડેક્સ હોય કે પછી ફોર્બ્સની 100 ટોપ રિચ લિસ્ટ હોય કે હુરુન ઈન્ડિયાની 'સેલ્ફ મેડ બિઝનેસમેન ઓફ ધ યર'નું લિસ્ટ હોય, આ સમયે દેશની યુવા બિઝનેસમેનની ચર્ચાઓ થઈ રહી છે. દેશના લગભગ યુવા અબજોપતિ 50 વર્ષની ઉંમરને પાર નથી કરી શક્યા, જ્યારે કેટલીક જગ્યાએ તેઓની ઉંમર 40 થી ઓછી છે.

અંબાણી કે અદાણી નહીં ! આ છે 2023ના ત્રણ સૌથી યુવા અબજોપતિ, જાણો તેમની પાસે છે કેટલી સંપત્તિ
Mukesh Ambani - Gautam Adani
Follow Us:
| Updated on: Dec 31, 2023 | 1:43 PM

ભારત જ નહીં પરંતુ સમગ્ર એશિયાના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણી છે. ગયા વર્ષ સુધીમાં દુનિયાના ત્રીજા સૌથી ધનિક વ્યક્તિમાં ગૌતમ અદાણીનું નામ પણ સામેલ હતું. હાલમાં તેઓ દેશના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. પરંતુ હવે આ વ્યાખ્યા પણ બદલાઈ રહી છે, યુવા પેઢીના ઘણા લોકો વર્ષ 2023માં અબજોપતિ બની ગયા છે. આજે આપણે એવા ત્રણ યુવા બિઝનેસમેન વિશે જાણીશું જેમની 50 વર્ષથી ઓછી ઉંમરમાં પોતાની પ્રતિભા બતાવી છે.

દેશના યુવા અબજોપતિની ઉંમર 50 વર્ષથી નીચે

બ્લૂમબર્ગનો બિલિયોનેર ઈન્ડેક્સ હોય કે પછી ફોર્બ્સની 100 ટોપ રિચ લિસ્ટ હોય કે હુરુન ઈન્ડિયાની ‘સેલ્ફ મેડ બિઝનેસમેન ઓફ ધ યર’નું લિસ્ટ હોય, આ સમયે દેશની યુવા બિઝનેસમેનની ચર્ચાઓ થઈ રહી છે. દેશના લગભગ યુવા અબજોપતિ 50 વર્ષની ઉંમરને પાર નથી કરી શક્યા, જ્યારે કેટલીક જગ્યાએ તેઓની ઉંમર 40 થી ઓછી છે. જુઓ વર્ષ 2023ની યાદી.

નિખિલ કામથ

Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ
શું છે બ્લેક નાઝારેન, જેને ચુંબન કરવા માટે ઉમટી ભીડ, જુઓ Photos

‘ઝેરોધા’ શેર બ્રોકરેજ પ્લેટફોર્મ અનુસાર, દેશના સૌથી યુવા અબજોપતિ નિખિલ કામથ છે, જેમની ઉંમર 37 વર્ષ છે. આ સાથે જ તેમના ભાઈ નીતિન કામથ પણ આ લિસ્ટમાં સામેલ છે, જેમની ઉંમર 44 વર્ષ છે. ફોર્બ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી ‘રિચ ઈન્ડિયન લિસ્ટ’ મૂજબ કામથ બંધુઓ દેશના સૌથી યુવા અબજોપતિ છે. તેમની સંપત્તિ 5.5 અબજ ડોલર છે.

બિન્ની અને સચિન બંસલ

ફ્લિપકાર્ટની શરૂઆત કરનારા સચિન અને બિન્ની બંસલની ઉંમર પણ 50 વર્ષથી ઓછી છે. બંનેએ વર્ષ 2015માં અબજોપતિનો દરજ્જો મેળવ્યો હતો. હવે તેની સંપત્તિમાં વધારો થયો છે. સચિનનો ઉંમર 42 વર્ષ છે અને બિન્નીની ઉંમર 41 વર્ષ છે.

આ પણ વાંચો : ટાટા ગૃપની આ કંપનીનો આવી રહ્યો છે IPO, વિમેન્સ પ્રીમિયર લીગના ઓક્શનમાં કંપનીએ કર્યું પ્રમોશન

રવિ મોદી

દેશના લાખો યુવાઓને લગ્નની ભેટ આપનાર રવિ મોદીની ઉંમર 46 વર્ષ છે. તેઓ અંદાજે 3.4 બિલિયન ડોલરના માલિક છે. તેમની પાસે એથનિક વિયર બ્રાન્ડ ‘મન્યાવર’ અને ‘મોહે’ છે. આ બ્રાન્ડ લોકોને લગ્ન સાથે જોડાયેલી યાદોને યાદ કરવાની તક આપે છે. આ સિવાય આ બંને બ્રાન્ડ અન્ય ભારતીય કપડામાં પણ ડીલ કરે છે.

બિઝનેસ સહિતના સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">