Jio VS Airtel Vs Vi : કોનો 5G પ્લાન હશે સૌથી સસ્તો, વાંચો કોણે શું કહ્યું ?
5G સ્પેક્ટ્રમની પણ હરાજી કરવામાં આવી છે, ઉલ્લેખનીય છે કે લોકો જે રીતે 5Gની રાહ જોઇ રહ્યા છે એ પ્રમાણે તેની કિંમત પણ ચુંકવવી પડશે, હવે એ જોવાનું રહ્યુ કે કઇ કંપની 5Gનો સૌથી સસ્તો પ્લાન આપી શકે છે

ભારતમાં 5G લોન્ચ કરવા માટે ઓગસ્ટ મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે Jio થી એરટેલે (Airtel) આ મહિને 5G લોન્ચ કરવાની જાહેરાત કરી છે. 5G સ્પેક્ટ્રમની પણ હરાજી કરવામાં આવી છે, જેમાં મહત્તમ 5G સ્પેક્ટ્રમ Jioની બેગમાં છે. Jio એ કુલ 24,740Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે જેમાં 700Mhz, 800Mhz, 1800Mhz, 3300Mhz અને 26Ghz બેન્ડમાં સ્પેક્ટ્રમનો સમાવેશ થાય છે. જેમાં ભારતી એરટેલે 19867Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. અને વોડાફોન-આઇડિયાએ 6228Mhz સ્પેક્ટ્રમ ખરીદ્યું છે. હવે સવાલ એ છે કે કોનો 5G પ્લાન સસ્તો થશે. ચાલો જાણીએ કે એરટેલ, જિયો અને વોડાફોન આઈડિયાએ 5G પ્લાનની કિંમત વિશે શું કહ્યું છે?
Jioએ શું કહ્યું?
સૌથી પહેલા તમને જણાવી દઈએ કે 5G પ્લાનની કિંમત વિશે હજુ સુધી કોઈપણ કંપનીએ કોઈ અંતિમ માહિતી આપી નથી. Reliance Jio Infocomm ના ચેરમેન આકાશ અંબાણીએ કહ્યું છે કે, “અમે સમગ્ર ભારતમાં 5G રોલઆઉટ સાથે ‘આઝાદી કા અમૃત મહોત્સવ’ ઉજવીશું. Jio વિશ્વ કક્ષાની, સસ્તું 5G સેવાઓ પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધ છે. અમે સેવાઓ, પ્લેટફોર્મને સસ્તુ બનાવાની કોશિશ કરીશું જે ભારતની ડિજિટલ ક્રાંતિને આગળ ધપાવશે, ખાસ કરીને શિક્ષણ, આરોગ્યસંભાળ, કૃષિ, ઉત્પાદન અને ઈ-ગવર્નન્સ જેવા નિર્ણાયક ક્ષેત્રોમાં. માનનીય વડાપ્રધાનના ડિજિટલ ઈન્ડિયા મિશનને સાકાર કરવામાં આ અમારું આગલું ગૌરવપૂર્ણ યોગદાન છે.” આવી સ્થિતિમાં, આપણે આશા રાખી શકીએ કે Jioના પ્લાન સસ્તા હશે. કોઈપણ રીતે, અત્યારે Jioના 4G પ્રી-પેડ પ્લાન અન્ય કંપનીઓ કરતા સસ્તા છે.
એરટેલે શું કહ્યું?
એરટેલે એમ કહ્યું છે કે તે આ મહિને કોમર્શિયલ ધોરણે 5G પણ લોન્ચ કરશે. એરટેલે દેશમાં 5G લોન્ચ કરવા માટે નોકિયા, એરિક્સન અને સેમસંગ સાથે પણ ભાગીદારી કરી છે. એરટેલે આ પ્લાનની કિંમત વિશે કંઈ કહ્યું નથી, પરંતુ ટેલિકોમ ઈન્ડસ્ટ્રીના નિષ્ણાતોનું કહેવું છે કે કંપનીનો પ્લાન 4G જેવો નહીં હોય. 5G પ્લાનની કિંમત 4G કરતાં 15 ટકા વધુ હોઈ શકે છે.
VIએ શું કહ્યું?
વોડાફોન આઈડિયાના મેનેજિંગ ડિરેક્ટર રવિન્દર ટક્કરે કહ્યું છે કે 4Gની સરખામણીમાં 5G પ્લાન પ્રીમિયમ હશે, જોકે 5G પ્લાનમાં 4G કરતાં વધુ ડેટા પણ મળશે. ટક્કરનું કહેવું છે કે કંપનીએ 5G સ્પેક્ટ્રમની ખરીદીમાં જંગી નાણાં ખર્ચવા પડશે. આવી સ્થિતિમાં, તે સ્પષ્ટ થઈ ગયું છે કે વોડાફોન આઈડિયાના 5G પ્લાન સસ્તા થવાના નથી.
કેન્દ્રીય માહિતી પ્રૌદ્યોગિક મંત્રી અશ્વિની વૈષ્ણવે શું કહ્યું?
કેન્દ્રીય માહિતી ટેકનોલોજી મંત્રી અશ્વિની વૈષ્ણવે 5G પર કહ્યું છે કે દેશમાં 5G સેવાઓની કિંમત ઓછી હશે. સામાન્ય માણસ પણ સરળતાથી 5G નો ઉપયોગ કરી શકશે. તેમણે કહ્યું કે સરકાર 12 ઓગસ્ટ સુધીમાં 5G સ્પેક્ટ્રમની ફાળવણી સાથે સંબંધિત તમામ કામ પૂર્ણ કરશે, ત્યારબાદ ઓક્ટોબર સુધીમાં દેશમાં 5G સેવાઓ શરૂ કરી શકાશે.