પૂરતી ચોકસાઈ રાખવા છતાં વીમા કંપની Health Insurance Claim રિજેક્ટ કરી શકે છે, જાણો આ પાછળ ના કારણ અને નિરાકરણ
કન્ઝયુમેબલ પ્રોડક્ટ્સના નામે ઘણા પ્રકારના ખર્ચ પણ થાય છે. વીમા કંપનીઓ આ મોટા ભાગના ખર્ચને આવરી લેતી નથી. આ જ કારણ છે કે મેડિકલ બિલનો અમુક ટકા હિસ્સો પોલિસીધારકે તેના ખિસ્સામાંથી જમા કરાવવો પડે છે.
કોરોના મહામારી બાદથી લોકોમાં આરોગ્ય વીમો (Health Insurance)ખરીદવા અંગેની જાગૃતિ વધી છે. બીમારીના ખર્ચથી બચવા લોકો મોંઘી હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસી ખરીદી રહ્યા છે. જો કે કેટલીકવાર જ્યારે તમે સ્વાસ્થ્ય વીમો ખરીદો છો છતાં ક્લેઇમ પાસ કરવામાં મુશ્કેલી ઉભી થાય છે. જરૂર સમયે વીમા કંપની ગ્રાહકનો ક્લેઇમ પાસ કરવાનો કરવાનો ઇન્કાર કરે ત્યારે માથેઆભ તૂટીપડે છે. જો તમારી સાથે એવું બન્યું છે કે હોસ્પિટલમાં દાખલ થયા પછી પણ તમને હેલ્થ ક્લેમ મેળવવામાં તકલીફ થઈ રહી છે તો તેના ઘણા કારણો હોઈ શકે છે.
બીમારી વિશે માહિતી છુપાવવી
ઘણા લોકો હેલ્થ ઈન્સ્યોરન્સ લેતી વખતે હેલ્થ ઈન્સ્યોરન્સ કંપનીને તેમની જૂની અને લાંબી બીમારીઓ વિશે જાણ કરતા નથી જેના કારણે પાછળથી મોટી સમસ્યાઓ થઈ શકે છે. જો તમે પહેલાથી જ ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર, હ્રદય રોગ વગેરે જેવી કોઈપણ પ્રકારની બિમારીથી પીડિત છો તો તમારે પોલિસી ખરીદતી વખતે વીમા કંપનીને જાણ કરવી આવશ્યક છે.
નિયમો અને શરતો બરાબર વાંચો
કેટલીકવાર કંપની તેની હેલ્થ ઈન્સ્યોરન્સ પોલિસીમાં ફક્ત તમારી હોસ્પિટલમાં એડમિશનના ખર્ચ માટે જ ક્લેમ ચૂકવે છે પણ OPDસહીત અન્ય રકમ ચૂકવવાનો ઇનકાર કરી શકે છે. વીમો લેતા પહેલા તમામ નિયમો અને શરતો(Terms & Conditions)ને યોગ્ય રીતે વાંચવાની તમારી જવાબદારી બને છે.
દરેક પોલિસી માટે રૂમ ભાડું નિશ્ચિત રહે છે
રૂમ ભાડું તબીબી બિલનો મુખ્ય ભાગ છે. રૂમનું ભાડુ અલગ અલગ પોલિસી માટે નિશ્ચિત રહે છે. જો કોઈ દર્દી તેની પાસેથી ખર્ચાળ ઓરડામાં શિફ્ટ થવા માંગે છે, તો આ માટે તેણે તેના ખિસ્સામાંથી પૈસા ચૂકવવા પડશે. અહીં સમજવું જરૂરી છે કે કન્સલ્ટેશન ચાર્જ, ઓપરેશન થિયેટર ચાર્જ, રૂમ સર્વિસ ચાર્જ રૂમ ભાડાના આધારે નક્કી કરવામાં આવે છે. આવી સ્થિતિમાં જો તમે વધુ ખર્ચાળ રૂમમાં શિફ્ટ કરો છો તો દરેક ચાર્જ વધે છે.
કન્ઝયુમેબલ પ્રોડક્ટ્સનો ખર્ચ ઓછો રાખો
કન્ઝયુમેબલ પ્રોડક્ટ્સના નામે ઘણા પ્રકારના ખર્ચ પણ થાય છે. વીમા કંપનીઓ આ મોટા ભાગના ખર્ચને આવરી લેતી નથી. આ જ કારણ છે કે મેડિકલ બિલનો અમુક ટકા હિસ્સો પોલિસીધારકે તેના ખિસ્સામાંથી જમા કરાવવો પડે છે.