ના અક્ષય, ના સલમાન, ના કોહલી…આ સેલિબ્રિટી બન્યો ભારતનો સૌથી મોટો Taxpayer, 2024માં ચૂકવ્યો રૂ. 92 કરોડ ટેક્સ
વર્ષ 2023-24માં ભારતના સૌથી મોટો સેલિબ્રિટી Taxpayer એવો સ્ટાર બન્યો છે, જેની ફિલ્મોએ ગયા વર્ષે રૂ.2600 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું. ત્યારે આ લેખમાં જાણીશું કે, ભારતનો સૌથી મોટો સેલિબ્રિટી Taxpayer કોણ છે.
ભારતમાં ફિલ્મ સ્ટાર્સ અને સ્પોર્ટ્સ સ્ટાર્સ કરોડો રૂપિયા કમાય છે, તો ટેક્સ ભરવામાં પણ પાછળ નથી. 2023-24માં ભારતના સૌથી મોટો સેલિબ્રિટી Taxpayer એવો સ્ટાર બન્યો છે, જેની ફિલ્મોએ ગયા વર્ષે રૂ.2600 કરોડનું બોક્સ ઓફિસ કલેક્શન કર્યું હતું.
ભારતનો સૌથી મોટો સેલિબ્રિટી Taxpayer
સપ્ટેમ્બર 2024માં, ફોર્ચ્યુન ઇન્ડિયાએ સૌથી મોટા સેલિબ્રિટી કરદાતાઓની યાદી બહાર પાડી. શાહરૂખ ખાન આ યાદીમાં ટોચ પર છે, જેણે 2023-24માં રૂ. 92 કરોડનો ટેક્સ ચૂકવ્યો હતો. શાહરૂખ ખાને 2023માં ત્રણ સુપરહિટ ફિલ્મો આપી હતી. તેમના પછી તમિલ સિનેમાના સુપરસ્ટાર વિજયનું નામ આવે છે. વિજયે રૂ. 80 કરોડનો ટેક્સ ભર્યો હતો.
આ પછી ત્રીજા નંબરે બોલિવૂડનો ફેવરિટ સુપરસ્ટાર સલમાન ખાન છે. સલમાને આ નાણાકીય વર્ષ માટે 75 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. આ સ્ટાર્સ સિવાય બોલિવૂડના ટોપ સુપરસ્ટાર અને આ વર્ષે ‘કલ્કી 2898AD’ જેવી હિટ ફિલ્મો આપનાર અમિતાભ બચ્ચને પણ જગ્યા બનાવી છે. બિગ બી ચોથા સૌથી વધુ ટેક્સ ચૂકવનાર સ્ટાર છે. રિપોર્ટ અનુસાર, તેમણે આ નાણાકીય વર્ષમાં 71 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. પાંચમા સ્થાને ક્રિકેટર વિરાટ કોહલી છે, જેણે 2024માં 66 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે.
અજય દેવગને 42 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો
આ યાદીમાં બીજા ઘણા ફિલ્મ સ્ટાર્સના નામ સામેલ છે. બોલિવૂડ સ્ટાર અજય દેવગન વધુ ટેક્સ ચૂકવનારાઓમાં સામેલ છે. તેમણે કુલ 42 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. તેમના પછી રણબીર કપૂરનું નામ છે, તેમણે નાણાકીય વર્ષ 2023-24માં 36 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવ્યો છે. મહિલા સેલિબ્રિટીઓમાં કરીના કપૂરે 20 કરોડ રૂપિયાનો ટેક્સ ચૂકવીને આ યાદીમાં સ્થાન મેળવ્યું છે.
શાહરૂખ ખાન માટે 2023 ખૂબ જ કમાણીનું વર્ષ હતું. તેની ફિલ્મ પઠાણ 1000 કરોડ, જવાન 1150 કરોડ અને ડંકી 400 કરોડની કમાણી સાથે રેકોર્ડ તોડ્યા હતા. બીજી તરફ વિજયની ફિલ્મ ‘ધ ગ્રેટેસ્ટ ઓફ ઓલ ટાઈમ’એ 600 કરોડની કમાણી કરી હતી. ફોર્ચ્યુન ઈન્ડિયાએ 2023-24 માટે એડવાન્સ ટેક્સ પેમેન્ટના આધારે આ આંકડા જાહેર કર્યા છે.