AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સરકાર બેરોજગારોને 3500 રૂપિયા ભથ્થું આપી રહી હોવાનો વાયરલ મેસેજ તમને મળે તો તુરંત કરો આ કામ! જાણો શું છે મામલો

કેટલીકવાર કેટલીક કંપનીઓ તેમની વેબસાઇટ દ્વારા આવક ઉભી કરવા માટે આવી યુક્તિઓનો ઉપયોગ કરે છે. આ બે રીતે કરવામાં આવે છે. પ્રથમ તમારી વેબસાઇટ પર ક્લિક્સ વધારીને થાય છે. બીજી પદ્ધતિ સાયબર ક્રાઈમની શ્રેણીમાં આવે છે. આમાં કંપની તમારા મોબાઈલની તમામ માહિતી એકઠી કરે છે અને તેને બિઝનેસ પ્રમોશન કંપનીઓને વેચે છે.

સરકાર બેરોજગારોને 3500 રૂપિયા ભથ્થું આપી રહી હોવાનો વાયરલ મેસેજ તમને મળે તો તુરંત કરો આ કામ! જાણો શું છે મામલો
have u got a viral message that the government is giving an allowance of Rs. 3500 to the unemployed
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 24, 2021 | 7:45 AM
Share

કેન્દ્ર સરકારે મજૂર વર્ગ અને ગરીબોને રાહત આપવા માટે અનેક જાહેરાતો કરી છે. સરકારની આ ઘોષણાઓને લઈને સોશિયલ મીડિયા પર ઘણી પોસ્ટ વાયરલ થઈ રહી છે. આમાંની એક પોસ્ટમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પ્રધાનમંત્રી બેરોજગારી ભથ્થા યોજના હેઠળ રૂ 3,500 બેરોજગાર લોકોને ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે.

આ પોસ્ટ સાથે એક લિંક પણ શેર કરવામાં આવી રહી છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે જેમાં જણાવવામાં આવ્યું છે કે આપેલ લિંક પર ક્લિક કર્યા બાદ એક ફોર્મ ખુલશે જેમાં તમારે તમારી જરૂરી માહિતી આપવી પડશે.આ પ્રકારના મેસેજને સાચા સમજી તેમાં અંગત માહિતી આપતા પહેલા ખરાઈ કરવી જરૂરી બને છે.

પોસ્ટમાં શું લખ્યું છે તે જાણો આ ફોરવર્ડિંગ પોસ્ટમાં તમને આ યોજના હેઠળ નોંધણી કરવાનું કહે છે. યોજના હેઠળ યુવા બેરોજગારોને રૂ 3500 પ્રતિ માસ મળે છે જે માટેની અરજી મફત હોવાનું કહેવાય છે, લાયકાત 10 પાસ છે અને વય 18 થી 40 નક્કી કરવામાં આવી છે. અરજીની અંતિમ તારીખ 31 ઓક્ટોબર 2021 છે.

હકીકત શું છે? PIB fact Check આ સમાચારને સંપૂર્ણપણે બોગસ જાહેર કર્યા છે. PIB એ તેના ટ્વિટર પર ચેતવણી આપી છે કે ભારત સરકાર દ્વારા આવી કોઈ યોજના ચલાવવામાં આવી રહી નથી. કોઈપણ શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરશો નહીં. આ છેતરપિંડીનો પ્રયાસ હોઈ શકે છે

તમારી માહિતીનો દુરુપયોગ થઈ શકે છે કેટલીકવાર કેટલીક કંપનીઓ તેમની વેબસાઇટ દ્વારા આવક ઉભી કરવા માટે આવી યુક્તિઓનો ઉપયોગ કરે છે. આ બે રીતે કરવામાં આવે છે. પ્રથમ તમારી વેબસાઇટ પર ક્લિક્સ વધારીને થાય છે. વેબસાઇટ પર જેટલી વધુ ક્લિક્સ, તે વેબસાઇટ પર જાહેરાતની આવક વધારે છે. બીજી પદ્ધતિ સાયબર ક્રાઈમની શ્રેણીમાં આવે છે. આમાં કંપની તમારા મોબાઈલની તમામ માહિતી એકઠી કરે છે અને તેને બિઝનેસ પ્રમોશન કંપનીઓને વેચે છે. કંપનીઓ આ ડેટા અને માહિતીનો ઉપયોગ બજારો અને ગ્રાહકો સુધી પહોંચવા માટે કરે છે.

તમે આ પ્રકારની છેતરપિંડીથી કેવી રીતે બચી શકો છો? સાયબર નિષ્ણાતો જણાવે છે કે જો કોઈ બેંક, નાણાકીય સંસ્થા વગેરે તરફથી ઈમેલ દ્વારા કોઈ લિંક મોકલવામાં આવે છે તો તેને ખોલો નહીં પરંતુ તે સંસ્થાની વેબસાઈટ પર જાઓ અને માહિતી મેળવવા માટે સંબંધિત ટેબ પર ક્લિક કરો.

આ પણ વાંચો :  Paytm તેના IPO નું કદ વધારી 18000 કરોડ રૂપિયા એકત્ર કરી શકે છે! નવેમ્બરમાં આવી શકે છે કમાણીની આ તક

આ પણ વાંચો :  ITR Filing: નવું ઇન્કમ ટેક્સ પોર્ટલ આજે સવારે 10 વાગ્યા સુધી કામ કરશે નહીં, જાણો કઈ સુવિધાઓ પ્રભાવિત થશે?

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">