છેલ્લા 100 વર્ષમાં વૈશ્વિક શેરબજારમાં 5 વખત આવ્યો સૌથી મોટો ઘટાડો, જાણો શું હતા કારણો

જ્યારે પણ વૈશ્વિક બજાર અથવા વિશ્વમાં કોઈ ફેરફાર થાય છે ત્યારે તેની સીધી અસર શેરબજાર પર પડે છે. અમેરિકી અર્થવ્યવસ્થા મંદી તરફ જવાના સંકેતો દેખાતાં વૈશ્વિક બજારો ઘટ્યા હતા. જ્યારે પણ શેરબજારમાં મોટો ઘટાડો થાય છે ત્યારે તેને શેર માર્કેટ ક્રેશ કહેવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે અત્યાર સુધી શેરબજારમાં ક્યારે ક્યારે મોટો ઘટાડો થયો છે અને આ ઘટાડાનું કારણ શું છે.

છેલ્લા 100 વર્ષમાં વૈશ્વિક શેરબજારમાં 5 વખત આવ્યો સૌથી મોટો ઘટાડો, જાણો શું હતા કારણો
Stock Market
Follow Us:
| Updated on: Aug 06, 2024 | 12:59 PM

અમેરિકામાં સંભવિત મંદીના ડરથી ભારતીય શેરબજારમાં કડાકો બોલી ગયો છે. સપ્તાહના પહેલા ટ્રેડિંગ દિવસે સોમવારે એટલે કે 5 ઓગસ્ટ, 2024ના રોજ સેન્સેક્સ 2600 પોઈન્ટથી વધુ તૂટ્યો હતો, જ્યારે નિફ્ટી પણ 24000 પોઈન્ટના સ્તરથી નીચે આવી ગયો હતો. આ મોટા ઘટાડાને કારણે રોકાણકારોને લગભગ 17 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. ત્યારે આ લેખમાં જાણીશું કે, છેલ્લા 100 વર્ષમાં ક્યારે ક્યારે શેર માર્કેટમાં ગ્લોબલ મંદી આવી છે.

જ્યારે પણ વૈશ્વિક બજાર અથવા વિશ્વમાં કોઈ ફેરફાર થાય છે ત્યારે તેની સીધી અસર શેરબજાર પર પડે છે. અમેરિકી અર્થવ્યવસ્થા મંદી તરફ જવાના સંકેતો દેખાતાં વૈશ્વિક બજારો ઘટ્યા હતા. જ્યારે પણ શેરબજારમાં મોટો ઘટાડો થાય છે ત્યારે તેને શેર માર્કેટ ક્રેશ કહેવામાં આવે છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે અત્યાર સુધી શેરબજારમાં ક્યારે ક્યારે મોટો ઘટાડો થયો છે અને આ ઘટાડાનું કારણ શું છે.

1929 – ગ્રેટ ડિપ્રેશન

વોલ સ્ટ્રીટ ક્રેશ એ સ્ટોક માર્કેટ ક્રેશ હતું. જેને ગ્રેટ ડિપ્રેશન પણ કહે છે. 1929ના અંતમાં અને 1930ની શરૂઆતમાં શેરબજારમાં મોટો ઘટાડો થયો હતો. આ વર્ષ પહેલા શેરબજાર લગભગ 20 વર્ષોથી ઝડપથી ટ્રેડ થઈ રહ્યું હતું. પરંતુ 25 ઓક્ટોબર, 1929ના રોજ ડાઉ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ સ્ટોક 12 ટકાથી વધુ ઘટ્યો હતો. એ સમયે બીજા વિશ્વ યુદ્ધને કારણે વિશ્વમાં મૂડીવાદી આર્થિક વ્યવસ્થાનો ભય હતો. અમેરિકાની વોલ સ્ટ્રીટ ક્રેશની અસર બાકીના વિશ્વના શેરબજારો પર પણ પડી હતી.

કોણ છે એ છોકરી જેના કારણે કોહલી-ગંભીર સાથે જોવા મળ્યા?
લગ્ન પહેલા પુરુષોએ આ મેડિકલ ટેસ્ટ જરૂર કરાવવા જોઈએ, જુઓ List
Phoneને ઝડપી ચાર્જ કરવા માટે શું કરવું? જાણો અહીં સરળ ટ્રિક
આ છે ઢોલીવૂડનું સેલિબ્રિટી કપલ, જુઓ ફોટો
રબરનો છોડ ઘરે ઉગાડવાથી થાય છે અનેક ફાયદા
આજનું રાશિફળ તારીખ : 19-09-2024

1920ના દાયકાના આશાવાદને પગલે લોકો એવા શેરોમાં રોકાણ કરી રહ્યા હતા જ્યાં તેમને લાગતું હતું કે તેઓ પોતાનું ભવિષ્ય બનાવી શકે છે. રોકાણના આ ઉછાળાએ કંપનીઓના શેરબજારના મૂલ્ય તેમના વાસ્તવિક મૂલ્ય કરતા વધી ગયું અને 3 સપ્ટેમ્બર, 1929ના રોજ શેરના ભાવ સર્વકાલીન ઉચ્ચ સ્તરે પહોંચ્યા હતા.

જો કે, થોડા સમય પછી ભાવમાં ઘટાડો શરૂ થયો. આના કારણે મોટાપાયે શેરનું વેચાણ શરૂ થયું. ઓક્ટોબર 1929 સુધીમાં શેરોની બજાર કિંમત અડધી થઈ ગઈ હતી. ગ્રેટ ડિપ્રેશનના સમયગાળામાં શેરબજારમાં ઘટાડા પછી શેરબજારને સંપૂર્ણપણે રિકવર થવામાં ઘણો લાંબો સમય લાગ્યો. 1932 પછી માર્કેટમાં ધીમો સુધારો થયો, પરંતુ ગ્રેટ ડિપ્રેશન દરમિયાન અને બીજા વિશ્વ યુદ્ધના સમયમાં આ સુધારો ઘણીવાર અટકી ગયો હતો. ગ્રેટ ડિપ્રેશન પછી શેરબજારને સંપૂર્ણપણે તેજીમાં આવવામાં લગભગ 25 વર્ષનો સમય લાગ્યો હતો. કારણ કે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજે 1929ના ઊંચા સ્તરને 1954માં ઓવરટેક કર્યું હતું.

બ્લેક મંડે – 1987

જ્યારે ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજના શેરમાં 22 ટકાથી વધુનો ઘટાડો થયો ત્યારે તેની શેરબજાર પર ખરાબ અસર પડી. જેના કારણે શેરબજારમાં 19 ઓક્ટોબર 1987ના રોજ એક દિવસમાં 500થી વધુ પોઈન્ટનો ઘટાડો થયો હતો. શેરબજારમાં મોટા ઘટાડાને કારણે આ દિવસને બ્લેક મન્ડે તરીકે ઓળખવામાં આવે છે.

શેરબજારમાં 1982થી તેજીનું વલણ ચાલી રહ્યું હતું, પરંતુ યુએસ મંદીમાં એન્ટ્રી કરી રહ્યું હોવાની ચર્ચાના કારણે 19 ઓક્ટોબર, 1987ના રોજ ખુલ્યા પછી S&P 500 અને ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રિયલ એવરેજ બંનેના મૂલ્યમાં 20 ટકાથી વધુનો ઘટાડો થયો હતો. આ ઉપરાંત ડેરિવેટિવ્ઝ અને ફ્યુચર્સ માર્કેટમાં બમણાં ટ્રેડિંગ તેમજ શેરબજાર ઓવરવેલ્યુડ હતું. આથી રોકાણકારોમાં ડર અને શંકા વધી જેનાથી તેમણે ઝડપથી તેમના શેર વેચવાનું શરૂ કર્યું અને શેર માર્કેટ ક્રેશ થયું હતું.

બ્લેક મંડે પછીના દિવસોમાં માર્કેટમાં અસ્થિરતા વધી. રોકાણકારો આ અચાનક ઘટાડાના પરિણામો અને ભવિષ્યની અનિશ્ચિતતાઓને કારણે ચિંતિત હતા. બજારની અસંગતતાનો સામનો કરવા માટે રોકાણકારોના દ્રષ્ટિકોણમાં બદલાવ આવ્યો. નવી ટકાઉ નીતિઓ અને નિયમન પદ્ધતિઓ અમલમાં મુકાઈ. 1987ના બ્લેક મંડે પછી શેરમાર્કેટને તેની પૂર્વ-ક્રેશ સ્તર પર પાછું આવતા લગભગ 2 વર્ષનો સમય લાગ્યો.

ડોટ કોમ બબલ – 2001

ડોટકોમ બબલ જેને ટેક બૂમ અથવા ઈન્ટરનેટ બબલ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે લગભગ 1995 થી 2001 સુધીનો સમયગાળો હતો, જે દરમિયાન ઈન્ટરનેટ-સંબંધિત ટેક્નોલોજી કંપનીઓએ સાહસ મૂડીવાદીઓ અને પરંપરાગત રોકાણકારો બંનેનું ધ્યાન આકર્ષિત કર્યું હતું.

ઈન્ટરનેટની વધતી જતી લોકપ્રિયતા સાથે જોડાયેલા નાણાંના આ પ્રવાહને કારણે વેબ સેક્ટરનું મૂલ્યાંકનની દ્રષ્ટિએ થોડા વર્ષોમાં ઝડપથી વિસ્તરણ થયું, જ્યારે ઘણી કંપનીઓ પાસે નફાકારકતા માટે નક્કર માર્ગો નહોતા. 1990ના દાયકાના અંતમાં નીચા વ્યાજદરોએ યુવા, મહત્વાકાંક્ષી ટેક્નોલોજી કંપનીઓ માટે દેવું ધિરાણ સરળ બનાવ્યું, ઇન્ટરનેટ ઉદ્યોગના અનિયંત્રિત વિકાસને વધુ વેગ આપ્યો.

આખરે, 2000ના દાયકાના અંતમાં સરળ નાણાંના આ સ્ત્રોતો બંધ થયા અને ઉદ્યોગમાં ઘટાડો થયો, જેના કારણે ઘણી ટેક કંપનીઓ પતન થઈ અને નવા બજારની શરૂઆત થઈ જે લગભગ બે વર્ષ સુધી ચાલ્યું અને સમગ્ર શેરબજારને અસર કરી.

માર્ચ 2000માં NASDAQ ઈન્ડેક્સ તેના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યા પછી ઝડપથી ઘટવા લાગ્યો. 2000ના અંત સુધીમાં NASDAQ લગભગ 50 ટકા ઘટી ગયો હતો. ડોટ કોમ બબલના તૂટ્યા પછી શેરમાર્કેટને સંપૂર્ણપણે રિકવર થવામાં લગભગ 5થી 6 વર્ષનો સમય લાગ્યો. 2000ના દાયકાના મધ્ય સુધીમાં ટેક્નોલોજી શેર ફરીથી નફાકારક બની અને આ ક્ષેત્રે સ્થિરતા આવી.

ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ – 2008

વર્ષ 2008માં વૈશ્વિક નાણાકીય કટોકટીથી શેરબજાર પર ખરાબ અસર પડી હતી. આ કટોકટીએ શેરબજારમાં ભૂકંપ લાવી દીધો હતો. તેની અસર આખી દુનિયામાં જોવા મળી હતી, પરંતુ સૌથી વધુ ઘટાડો અમેરિકન માર્કેટમાં જોવા મળ્યો હતો.

આ સમયગાળા દરમિયાન લેહમેન બ્રધર્સના પતનને કારણે બેંકો અને નાણાકીય સંસ્થાઓ પરથી રોકાણકારો અને ડિપોઝિટર્સનો વિશ્વાસ ઘટ્યો. લોકો અને સંસ્થાઓએ તેમના નાણાં પાછા ખેંચવાનું શરૂ કર્યું જેનાથી નાણાકીય બજારમાં વધુ અસ્થિરતા વધતી ગઈ. આ પતનને કારણે વૈશ્વિક બેંકિંગ સિસ્ટમ પર ઘણી જ ભારે અસર પડી.

ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસનો પ્રારંભ 2007ના અંતમાં શરૂ થયો હતો અને 2008માં સૌથી વધુ અસર જોવા મળી હતી. 2009ના પ્રારંભ સુધીમાં ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ (DJIA), S&P 500 અને NASDAQ જેવા મુખ્ય માર્કેટ ઈન્ડેક્સમાં મોટા પાયે ઘટાડા જોવા મળ્યા. 2009ના અંત સુધીમાં DJIA 10,000ના સ્તરે આવી ગયો હતો. DJIA એ એપ્રિલ 2013માં તેના ઓક્ટોબર 2007ના સર્વોચ્ચ સ્તર 14,164.53ને પાછું મેળવ્યું હતું. 2008ના ગ્લોબલ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ પછી શેરમાર્કેટને સંપૂર્ણપણે રિકવર થવામાં લગભગ 5 વર્ષ લાગ્યા હતા.

કોરોના મહામારી – 2020

કોરોના વાયરસે વિશ્વના દરેક ક્ષેત્રને અસર કરી. જેમાં 2020માં વિશ્વભરના શેરબજારોમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો. આ મહામારીએ વૈશ્વિક બજારમાં તણાવ ઉભો કર્યો હતો. 2020માં COVID-19 પેન્ડેમિક કારણે વૈશ્વિક શેરમાર્કેટમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો. આ ઘટાડાને COVID-19 માર્કેટ ક્રેશ અથવા COVID-19 પેન્ડેમિક ક્રેશ તરીકે ઓળખવામાં આવે છે.

COVID-19 મહામારી વિશ્વભરમાં ફેલાઈ હોવાથી વિવિધ દેશોમાં લોકડાઉનને કારણે અર્થતંત્રમાં મોટી અસ્થિરતા અને વ્યવસાયોના બંધ થવા જેવી પરિસ્થિતિઓનું સર્જન થયું. જેના કારણે 2020ના માર્ચ મહિનામાં વિશ્વભરના મોટા શેરબજારોમાં ભારે ઘટાડો થયો. S&P 500, ડાઉ જોન્સ ઇન્ડસ્ટ્રીયલ એવરેજ (DJIA) અને અન્ય મોટા ઇન્ડેક્સમાં 20 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો.

COVID-19 મહામારીના કારણે 2020માં વૈશ્વિક શેરબજારોમાં નોંધપાત્ર ઘટાડો થયો ખાસ કરીને માર્ચ 2020માં જ્યારે મોટા શેર ઈન્ડેક્સમાં 20 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો. પરંતુ વૈશ્વિક સરકારોના સહાયક પેકેજ અને નીતિગત ઉકેલોને કારણે શેરમાર્કેટને 2020ના અંત સુધીમાં રિકવરી મેળવવામાં સફળતા મળી હતી.

આ પણ વાંચો બધાને ગુલામ બનાવનાર બ્રિટન પણ એક સમયે હતું ગુલામ, જાણો કોનું હતું રાજ

ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">