Union budget 2024 : પ્રવાસન પર વિશેષ ભાર મુકવામાં આવ્યો, સરકાર આ રાજ્યના પ્રવાસનને પ્રોત્સાહન આપશે
આ વખતે બજેટમાં બિહારમાં 2 નવા એક્સપ્રેસવે બનાવવા સિવાય ગંગા નદી પર 2 પુલ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. નિર્મલા સીતારમણે કહ્યું કે, બિહારમાં નવા એરપોર્ટ બનશે. જે વિદેશી પર્યટકોને બિહાર તરફ વધુ આકર્ષિત કરવાનું કામ કરશે.
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું, ‘પર્યટન હંમેશાથી આપણી સભ્યતાનો એક ભાગ રહ્યું છે. ભારતને વૈશ્વિક સ્થળ તરીકે સ્થાપિત કરવાના અમારા પ્રયાસો રોજગારની તકો ઉભી કરશે અને અન્ય ક્ષેત્રોમાં પણ તકો ખોલશે. હું દરખાસ્ત કરું છું કે બિહારમાં રાજગીર અને નાલંદા માટે વ્યાપક વિકાસ પહેલ કરવામાં આવશે. અમે કુદરતી સૌંદર્ય, મંદિરો, શિલ્પો, મનોહર લેન્ડસ્કેપ્સ, વન્યજીવ અભયારણ્યો અને પ્રાચીન દરિયાકિનારા ધરાવતા ઓડિશામાં પ્રવાસનને પ્રોત્સાહન આપીશું.
નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટમાં બિહારને મોટી ગિફટ આપી છે. જેના રોડ-ઈન્ફ્રા માટે 26 હજાર કરોડના પેકેજની જાહેરાત કરી છે. જેનાથી બિહારની કનેક્ટિવિટી વધશે.
Union Budget 2024-25 proposes:
Vishnupad Temple Corridor & Mahabodhi Temple corridor to be transformed into world class pilgrim & #tourist destinations
Rajgir to be comprehensively developed
Nalanda to be developed as a tourist centre; Nalanda University to be revived… pic.twitter.com/slu07Vs5AX
— Ministry of Finance (@FinMinIndia) July 23, 2024
પ્રવાસન વિકાસની મોટી સંભાવનાઓ
સરકારે કહ્યું કે, આવનાર સમયમાં રાજગીરમાં સ્પતઋષિ કોરિડોર બનશે. નાલંદા યૂનિવર્સિટીને સારી સુવિધા આપવા સ્પેશિયલ પેકેજ આપવામાં આવશે.બિહારમાં સમૃદ્ધ સાંસ્કૃતિક, ઐતિહાસિક, ધાર્મિક અને પ્રાકૃતિક વારસાને કારણે પ્રવાસન વિકાસની મોટી સંભાવનાઓ છે. રાજ્યમાં ઐતિહાસિક સ્મારકો, મંદિરો, જંગલો અને બે વર્લ્ડ હેરિટેજ સાઇટ્સ, નાલંદા અને મહાબોધિ સહિત ઘણા પ્રવાસન કેન્દ્રો છે.
ટૂરિઝમ હબ બનાવવાની પણ જાહેરાત
આ વખતના બજેટમાં સરકારે નાલંદાને ટૂરિઝમ હબ બનાવવાની પણ જાહેરાત કરી છે. પટનાથી બની રહેલો એક્સપ્રેસ વે પ્રવાસનને પણ પ્રોત્સાહન આપશે, કારણ કે બિહાર આવતા 41% પ્રવાસીઓ ચોક્કસપણે પટના જાય છે અને બોધગયા વિદેશી પ્રવાસીઓ માટે સૌથી પ્રિય સ્થાનોમાંથી એક છે, જેના પર સરકાર પણ કામ કરશે.કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં દેશનું બજેટ 2024 રજૂ કર્યું છે.નિર્મલા સીતારમણે કાશી વિશ્વનાથ મંદિરના મોડલ પર વિષ્ણુપદ મંદિર અને મહાબોધિ મંદિરમાં વિકાસના સમર્થનને પ્રોત્સાહન આપ્યું છે.