Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેવી રીતે કરશો પોષી પૂર્ણિમાનું વ્રત ? આ રીતે મળશે સૂર્ય-ચંદ્રના આશીર્વાદ !

આ દિવસે સૂર્ય (Sun) અને ચંદ્રનો અદભુત સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે.

કેવી રીતે કરશો પોષી પૂર્ણિમાનું વ્રત ? આ રીતે મળશે સૂર્ય-ચંદ્રના આશીર્વાદ !
Poshi Purnima
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Jan 03, 2023 | 6:08 AM

હિન્દુ ધર્મ અનુસાર દરેક માસમાં આવતી પૂનમની તિથિ અત્યંત મહત્વની મનાય છે. પૂનમની તિથિનું ખાસ મહત્વ એટલા માટે હોય છે કે, માત્ર આ એક જ તિથિએ ચંદ્ર તેની પૂર્ણ કળાએ ખીલે છે. કહેવાય છે કે ચંદ્રદેવતાને પણ પૂર્ણિમાની તિથિ ખૂબ જ પ્રિય છે. એટલા માટે જ ચંદ્ર પોતાના પૂર્ણ આકારમાં પૂનમના દિવસે જ જોવા મળે છે. એમાં પણ હિન્દુ ગ્રંથોમાં પોષી પૂર્ણિમાના દિવસનું ખૂબ મહત્વ દર્શાવવામાં આવ્યું છે.

પોષી પૂનમના દિવસે નદીમાં સ્નાન કરવાની અને સૂર્ય દેવને અર્ઘ્ય આપવાની પરંપરા છે. તો, પોષ માસની પૂનમે ગંગા સ્નાનનું આગવું મહત્વ છે. આ વર્ષે આ પોષી પૂનમ 6 જાન્યુઆરી, 2023 ના દિવસે આવે છે. કેટલીક જગ્યાએ બહેનો પોતાના ભાઇની સુખાકારી અને સમૃદ્ધિ માટે પોષી પૂનમના દિવસનું વ્રત કરતી હોય છે.

બહેન પોતાના ભાઇ માટે કરે છે વ્રત !

fenugreek seeds : આ વ્યક્તિએ મેથીના દાણા ભૂલથી ખાધા તો ગયા સમજજો
WPL 2025ની ફાઈનલમાં વરસાદ બનશે વિલન? જાણો કેવું હશે મુંબઈમાં હવામાન
ભારતમાં સૌથી સસ્તી હાર્લી-ડેવિડસન બાઇકની કિંમત કેટલી છે?
અજમા અને બ્લેક સોલ્ટ એકસાથે ખાવાથી સ્વાસ્થ્યને શું ફાયદો થાય?
અનુષ્કા શર્માના બાળપણની 10 તસવીરો, 7 માં ફોટા પર વિરાટ કોહલી ખુદ દિલ હારી બેઠો
આ ઓસ્ટ્રેલિયન ક્રિકેટરે સારા સાથે કરી સગાઈ

વર્ષમાં આવતી બાર પૂનમમાંથી પોષી પૂનમનું મહત્વ ખાસ હોય છે. આ પૂનમના દિવસે મા આદ્યશક્તિ અંબાજીનો પ્રાગટ્યોત્સવ ઉજવાય છે અને સાથે જ આ પૂનમના દિવસે કુંવારી બહેનો ભાઇ માટે પૂનમનું વ્રત પણ રહે છે. સમગ્ર વર્ષ દરમ્યાન બે પૂનમ આવે છે જે ભાઇ-બહેનના પ્રેમનું પ્રતિક મનાય છે. શ્રાવણ માસની પૂનમ એટલે કે રક્ષાબંધન અને પોષી પૂનમ,

પોષી પૂનમનું મહત્વ

વૈદિક જ્યોતિષ અને હિન્દુ શાસ્ત્રો સાથે જોડાયેલી માન્યતા અનુસાર પોષ માસને સૂર્ય દેવતાનો મહિનો માનવામાં આવે છે. કહેવાય છે કે આ મહિનામાં સૂર્યદેવની આરાધના કરવાથી મનુષ્ય મોક્ષ પ્રાપ્ત કરે છે. તેથી જ પોષ માસની પૂર્ણિમાના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરીને સૂર્ય દેવની આરાધના કરવાની પરંપરા છે. તો, વળી પૂર્ણિમા એ ચંદ્રદેવતાનો દિવસ છે ! એ દૃષ્ટિએ આ દિવસે સૂર્ય અને ચંદ્રનો અદભુત સંગમ થાય છે. આ દિવસે સૂર્ય અને ચંદ્રમા બંનેની પૂજા કરવાથી મનની દરેક મનોકામના પૂર્ણ થાય છે અને સાથે જીવનમાં આવનારી મુશ્કેલીઓ પણ દૂર થાય છે.

પોષી પૂનમનું વ્રત અને પૂજા વિધિ

⦁ પોષી પૂનમના દિવસે સૂર્યોદય પહેલા જાગી અને સ્નાનાદિ કર્મથી નિવૃત થઇને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા.

⦁ શક્ય હોય તો પવિત્ર નદી અથવા કુંડમાં સ્નાન કરી, સૂર્ય દેવને અર્ઘ્ય અર્પણ કરવું. સાથે જ વ્રત અને ઉપવાસ કરવાનો સંકલ્પ લેવો.

⦁ સંકલ્પ કર્યા બાદ પૂજાઘર પાસે બેસીને સૂર્ય મંત્રના જાપ કરવા અને સૂર્ય દેવતાની આરાધના કરવી.

⦁ આ દિવસે ઉપવાસ અથવા ફળાહાર કરવો અને યોગ્ય પાત્રને દાન, દક્ષિણા આપવા. અથવા તો એક બ્રાહ્મણને ભોજન કરાવી યથાશક્તિ દાન આપવું.

⦁ આ દિવસે ખાસ કરીને તલ અને ગોળ દાન કરવું ઉત્તમ માનવામાં આવે છે.

⦁ આ દિવસે રાત્રિએ ચંદ્ર દેવતાના પણ દર્શન કરવા અને આસ્થા સાથે તેમની પૂજા કરવી.

(નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Vadodara : નશાકારક કફ સિરપ વેચવાનું કૌભાંડ ઝડપાયું, 2 આરોપીની ધરપકડ
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Surat : બાળકી પર ગેટ પડ્યા બાદ પણ ચાલક કાર હંકારી ગયો
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
Vadodara : નશામાં ધૂત કારચાલકે સર્જોય અકસ્માત
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
TV9 ગુજરાતીના કોન્કલેવમાં સ્પોર્ટ પર ભાર મુકવા મનસુખ માંડવિયાએ જણાવ્યુ
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
આરોપીઓના ગેરકાયદેસર બનાવેલા મકાનના ડિમોલિશન કાર્યવાહી હાથ ધરી
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
સીઆર પાટીલે કહ્યું- ગુજરાત આજે પણ શ્રેષ્ઠ છે અને ભવિષ્યમાં પણ શ્રેષ્ઠ
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
વિકસીત ભારતનું સૌથી પહેલું વિકસીત રાજ્ય ગુજરાત હશે-CM ભૂપેન્દ્ર પટેલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોએ આજે વાણી પર રાખવું નિયંત્રણ
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ધૂળેટીના દિવસે રાજુલામાં 2 જૂથ વચ્ચે પથ્થરમારો,
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
ગુજરાતમાં ઉનાળો રહેશે આકરો ! ચિરાગ શાહે કરી હીટવેવની આગાહી
g clip-path="url(#clip0_868_265)">