તમારા સૂતેલા ભાગ્યને જગાડશે રસોડામાં રહેલ હળદરનો આ પ્રયોગ ! જાણો ભાગ્યોદયની સરળ વિધિ

જો આપનું નસીબ આપનો સાથ ન આપતું હોય તો નિયમિત રીતે પાણીમાં એક ચપટી હળદર (turmeric) મેળવીને સ્નાન કરવું જોઇએ. આ કાર્યથી ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત થશે. આપનો ભાગ્યોદય થશે.

તમારા સૂતેલા ભાગ્યને જગાડશે રસોડામાં રહેલ હળદરનો આ પ્રયોગ ! જાણો ભાગ્યોદયની સરળ વિધિ
Follow Us:
TV9 Bhakti
| Edited By: | Updated on: Apr 27, 2023 | 6:41 AM

જીવનમાં આવી રહેલી તમામ મુસીબતો અને સમસ્યાઓમાંથી મુક્તિ મેળવવા માટે જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ભગવાન જ માણસને મુસીબતોમાંથી તારી શકે છે. પૂજાપાઠ, વ્રત જેવા કાર્યો કરવાથી આ મુસીબતોનો સમય પણ નીકળી જાય છે. પરંતુ, આ બધા સાથે જ કેટલાંક જ્યોતિષ ઉપાયો અજમાવવાથી આપનું જીવન સુખદાયી બની શકે છે. ખાસ વાત એ છે કે આ ઉપાયો બિલ્કુલ અઘરા નથી. અને માત્ર રસોડામાં રહેલી વસ્તુઓનો ઉપયોગ કરીને તમે તમારા જીવનની મુશ્કેલીઓનો અંત લાવી શકો છો. તો ચાલો, આ સરળ ઉપાયો પર નજર કરીએ.

ફળદાયી હળદર !

રસોડામાં સરળતાથી પ્રાપ્ત થતી હળદરનો ઉપયોગ શુભકાર્યોમાં કરવામાં આવે છે. જેમ જમવાનું બનાવતી વખતે હળદરના ઉપયોગથી રસોઇનો રંગ આવે છે તેવી જ રીતે પૂજા પાઠમાં હળદરના ઉપયોગથી સોનામાં સુગંધ ભળે છે. પરંતુ, જ્યોતિષ ઉપાયો માટે કાળી હળદરનો ઉપયોગ કરવામાં આવે છે. કાળી હળદરના વિવિધ ઉપયોગ કરવાથી આપની સમસ્યાઓનો અંત આવી શકે છે. સાથે જ ધનપ્રાપ્તિ અર્થે પણ હળદરનો ઉપયોગ કરવામાં આવે છે.

આર્થિક સમૃદ્ધિ અર્થે

ઘણીવાર એવું બને છે કે મહેનત કરવા છતાં ઘરમાં બરકત નથી આવતી. ઘણાં પૈસા હોવા છતાં પૈસા ખોટા ખર્ચાઇ જાય છે. તો શુક્લ પક્ષના શુક્રવારના દિવસે ચાંદીની ડબ્બીમાં કાળી હળદર, નાગકેસર અને સિંદૂર મિક્સ કરીને માતા લક્ષ્મીના ચરણોમાં અર્પણ કરવી. તેનાથી લાભ થશે. આ હળદરને તિજોરી કે ધન રાખવાની જગ્યા પર મૂકવી. આ કાર્ય કરવાથી આપની તિજોરી હંમેશા ધનથી ભરેલી રહેશે.

આજનું રાશિફળ તારીખ : 28-01-2025
પોસ્ટ ઓફિસની આ સ્કીમ તમને બનાવશે લખપતિ, જાણી લો
વિનોદ કાંબલીની પત્નીએ છૂટાછેડા લેવાનો નિર્ણય કેમ બદલ્યો?
દુનિયાની સૌથી મોંઘી ચા કઈ છે ? જાણો નામ
Sun Rise First in Pakistan : પાકિસ્તાનમાં સૌપ્રથમ સૂર્ય ક્યાં ઉગે છે, જવાબ ચોંકાવી દેશે
ખૂબસૂરત મહિલા પહેલવાન બની DCP, જાણો નામ અને જુઓ તસવીર

ભાગ્યોદય અર્થે

ભાગ્ય આડેના અવરોધો દૂર કરવા નિયમિત રૂપે કીડીઓને સાકર મિશ્રીત લોટ ખવડાવવો. આ કાર્ય કરવાથી આપના પાપ કર્મોનો નાશ થાય છે અને પુણ્યકર્મોનો ઉદય થાય છે. તેનાથી આપની દરેક મનોકામના પૂર્ણ થશે. સાથે જ ઘરમંદિરમાં રહેલ દેવી-દેવતાને નિત્ય પુષ્પોથી સજાવીને રાખવા જોઇએ. જો આપનું નસીબ આપનો સાથ ન આપતું હોય તો નિયમિત રીતે પાણીમાં એક ચપટી હળદર મેળવીને સ્નાન કરવું જોઇએ. આ કાર્યથી ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની કૃપા પ્રાપ્ત થશે. આપનો ભાગ્યોદય થશે. સાથે જ સાંજે નહાવાના પાણીમાં મીઠું(નમક) ઉમેરીને નહાવાથી નકારાત્મકતા દૂર થાય છે.

(નોંધઃ આ લેખ પ્રચલિત માન્યતાઓ પર આધારિત છે. તેના કોઈ વૈજ્ઞાનિક પુરાવા નથી. લોકોની જાણકારી માટે તેને અહીં રજૂ કરવામાં આવ્યો છે.)

ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
ગુજરાતમાં ફરી એકવાર માવઠાની આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
રાજ્યનાં ખેડૂતો માથે વધુ એક માવઠાનું સંકટ- અંબાલાલ પટેલ
રાજ્યનાં ખેડૂતો માથે વધુ એક માવઠાનું સંકટ- અંબાલાલ પટેલ
નામ લીધા વિના ફરી એક જયેશ પટેલે નરેશ પટેલ સામે બોલાવી તડાફડી
નામ લીધા વિના ફરી એક જયેશ પટેલે નરેશ પટેલ સામે બોલાવી તડાફડી
પ્રયાગરાજના મહાકુંભમાં ગુજરાતી સાધ્વીનો પટ્ટાભિષેક
પ્રયાગરાજના મહાકુંભમાં ગુજરાતી સાધ્વીનો પટ્ટાભિષેક
Surat : વિદેશની ઘેલછામાં કામરેજના યુવક સાથે 10 લાખની ઠગાઇ
Surat : વિદેશની ઘેલછામાં કામરેજના યુવક સાથે 10 લાખની ઠગાઇ
યાધીશ અને પોલીસ કર્મચારીના ઘરને જ તસ્કરોએ બનાવ્યુ નિશાન
યાધીશ અને પોલીસ કર્મચારીના ઘરને જ તસ્કરોએ બનાવ્યુ નિશાન
ગુજરાતથી કુંભ માટે જનારી પ્રથમ બસનું CMએ કરાવ્યુ પ્રસ્થાન
ગુજરાતથી કુંભ માટે જનારી પ્રથમ બસનું CMએ કરાવ્યુ પ્રસ્થાન
Morbi : રાજપર રોડ પરના ગોડાઉનમાંથી 17,514 દારૂની બોટલ જપ્ત
Morbi : રાજપર રોડ પરના ગોડાઉનમાંથી 17,514 દારૂની બોટલ જપ્ત
જયેશ રાદડિયાએ ફરી એકવાર નામ લીધા વિના નરેશ પટેલને લીધા આડે હાથ- Video
જયેશ રાદડિયાએ ફરી એકવાર નામ લીધા વિના નરેશ પટેલને લીધા આડે હાથ- Video
જયેશ રાદડિયાના યજમાન પદે રજવાડી ઠાઠથી યોજાયો સમૂહ લગ્નોત્સવ
જયેશ રાદડિયાના યજમાન પદે રજવાડી ઠાઠથી યોજાયો સમૂહ લગ્નોત્સવ
g clip-path="url(#clip0_868_265)">