TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
શહેરમાં દરેક બજારોમાં હાલમાં દિવાળીના તહેવાર નજીક આવતા લોકો ખરીદી કરવા બજારોમાં ઉમટી પડ્યા છે. મહત્વનુ છે કે આ તહેવારોમાં સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર દીવાળી છે. ત્યારે આ તહેવાર પહેલા અમદાવાદમાં સાવરણી બજારમાં તેજી જોવા મળી છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઝડપભેર આગળ વધી રહ્યો છે, મણીનગરમાં પિલર તૈયાર કરાયા બાદ બાકીનું કામ હાથ પર લેવાયું છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટના કામને લઈને એક બાજુનો માર્ગ પણ ટ્રાફિક માટે બંધ કરવામાં આવ્યો છે. રસ્તો બંધ કરાતા વાહન ચાલકોને અવર-જવરમાં અડચણ પડી રહી છે.
મોડાભાઈ છત્રાણીએ 1970માં અમદાવાદમાં આવીને મૂર્તિ બનાવવાની શરૂ કરી હતી. ગુજરાત સહિત મહારાષ્ટ્ર જેવા અનેક રાજ્યોમાંથી ઓર્ડર આવતા હોય છે, ગ્રીન ગુજરાતના મંત્રને સાર્થક કરવા અને પર્યાવરણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને પીઓપીની મૂર્તિ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
Ahmadavad Weather : હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજથી બે ત્રણ દિવસ દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના વિવિધ વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થયો છે. તો મધ્ય ગુજરાતમાં હળવા વરસાદનો માહોલ સર્જાયો છે.