TV9 ગુજરાતી Digitalમાં ગુજરાત રાજ્યના સમાચાર સહિત જુદા-જુદા વિષયો અને કેટેગરી પર આર્ટીકલ લખે છે.
27 મેના રોજ પોતાના એન્યુઅલ રિપોર્ટમાં RBI એ કહ્યું કે તે સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે CBDC બજારમાં લાવવા માટે ગ્રેડેડ એપ્રોચ એટલે એક તબક્કાવાર અભિગમ અપનાવશે.
ટેક્સ આપનારાને આ વખતે વધારાની જાણકારી પણ આપવી પડશે. આ વર્ષે ઘણા ફેરફાર થયા છે, જે ITR ફાઈલ કરતી વખતે તમારે ધ્યાનમાં લેવા પડશે.
રેસ્ટોરન્ટ્સ ચલાવવાનો ખર્ચ વધી જવાથી માલિકોએ અગાઉથી જ ભાવ વધારી દીધા હતા ત્યાં હવે સર્વિસ ચાર્જ સંબંધિત કડક નિયમો લાગુ થવાથી રેસ્ટોરન્ટનું મેનુ મોંઘું થવાની પૂરેપૂરી શક્યતા છે
મોંઘવારીને અંકુશમાં લેવા માટે સરકાર અને રિઝર્વ બેન્કના પ્રયાસ નકામા પુરવાર થઈ શકે છે, કારણ કે શાકભાજી અને મસાલાની મોંઘવારી વધવાની શક્યતા છે. સરકારે ઓછા ઉત્પાદનની શક્યતા વ્યક્ત કરી છે, જેના લીધે ભાવ વધશે.
ખાણી-પીણી, પરિવહન, કપડાં વગેરેની મોંઘવારી બાદ હવે વીજળીની મોંઘવારી ત્રાટકવાની તૈયારીમાં છે. દિલ્હી અને મહારાષ્ટ્રમાં તો તેની શરૂઆત થઈ ચૂકી છે. મોંઘાદાટ આયાતી કોલસાને કારણે વીજળીનું ઉત્પાદન પણ મોંઘું થઈ ગયું છે.
વૈશ્વિક માર્કેટમાં ખાવાના તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. જોકે ભારતીય માર્કેટમાં તેની નજીવી અસર જોવા મળી છે. ખાદ્ય તેલ ઉત્પાદકોએ લિટરે 15 રૂપિયા સુધીનો ભાવ ઘટાડ્યો તો છે, છતાં ભાવ હજુ ગયા વર્ષ કરતાં ઊંચા છે.
દેશમાં આરોગ્ય વીમાનો વ્યાપ વધારવા માટે ભારતીય વીમા નિયામક અને વિકાસ પ્રાધિકરણ ઈરડા જીવન વીમા કંપનીઓને હેલ્થ ઈન્સ્યોરન્સ પૉલિસી વેચવાની મંજૂરી આપવાનો વિચાર કરી રહી છે.
1 જુલાઈથી અમલી થયેલા TDSના નિયમો અંગે વિગતવાર સૂચનો બહાર પાડ્યા છે. નવા નિયમ અનુસાર કોઈ વ્યક્તિને એક નાણાકીય વર્ષમાં 20,000 રૂપિયાથી વધુ લાભ પ્રાપ્ત થાય તો તેણે 10 ટકા TDS ચૂકવવો પડશે.
તમે ખરીદી કરવા જાવ તો એવું ઘણી વખત બન્યું હશે કે તમે ધાર્યા કરતાં વધુ ખરીદી કરીને ઘરે આવ્યા હોવ. અલગ અલગ સ્ટડીઝ એ જણાવે છે કે ઓવરસ્પેન્ડિંગની સમસ્યાને પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી અને ઈમોશનલ અંડર સ્ટેન્ડિંગ દ્વારા દૂર કરી શકાય છે.
સરકારે સોનાની આયાત પર લાગતી ડ્યૂટી 10.75 ટકાથી વધારીને 15 ટકા કરી છે. સરકારના આ નિર્ણયથી સોનાના ભાવમાં વધારો થયો છે. જોકે, એવી પણ બીક છે કે, જકાત વધવાને કારણે સોનાની દાણચોરીને પ્રોત્સાહન મળી શકે છે.
ક્રિપ્ટોકરન્સીને લઈને સમગ્ર દુનિયામાં હાહાકાર મચી ગયો છે. ભારતમાં ક્રિપ્ટો પર જુલાઈથી TDSનો નિયમ લાગુ થયો છે. યુરોપીયન દેશોએ પણ નિયમનનું માળખું તૈયાર કરી દીધું છે. અમેરિકામાં ક્રિપ્ટો ક્વીનના માથે જાહેર થયું છે કરોડોનું ઈનામ.
RBIએ ચાવીરૂપ વ્યાજ દરોમાં વધારો કરતા બેંકો પણ FD પરના વ્યાજ દરો વધારી રહી છે. બેંક FDના ટેન્યોરના આધારે 5 થી 6 ટકાનું વ્યાજ મળી રહ્યું છે. બેંક ડિપોઝિટની સરખામણીમાં કોર્પોરેટ FDમાં 1.75 ટકા સુધીનું વધુ વ્યાજ મળી રહ્યું છે.