રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલે પરંપરાગત પોષાક અને તલવારબાજી સાથે કર્યો ચૂંટણી પ્રચાર જુઓ Video
રાજકોટમાં કોંગ્રેસની માલધારી સેલના કાર્યકરો પરંપરાગત પોશાક સાથે અનોખી રીતે પ્રચાર કરતા જોવા મળ્યા. ગાયોના નામે મત માગતી આ સરકારે ઢોર માટે ઢોર ડબ્બાની યોગ્ય વ્યવસ્થા ન કરી હોવાનો કોંગ્રેસની માલધારી સેલએ આક્ષેપ કર્યો.
રાજકોટમાં કોંગ્રેસના માલધારી સેલે અનોખી રીતે ચૂંટણી પ્રચાર કર્યો. માલધારી સમાજના લોકોએ પરંપરાગત પોશાક સાથે ચૂંટણી પ્રચાર કર્યો. ગાયોની રક્ષા કરવા માટે સરકાર નિષ્ફળ ગઇ હોવાનો કોંગ્રેસે આક્ષેપ કર્યો. રાજ્યમાં ગાયોના નામે મત માગતી સરકાર ઢોર માટે ઢોરડબ્બાની યોગ્ય વ્યવસ્થા ન કરી હોવાનો આરોપ લગાવ્યો.
કોંગ્રેસના માલધારી સેલના રણજીત મુંધવાએ જણાવ્યુ કે રાજકોટ રબારી઼-ભરવાડ સમાજના આગેવાનો જે બંને પાર્ટી સાથે જોડાયેલા છે પરંતુ ગુજરાતમાં ગાયમાતાને અન્યાય થઈ રહ્યો છે. વિધાનસભામાં એનિમલ એક્ટના નામે લોકોના ઘરેથી, લોકોના ફળિયામાંથી ગાયોને છોડી લઈ જવામાં આવી.
તેમણે વધુમાં જણાવ્યુ કે આ સરકારે શાકભાજીવાળા કે પાથરણાવાળાને ગરીબ ફેરિયાઓની કનડગત કરવામાં આવી. ત્યારે અહંકારી સરકારનો અહમ તોડવા માટે માલધારી સમાજના પહેરવેશમાં રબારી ભરવાડ સમાજના આગેવાનો નીકળ્યા છે અને અને રબારી સમાજને તેમજ ગૌભક્તોને સમજાવી ગાયમાતાને ન્યાય મળે એ રીતે મતદાન કરવા કહેવાયુ છે. માલધારી સમાજના ઘરે ઘરે જઈને સમાજને સમજાવવામાં આવી રહ્યા છે કે મતદારોએ કોંગ્રેસને મતદાન કરવાનુ છે. આ ચૂંટણીમાં માલધારી સમાજ સરકારન વિરોધી મતદાન કરી તેમને બતાવી દેશે કે માલધારી સમાજના મતની કિંમત શું છે.
આ પણ વાંચો: પ્રચારના અનેક રંગ, પરેશ ધાનાણીએ રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video
રાજકોટ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો