પ્રચારના અનેક રંગ, પરેશ ધાનાણીએ રિક્ષા ચલાવી કોંગ્રેસ માટે માગ્યા મત- જુઓ Video

રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી કવિતાઓ કરવા માટે તો જાણીતા છે જ પરંતુ તેમના અનોખા પ્રચાર માટે પણ જાણીતા છે. ક્યારેક ક્રિકેટનું બેટ પકડીને ફટકાબાજી કરતા જોવા મળે છે તો ક્યારેક સાયકલ લઈને તો ક્યારેક એક્ટિવા પર પ્રચાર કરતા જોવા મળે છે. આ વખતે તો તેમણે રિક્ષામાં પ્રચાર કરી કોંગ્રેસ માટે મત માગ્યા.

TV9 Gujarati
| Edited By: | Updated on: May 04, 2024 | 6:19 PM

રાજકોટથી કોંગ્રેસના ઉમેદવાર તેમના અનોખા પ્રચાર માટે જાણીતા છે. પરેશ ધાનાણી આજે જસદણમાં કોંગ્રેસના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્દઘાટન પ્રસંગમાં પહોંચ્યા હતા. તમને જાણીને નવાઈ લાગશે કે આ સમયે પરેશ ધાનાણી રિક્ષા ચલાવીને પ્રચાર કરતા અને કોંગ્રેસ માટે મત માગતા જોવા મળ્યા હતા. હાલ ઉમેદવારો છેલ્લી ઘડીના પ્રચારમાં તેમની તાકાત લગાવી રહ્યા છે. ત્યારે જસદણમાં કાર્યાલયના ઉદ્દઘાટનમાં પહોંચેલા પરેશ ધાનાણી જે રિક્ષા લઈને આવ્યા હતા તેના પર #સ્વાભીમાન યુદ્ધનું પોસ્ટર લગાવ્યુ હતુ.

પરેશ ધાનાણીએ રાજકોટના રણ મેદાનમાં સૌને સાથે મળીને સ્વાભિમાનની લડાઇ લડવા મતદારોને આવકાર્યા અને કોંગ્રેસને જીતાડવા અપીલ કરી છે. મહત્વનું છે, રાજકોટ લોકસભા બેઠકને લઇ રાજકારણમાં ગરમાવો છે. ભાજપના પરશોત્તમ રૂપાલા સામે કોંગ્રેસના પરેશ ધાનાણી મેદાને ઉતર્યા છે. ત્યારે, મતદારોને રીઝવવા પરેશ ધાનાણીએ અનોખો પ્રચાર કર્યો.

આ પણ વાંચો:ઘર ઘરમાં ‘અનુપમા’થી જાણીતી બનેલી રૂપાલી ગાંગુલીએ પોરબંદરમાં મનસુખ માંડવિયા માટે કર્યો અનોખો પ્રચાર- Video

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
વિશ્વામિત્રીમાં આવેલા પૂરથી વડોદરામાં અનેક સોસાયટીમાં આવી ચડ્યા મગર
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
નવસારી શહેરમાં પૂર્ણા નદીનું તાંડવ, રસ્તાઓએ લીધી જળસમાધિ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
પૂર્ણા નદીએ ભયજનક સપાટી વટાવતા 40 ટકા નવસારી શહેર થયુ પાણીમાં ગરકાવ
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
મુંબઈ બાદ રાજધાની દિલ્હી થઈ જળબંબાકાર, અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
સુરતમા વરસાદે વિરામ લીધા બાદ પણ અનેક વિસ્તારોમાં નથી ઓસર્યા પૂરના પાણી
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
ચાઇના થી ચાની કીટલી સુધી સાયબર માયાજાળ, બેન્ક એકાઉન્ટ ભાડે આપવાનો ધંધો
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
વિવેકાનંદ કોલેજ બહાર વિદ્યાર્થીઓએ પકોડા તળી તંત્ર સામે નોંધાવ્યો વિરોધ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
સાબરડેરી દ્વારા ચુકવવામાં આવતા ભાવફેરના મામલે પશુપાલકોનો વિરોધ, જુઓ
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ગુજરાતના 3 ખેલાડીઓ પેરિસ ઓલિમ્પિકમાં ભાગ લઈ રહ્યા છે
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
ઉપરવાસમાં ભારે વરસાદથી મધર ઈન્ડીયા ડેમ છલકાયો
g clip-path="url(#clip0_868_265)">