Gujarati Video : બનાસકાંઠાના થરાદમાં ACBએ, સમાજ કલ્યાણ અધિકારીને લાંચ લેતા ઝડપ્યા
પાલનપુર ACBએ છટકું ગોઠવી સમાજ કલ્યાણ અધિકારીને 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપ્યો હતો. આરોપી અમિત પટેલના ઘરેથી ACBને સર્ચમાં 27 લાખ રોકડા મળી આવ્યાં છે.
બનાસકાંઠા થરાદમાંથી સમાજ કલ્યાણ અધિકારી લાંચ લેતા ઝડપાયા છે. પાલનપુર ACBએ છટકું ગોઠવી સમાજ કલ્યાણ અધિકારીને 10 હજારની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા. આરોપી અમિત પટેલના ઘરેથી ACBને સર્ચમાં 27 લાખ રોકડા મળી આવ્યાં છે. આરોપીના વીસનગર સ્થિત મકાનમાંથી ACBએ રોકડા 27 લાખ જપ્ત કર્યા છે. આરોપી સમાજકલ્યાણ અધિકારીએ, ગ્રાન્ટેડ છાત્રાલયમાં સરકારી ગ્રાન્ટ પાસ કરાવવા લાંચ માગી હતી. હાલ સરકારી બાબુ અમિત પટેલની ACBએ અટકાયત કરી વધુ પૂછપરછ હાથ ધરી છે.
અંકલેશ્વરમાં વધુ એક લાંચિયો અધિકારી ઝડપાયો
તો બીજી તરફ આજે અંકલેશ્વર સ્થિત ESIC હોસ્પિટલના મેડિકલ સુપ્રીટેન્ડેન્ટ અવધેશકાન્તકુમાર રૂપિયા 1,00,000 ની લાંચ લેતા ACB ના છટકામાં રંગેહાથ ઝડપાઇ ગયા છે. સ્થાનિક હોસ્પિટલનું સંચાલન સંભાળ્યા પછી પાસ થયેલા બિલ ની રકમ ની ચુકવણી માટે આ અધિકારીએ લાંચ માંગી હતી. રૂપિયા અઢી લાખની માંગણી કર્યા પછી રૂપિયા 1 લાખ સ્વીકારતા તે એસીબીના છટકામાં ઝડપાયા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…