Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : દાંતાના આદિવાસી પાસેથી 120 ટ્રેકટર લઈને ક્વોરીનો કોન્ટ્રાકટર થયો છૂમંતર, ભોગ બનનારાઓએ કોન્ટ્રાકટર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, જુઓ Video

Banaskantha : દાંતાના આદિવાસી પાસેથી 120 ટ્રેકટર લઈને ક્વોરીનો કોન્ટ્રાકટર થયો છૂમંતર, ભોગ બનનારાઓએ કોન્ટ્રાકટર વિરુદ્ધ નોંધાવી ફરિયાદ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 18, 2023 | 6:58 AM

બનાસકાંઠાના દાંતા તાલુકામાં આદિવાસી લોકો સાથે કવોરીના કોન્ટ્રાકટરે છેતરપિંડી કર્યાની ઘટના સામે આવી છે. પીડિત આદિવાસી લોકોનો ફોન કવોરી માલિક નહીં ઉપાડતા છેતરપિંડીનો ભોગ બનનાર લોકોએ કોન્ટ્રાકટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

બનાસકાંઠાના દાંતા તાલુકામાં આદિવાસી લોકો સાથે 120 ટ્રેકટરની છેતરપિંડી થઈ હોવાનું સામે આવ્યું છે. કવોરીનો કોન્ટ્રાકટર મહિને 20 હજાર રૂપિયા આપવાનું કહીને આદિવાસી લોકો પાસેથી 120 ટ્રેકટરો લઈ ગયો હતો. પ્રથમ બે હપ્તા આપ્યા બાદ આદિવાસી લોકોને હપ્તા આપવાનું બંધ કરી દીધું હતું. કોન્ટ્રાક્ટ અને કવોરી માલિક ફોન નહીં ઉપાડતા પીડિત આદિવાસી લોકોએ પાલનપુરમાં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. ભેમાળ નજીક આવેલી કવોરીના કોન્ટ્રાક્ટરે આદિવાસી લોકોને મહીને 20 હજાર રૂપિયા આપવાનું નક્કી કર્યું હતું.

આ પણ વાંચો :Banaskantha : શિહોરી પોલીસ મથકમાં ગેરહાજર રહેતા 3 પોલીસ કોન્સ્ટેબલને SPએ કર્યા સસ્પેન્ડ, જુઓ Video

વઢવાણમાં ક્વોરી એસોસિએશનની મળી બેઠક

તો બીજી તરફ સુરેન્દ્રનગરના વઢવાણના નાના મઢાદ અને મોટા મઢાદ ગામમાં ક્વોરી ઉદ્યોગથી નુકસાન થયાના આક્ષેપો થયા હતા. જો કે ઉદ્યોગકારોએ આ આક્ષેપને ફગાવ્યા હતા. જેના પગલે કવોરી એસોસિએશનની બેઠક યોજાઈ હતી. જેમાં બન્ને ગામમાં થયેલા નુકસાનના આક્ષેપ અંગે ચર્ચા થઈ હતી. ઉદ્યોગકારોનું માનવુ હતુ કે તેઓ છેલ્લા 25-30 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. સરકાર અને પર્યાવરણના નિયમ મુજબ તેઓ કામ કરી રહ્યા છે. આ ઉદ્યોગથી સમગ્ર સુરેન્દ્રનગર જિલ્લાને મોટાપાયે ફાયદો થઈ રહ્યો છે.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">