Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Banaskantha : શિહોરી પોલીસ મથકમાં ગેરહાજર રહેતા 3 પોલીસ કોન્સ્ટેબલને SPએ કર્યા સસ્પેન્ડ, જુઓ Video

Banaskantha : શિહોરી પોલીસ મથકમાં ગેરહાજર રહેતા 3 પોલીસ કોન્સ્ટેબલને SPએ કર્યા સસ્પેન્ડ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 17, 2023 | 9:30 AM

શિહોરી પોલીસ મથકમાં સમયસર નોકરી પર નહીં આવતા અને ઈન્સ્પેકશન સમયે ગેરહાજર હોવાથી પોલીસ કર્મચારી સામે જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી છે. તો બીજી તરફ જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી સામે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે પણ સવાલ ઉઠાવ્યાં છે.

બનાસકાંઠાના શિહોરી પોલીસ મથકના 3 પોલીસ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. SPના ઈંસ્પેક્શન દરમિયાન ફરજમાં બેદરકારી સામે આવતા 3 પોલીસ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સમયસર નોકરી પર નહીં આવતા અને ઈન્સ્પેકશન સમયે ગેરહાજર હોવાથી પોલીસ કર્મચારી સામે જિલ્લા પોલીસ વડાએ કડક કાર્યવાહી કરી છે.

તો બીજી તરફ જિલ્લા પોલીસ વડાની કાર્યવાહી સામે સસ્પેન્ડેડ કોન્સ્ટેબલે સવાલ ઉઠાવ્યાં છે. શિહોરી પોલીસ સ્ટેશનનાં PSI સામે સવાલ કરતા કહ્યું કે, શિહોરી પોલીસ સ્ટેશનમાં કેટલા ગેરહાજર રહે છે. તેમનો કોઈ રિપોર્ટ PSIએ આપ્યો નથી તો અમારો જ રિપોર્ટ કેમ આપવામાં આવ્યો.

આ પણ વાંચો : Gujarati Video: Banaskantha: 22 પાડાની થઈ ચોરી, પાંજરાપોળનો દરવાજો તોડી પશુઓને લઈ જતા જીવદયા પ્રેમીઓમાં વ્યાપ્યો રોષ

આ અગાઉ અમરેલીના રાજુલા પોલીસના જાપ્તામાંથી દુષ્કર્મ આચરનાર આરોપીને મુદત માટે કોર્ટમાં લઈ જવામાં આવી રહ્યો હતો. તેના પહેલા તેને હોટલમા જમવા માટે લઈ ગયા હતા. તે સમયે આરોપી પોલીસ કર્મચારીઓની નજર હટતા જ હથકડી છોડીને ફરાર થઈ ગયો હતો. આ વાતની જાણ એસપીને થતા તેમણે 3 પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે આરોપીને પોક્સો, અપહરણ અને દુષ્કર્મ આચરવાના ગુના હેઠળ તેને સજા ફટકારવામાં આવી હતી. જેની મુદત માટે આરોપીને રાજુલા કોર્ટમાં હાજર કરવા માટે લાવવામા આવ્યો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">