Gujarat Video: ભાવનગરના જળાશયોમાં વર્તાઈ પાણીની ઘટ, શેત્રુંજી ડેમમાં 19.81 ટકા પાણી, જિલ્લાના 12 જળાશયોમાં માત્ર 16.90 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ
Bhavnagar: ભાવનગર જિલ્લાના જળાશયોમાં પાણીની ઘટ જોવા મળી રહી છે. જિલ્લાના 12 જળાશયોમં માત્ર 16.90 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. જો કે આ વર્ષે પાણીની ઘટ સર્જાય તો તેના માટે તંત્ર સતર્ક છે.
રાજ્યમાં હજી ચોમાસાની સત્તાવાર શરૂઆત નથી થઈ. ચોમાસું થોડા દિવસ માટે લંબાયું છે જેને કારણે ભાવનગર જિલ્લામાં આવેલા જળાશયોમાં પાણીની ઘટ જોવા મળી રહી છે. ગયા વર્ષે આ સમયે ભાવનગર જિલ્લાના જળાશયોમાં 33.11 ટકા પાણીનો સંગ્રહ હતો. જે વર્ષે ઘટીને 16.90 ટકા જેટલો છે. એટલે કે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે પાણીના સંગ્રહમાં 16.21 ટકાની ઘટ છે.
શેત્રુંજી ડેમની વાત કરીએ તો ગયા વર્ષે આ સમયે ડેમમાં 35 ટકા જેટલું પાણી હતું. અત્યારે શેત્રુંજી ડેમમાં 19.81 ટકા પાણી છે. સમગ્ર જિલ્લાના મુખ્ય બાર જળાશયોમાં અત્યાર સુધીમાં કુલ 78.11 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થયો છે. જે કુલ જીવંત જળસંગ્રહ ક્ષમતાના 16.90 ટકા થાય છે.. જો કે પાણીની ઘટ સર્જાય તો તેના માટે તંત્ર સતર્ક છે.
આ પણ વાંચો : Bhavnagar: BMCએ દબાણ હટાવવા નોટિસ મળતા લોકોમાં રોષ, કોર્ટ પાસે સમય આપવા કરી માગ, જુઓ Video
જો કે સારી વાત એ છે કે શિયાળા અને ઉનાળામાં વરસેલા કમોસમી વરસાદ અને ત્યાર બાદ બિપોરજોય વાવાઝોડાને કારણે વરસેલા વરસાદને કારણે જળાશયોમાં નવા નીર આવ્યા હતા. તેમ છતાં પણ જો ચોમાસું લંબાય છે તો ભાવનગરવાસીઓને પીવાના પાણીની મહદઅંશે સમસ્યા સર્જાઈ શકે છે.
ભાવનગર અને ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો