Bhavnagar: BMCએ દબાણ હટાવવા નોટિસ મળતા લોકોમાં રોષ, કોર્ટ પાસે સમય આપવા કરી માગ, જુઓ Video
ભાવનગર BMCનું દબાણ હટાવો ઝુંબેશને લઈ લોકોમાં રોષ વ્યાપ્યો છે. 14 માળા વિસ્તારમાં વિવિધ મકાનોને નોટિસ ફટકારી છે. 145 મકાનધારકોને BMCએ નોટિસ ફટકારતાં રોષે ભરાયેલા મકાનધારકોએ અરજી કરી છે.
Bhavnagar: શહેરમાં ગેરકાયદે દબાણો પર કોર્પોરેશનનું બુલડોઝર ફરી રહ્યું છે. ત્યારે 14 માળા વિસ્તારમાં કોર્પોરેશનના છ પ્લોટમાં 145 ગેરકાયદે બાંધકામોને હટાવવા નોટિસો અપાતા વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. ગેરકાયદે દબાણ દૂર કરવાની નોટિસ મળતા રોષે ભરાયેલા સ્થાનિકોએ વિરોધ કરતા વિવાદ થયો હતો અને 145 મકાનધારકોએ કોર્ટમાં સમય આપવા અરજી કરી છે.
જેથી કોર્ટે 15 દિવસની અંદર સ્થાનિકોને માલિકી હકના દસ્તાવેજો રજૂ કરવા આદેશ કર્યો છે. જો મકાન ધારકો માલિકી હક્કના દસ્તાવેજો રજૂ નહીં કરી શકે તો કોર્પોરેશન આવનારા દિવસોમાં કોર્ટની સૂચના પ્રમાણે ડીમોલિશન ઝુંબેશ ચલાવશે.
આ પણ વાંચો : ભાવનગરમાંથી ઝડપાયું ગેરકાયદે ચાલતું આંતરરાષ્ટ્રીય કોલ સેન્ટર, જુઓ Video
બીજી તરફ મકાનધારકોના પક્ષમાં કોંગ્રેસ આવ્યું છે. કોંગ્રેસે અસરગ્રસ્તોને રાહત આપવામાં આવે તેવી માગ કરી છે. કોંગ્રસે કમિશનરને મળીને અસરગ્રસ્તોને અન્ય કોઈ જગ્યાનો વિકલ્પ કે અન્ય જગ્યાએ શિફ્ટ થવા સમય આપવા રજૂઆત કરી છે.