Gujarati Video : ભાવનગર ડુપ્લીકેટ રેશનકાર્ડ કૌભાંડ મુદ્દે હાઈકોર્ટની લાલ આંખ, અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગ અને રાજ્ય સરકારને ફટકારી નોટિસ
Bhavnagar: ભાવનગર ડુપ્લીકેટ રેશનકાર્ડ કૌભાંડની હાઈકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઈકોર્ટે કૌભાંડ મામલે અન્ન અને નાગરિક પૂરવઠા વિભાગ અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. આ કૌભાંડમાં અનેક વિક્રેતાઓ અને સરકારી અધિકારીઓ સંડોવાયેલા હોવાનો પણ અરજદારે આક્ષેપ કર્યો છે.
ભાવનગર ડુપ્લીકેટ રેશનકાર્ડ કૌભાંડની હાઇકોર્ટે ગંભીર નોંધ લીધી છે. હાઇકોર્ટે આ મુદ્દે ભાવનગર કલેક્ટર, SP, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને રાજ્ય સરકારને નોટિસ ફટકારી છે. અરજદારની ફરિયાદ છે કે એક નામ પર એકથી વધુ રેશનકાર્ડ બનાવી ગેરકાયદે સરકારી લાભ લેવાયો છે. આ સાથે અરજદારે સરકાર અને જનતા સાથે છેતરપિંડી થઈ રહી હોવાની અરજીમાં રજૂઆત કરી છે. અરજદારે આ કૌભાંડમાં અનેક વિક્રેતાઓ તથા સરકારી અધિકારીઓ સંડોવાયેલા હોવાનો પણ આક્ષેપ કર્યો છે. મહત્વપૂર્ણ છે કે આગામી દિવસોમાં આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરાશે.
હાઈકોર્ટમાં દસ્તાવેજી પુરાવા સાથે જાહેરહિતની અરજી કરવામાં આવી હતી. જેમા અરજદારે આક્ષેપ કર્યો કે ભાવનગરમાં એક જ કુટુંબના નામે બે રેશનકાર્ડ બનાવી કૌભાંડ ચાલી રહ્યુ છે. એક વ્યક્તિના બે રાશનકાર્ડ અને મૃતક વ્યક્તિના નામે પણ ડુપ્લીકેટ રાશનકાર્ડ બનાવી કૌભાંડ આચરાયુ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. એટલુ જ નહીં આ રાશનાકાર્ડ કૌભાંડમાં સરકારી અધિકારીઓની સંડોવણીનો પણ આક્ષેપ અરજદારે કર્યો છે. વ્યક્તિ સાથે વિક્રેતા અને દુકાન માલિકોની પણ કૌભાંડમાં સંડોવણી હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો