Panchmahal: ગોધરામાં નલ સે જલ યોજનામાં ભ્રષ્ટાચાર થયાનો વિધાનસભા ઉપાધ્યક્ષ જેઠા ભરવાડનો આક્ષેપ, વિજિલન્સ દ્વારા તપાસની કરાઈ માગ, જુઓ Video
પંચમહાલ જિલ્લામાં નલ સે જલ યોજના હેઠળ વાસ્મો દ્ગારા કરવામાં આવેલા કામોમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવા અંગે શહેરાના ધારાસભ્ય અને વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ દ્ગારા રજૂઆત કરાઈ હતી.
ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ અને શહેરાના ધારાસભ્ય જેઠા ભરવાડે ફેસબુક પેજ ઉપર તેઓના મતવિસ્તારમાં થયેલા નલ સે જલ અભિયાનની કામગીરીમાં ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત કરતી પોસ્ટ કરી હતી. આ ઉપરાંત જેઠા ભરવાડે તેમના મતવિસ્તારમાં આવતા પંચમહાલના ગોધરા અને શહેરા તાલુકામાં આવેલ અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વાસ્મો દ્વારા કરવામાં આવેલ નલ સે જલ યોજનાની કામગીરીમાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયો હોવાની રજૂઆત કરી હતી.
વિજિલન્સ મારફતે તપાસની કરાઈ માગ
શહેરા અને ગોધરા તાલુકાના 90થી વધુ ગામોમાં વિજિલન્સ મારફતે તપાસ કરાવી જવાબદાર એજન્સી તેમજ વાસમોના અધિકારીઓ સામે એસીબીને કાર્યવાહી કરવા માટે પણ વિધાનસભાના ઉપાધ્યક્ષે ભલામણ કરી હતી. પંચમહાલ જિલ્લાના તત્કાલીન કલેકટર સુજલ મયાત્રા દ્ગારા પણ મોટું કૌભાંડ આચરવામાં આવ્યું હોવાની પણ ઉપાધ્યક્ષ જેઠા ભરવાડ રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસમાં આજે સુનાવણી, જુઓ Video
લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોના નિયામકને લેખિતમાં રજૂઆત કરી
પંચમહાલ જિલ્લાના તત્કાલીન કલેકટર સુજલ મયાત્રા દ્ગારા ડીએમએફ યોજના હેઠળ મંજુર થયેલા કામોમાં પોતાની અંગત એનજીઓ સાથે ભ્રષ્ટાચાર કરી નિયત રકમ કરતાં ચાર ગણી વધુ રકમ ફાળવી ભ્રષ્ટાચાર આચર્યો હોવાની રજૂઆત કરી હતી. તત્કાલીન જિલ્લા કલેકટર સુજલ મયાત્રા સામે ACB તપાસ કરીની કાર્યવાહી કરવા માટે મુખ્ય પોલીસ અધિકારી અને લાંચ-રુશ્વત વિરોધી બ્યુરોના નિયામકને લેખિતમાં રજૂઆત કરી હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…