Ahmedabad : બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસમાં આજે સુનાવણી, જુઓ Video

Ahmedabad : બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસમાં આજે સુનાવણી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 08, 2023 | 11:43 AM

બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરૂદ્ધ થયેલા માનહાનિકના કેસમાં આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાવાશે. ‘બે ગુજરાતી ઠગ છે' તેવું કહીને ગુજરાતીઓનું અપમાન કરવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે.

બિહારના નાયબ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ વિરૂદ્ધ થયેલા માનહાનિકના કેસમાં આજે મેટ્રો કોર્ટમાં સુનાવણી હાથ ધરાવાશે. ‘બે ગુજરાતી ઠગ છે’ તેવું કહીને ગુજરાતીઓનું અપમાન કરવાનો તેમના પર આરોપ લગાવવામાં આવ્યો છે. ગત સુનાવણી દરમિયાન ફરિયાદી હરેશ મહેતાનું વેરિફિકેશ કરાયું હતું. અને ફરિયાદીનું નિવેદન લેવામાં આવ્યું હતું. ફરિયાદીએ કોર્ટમાં સીડી અને પેનડ્રાઈવ, સર્ટિફિકેટ સહિતના પુરાવા આપ્યા હતા.

આ પણ વાંચો : Ahmedabad મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પુરજોશમાં, મહારાષ્ટ્રમાં પણ 99.75 ટકા જમીનનું સંપાદન પૂર્ણ

શું હતી સમગ્ર ઘટના

બિહારના ઉપ મુખ્યપ્રધાન તેજસ્વી યાદવે ગુજરાતીઓનું અપમાન કર્યું હતું. PNB કૌભાંડના આરોપી મેહુલ ચોકસીની રેડ કોર્નર નોટિસ રદ થવાના સવાલ પર તેજસ્વી યાદવે આ વિવાદિત નિવેદન આપ્યું હતું. તેમને જણાવ્યું કે આ દેશમાં ફક્ત ગુજરાતીઓ જ ઠગ બની શકે છે. ગુજરાતના ઠગને માફ કરવામાં આવશે. ત્યારે સવાલ એ ઉભો થાય હતો કે તેજસ્વી યાદવને ગુજરાતીઓને ઠગ કહેવાની જરૂર કેમ પડી હતી.

CBIના દરોડાથી નારાજ તેજસ્વી યાદવ કેન્દ્ર સરકાર પર સતત પ્રહારો કરી રહ્યા હતા. તેજસ્વી યાદવે દરોડા માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવી હતી. એટલા માટે તેઓ વારંવાર નામ લીધા વિના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધી રહ્યા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: May 08, 2023 09:54 AM
g clip-path="url(#clip0_868_265)">