Gujarati Video: વિધાનસભા ચાલુ હોવાથી સરકારી બંગલો ખાલી નથી થઈ શક્યો, કોંગ્રેસના આરોપ પર પૂર્વ પ્રધાન જીતુ ચૌધરીની સ્પષ્ટતા
ગઇકાલે કોંગ્રેસે ભાજપ પર સરકારી બંગલો ખાલી નહીં કરવા મુદ્દે નિશાન તાક્યું હતું. કોંગ્રેસે દાવો કર્યો હતો કે પૂર્ણશ મોદી, જીતુ ચૌધરી, વિનુ મોરડીયા, કિરીટ રાણા સહીતના પૂર્વ પ્રધાનોએ પ્રધાન પદ ન હોવાછતાં સરકારી બંગલો ખાલી નથી કર્યો.
પૂર્વ પ્રધાનો દ્વારા સરકારી બંગલો ખાલી નહીં કરવા મામલે કોંગ્રેસના ગંભીર આરોપ બાદ પૂર્વ પ્રધાન જીતુ ચૌધરીએ નિવેદન આપ્યુ છે કે આવાસની મરામત ચાલતી હોવાથી સરકારી બંગલો ખાલી નથી કર્યો. પૂર્વ પ્રધાન જીતુ ચૌધરીએ કોંગ્રેસના આરોપો મુદ્દે પ્રેસ કોન્ફરન્સ કરીને સ્પષ્ટતા કરી છે અને દાવો કર્યો છે કે વિધાનસભા ચાલુ હોવાથી સરકારી બંગલો ખાલી નથી થઇ શક્યો.
આ પણ વાંચો-Botad: શિવનગર સોસાયટીમાં ચોતરફ ડ્રેનેજનું દૂષિત પાણી જોવા મળ્યુ, સ્થાનિકોને ભારે હાલાકી, જુઓ Video
જીતુ ચૌધરીએ આ સાથે જ કારણ આપ્યું હતુ કે સરકારી ક્વાર્ટરનું રિનોવેશન ચાલતું હોવાથી સરકારી બંગલો ખાલી કરવામાં મોડું થયું. જોકે તેઓએ આશ્વાસન આપ્યું કે ટૂંક સમયમાં તેઓ સરકારી બંગલો ખાલી કરી દઈશ.
મહત્વપૂર્ણ છે કે ગઈકાલે કોંગ્રેસે ભાજપ પર સરકારી બંગલો ખાલી નહીં કરવા મુદ્દે નિશાન તાક્યું હતું. કોંગ્રેસે દાવો કર્યો હતો કે પૂર્ણશ મોદી, જીતુ ચૌધરી, વિનુ મોરડીયા, કિરીટ રાણા સહીતના પૂર્વ પ્રધાનોએ પ્રધાન પદ ન હોવા છતાં સરકારી બંગલો ખાલી નથી કર્યો.ત્યારે કોંગ્રેસના આરોપોના માત્ર 24 જ કલાકમાં જીતુ ચૌધરીએ સ્પષ્ટતા કરીને વિવાદ પર ઠંડુ પાણી રેડવાનો પ્રયાસ કર્યો છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…