Banaskantha : નડાબેટ બોર્ડર પર રક્ષાબંધન પર્વની ઉજવણી, કોલેજની વિદ્યાર્થિનીઓએ રક્ષકોને બાંધી ‘રક્ષા’, જુઓ Video

Banaskantha : નડાબેટ બોર્ડર પર રક્ષાબંધન પર્વની ઉજવણી, કોલેજની વિદ્યાર્થિનીઓએ રક્ષકોને બાંધી ‘રક્ષા’, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 19, 2024 | 12:46 PM

રક્ષાબંધન એટલે ભાઇ અને બહેનના હેતનું પવિત્ર બંધન. વતનથી દૂર નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતા દેશના જવાનોને રક્ષાબંધન પર્વે પોતાની બહેનની કમી ન લાગે તે માટે ધાનેરાની કોલેજની વિદ્યાર્થિનીઓએ તેમની બહેન બની તેમને રાખડી બાંધી છે.

રક્ષાબંધન એટલે ભાઇ અને બહેનના હેતનું પવિત્ર બંધન. વતનથી દૂર નડાબેટ બોર્ડર પર ફરજ બજાવતા દેશના જવાનોને રક્ષાબંધન પર્વે પોતાની બહેનની કમી ન લાગે તે માટે ધાનેરાની કોલેજની વિદ્યાર્થિનીઓએ તેમની બહેન બની તેમને રાખડી બાંધી છે. ધાનેરાની સૂર્યોદય આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજની 120 જેટલી વિદ્યાર્થીની નડાબેટમાં આવેલા ઝીરો પોઇન્ટ પર પહોંચી હતી અને BSFના જવાનો સાથે રક્ષાબંધનની ઉજવણી કરી હતી.

વિદ્યાર્થિનીઓએ દેશનું રક્ષણ કરતા જવાનોને તિલક કરી તેમના કાંડે રક્ષા કવચ બાંધી હતી, તેમજ મોઢું મીઠું કરાવી દેશની રક્ષા કરવાના આશીર્વચન પાઠવ્યા હતા. આ પ્રસંગે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા. દર વર્ષે આ કોલેજની વિદ્યાર્થીનીઓ પોતાના ભાઈઓ સાથે રક્ષાબંધનનો તહેવાર મનાવતી હોય છે, પરંતુ આજે વિદ્યાર્થીનીઓને દેશના જવાનોને રાખડી બાંધવાની તક મળી. જેના કારણે વિદ્યાર્થિનીઓમાં પણ અનેરી ખુશી જોવા મળી.

પોતાના પરિવારથી હજારો કિલોમીટર દૂર દેશની સરહદ પર ફરજ નિભાવતા બીએસએફના જવાનો તો પોતાની બહેનો સાથે રક્ષાબંધન મનાવી નથી શકતા. આથી કોલેજની વિદ્યાર્થિનીઓએ તેમની નાની બહેન બની રાખડી બાંધવાની ફરજ અદા કરી. આ પ્રસંગે જવાનો પણ ભાવવિભોર થઇ ગયા હતા.

Published on: Aug 19, 2024 12:46 PM
g clip-path="url(#clip0_868_265)">