Amreli : જાફરાબાદમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર હુમલાનો મામલો, પોલીસે 6 લોકો સામે નોંધી ફરિયાદ, જુઓ Video

અમરેલીના જાફરાબાદમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર હુમલાનો મામલો સામે આવ્યો છે. MLA હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હુમલા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 30, 2024 | 11:23 AM

અમરેલીના જાફરાબાદમાં ભાજપના યુવા મોરચાના પ્રમુખ પર હુમલો થયો છે. MLA હીરા સોલંકીના જમાઈ ચેતન શિયાળ પર હુમલા મામલે ફરિયાદ નોંધાવવામાં આવી છે. જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનમાં 6 શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે. જીવલેણ હુમલાનો અને ગળામાં પહેરેલ ચેઈન લૂંટી ગયાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ચેતન શિયાળના નાના ભાઈ સાથે આરોપીઓને બબાલ થઈ હતી.

પોલીસ સ્ટેશનમાં 6 શખ્સ સામે નોંધાઈ ફરિયાદ

બોટમાંથી મચ્છી ખાલી કરાવવા ગયા ત્યારે આરોપીઓએ ટ્રેકટર વચ્ચે રાખીને અપશબ્દો કહ્યાં છે. નાના ભાઈ અને પિતાએ ચેતન શિયાળને ફોન કરીને બોલાવ્યા હતા. પહેલાં સમજાવટ બાદ મામલો ઉગ્ર બનતા ચેતન શિયાળ પર જીવલેણ હુમલો કર્યો છે. ગળામાંથી રૂપિયા 80 હજારની ચેઈન લૂંટીને કુહાડીથી જીવલેણ હુમલો કર્યો હતો. આરોપી યશવંત બારૈયા, સિદ્ધાર્થ બારૈયા, સંજય બારૈયા સામે ફરિયાદ નોંધવામાં આવી છે. બોટના ટંડેલ, ટ્રેક્ટર ચાલક, અન્ય બોટના ખલાસી સહિત 6 સામે ગુનો નોંધાયો છે.ચેતન શિયાળ હાલ ભાવનગરની હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

Follow Us:
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
સુરતમાં દુકાનમાં ચાલતી હતી બોગસ મેડિકલ ઇન્સ્ટીટ્યુટ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
વડોદરાઃ પૂર્વ કાઉન્સિલરના પુત્રની હત્યાના કેસમાં કૂલ 9 આરોપીની ધરપકડ
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
મોબાઈલ ટાવર ન હટાવતા શિવમ વિદ્યાલય સામે NSUI એ ફરી કર્યા ઉગ્ર દેખાવો
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
રાજકોટમાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા !
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
અ.મ્યુ.કોએ 10 કરોડ ખર્ચી બનાવેલી ટ્રાફિક નિવારણની ડિઝાઈન જ બની સમસ્યા
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગ્લોબલ સમિટને કરશે સંબોધન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગીર સોમનાથમાં રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરનું આયોજન
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
ગુજરાતમાં ‘ધ સાબરમતી રિપોર્ટ' ફિલ્મ ટેકસ ફ્રી
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
રાજ્યમાં આગામી દિવસોમાં વર્તાશે ઠંડીનો ચમકારો
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
સુરત, જામનગર, વડોદરા, ભાવનગરમાં ગેરકાયદે બાંધકામ પર તંત્રની લાલ આંખ !
g clip-path="url(#clip0_868_265)">