Rath Yatra 2024 : મોસાળ સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ભવ્ય સ્વાગત, ભાણેજને વધાવવાનો દેખાયો ઉત્સાહ, જુઓ Video
ભગવાન જગન્નાથજીના મોસાળ એટલે સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ખૂબ જ ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ભાણેજને વધાવવા સરસપુરવાસીઓ હરખ ખેલા થયા હતા.
ભગવાન જગન્નાથજીના મોસાળ એટલે સરસપુરમાં ભગવાન જગન્નાથજીનું ખૂબ જ ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું. ભાણેજને વધાવવા સરસપુરવાસીઓ હરખ ખેલા થયા હતા. હર્ષો ઉલ્લાસ સાથે ભક્તો ઝૂમી ઉઠ્યા. ભક્તોની આંખો ખુશીના આંસુઓથી ભીંજાઈ. મહાપ્રભુના દર્શન કરી તમામ ભક્તોએ ધન્યતા અનુભવી હતી.જય રણછોડ….માખણચોરનો નાદ પણ સંભળાઈ રહ્યો હતો.ત્યારે આટલી મોટી ભક્તોની સંખ્યા વચ્ચે મોસાળમાં ભગવાન જગન્નાથજીને મામેરું અર્પણ કરવામાં આવ્યું.
તંત્રની પરવાનગી મુજબ રથયાત્રામાં 18 ગજરાજ જોડાયા
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા નીકળશે, ત્યારે તંત્રની પરવાનગી મુજબ રથયાત્રામાં 18 ગજરાજ જોડાયા છે. સાંસ્કૃતિક ઝાંખી સાથેના 101 ટ્રક રથયાત્રામાં જોડાયા છે. અંગ કસરતના 30 અખાડા, 18 ભજન મંડળીઓ રથયાત્રામાં સામેલ થયા છે. સાધુ-સંતો સાથે લગભગ 1200 ખલાસી ભાઈઓ રથ ખેંચી રહ્યાં. દેશભરમાંથી 2000 જેટલાં સાધુ-સંતો રથયાત્રામાં ભાગ લીધો છે.
Latest Videos