Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જુનાગઢમાં 200 જેટલા પક્ષીઓને હિટસ્ટ્રોક લાગી જતા કરાઈ સારવાર, ચેરીટેબલ ટ્રસ્ટે તૈયાર કર્યુ ખાસ ICU- Video

જુનાગઢમાં 200 જેટલા પક્ષીઓને હિટસ્ટ્રોક લાગી જતા કરાઈ સારવાર, ચેરીટેબલ ટ્રસ્ટે તૈયાર કર્યુ ખાસ ICU- Video

TV9 Gujarati
| Edited By: | Updated on: May 21, 2024 | 5:49 PM

રાજ્યમાં હાલ ગરમી કેર વરતાવી રહી છે. ત્યારે માત્ર માણસો જ નહીં પશુપક્ષીઓ પણ હીટસ્ટ્રોકનો શિકાર બની રહ્યા છે. જુનાગઢમાં આવા પશુપક્ષીઓની વહારે જીવગયા ચેરીટેબલ ટ્રસ્ટ આવ્યુ છે અને હીટસ્ટ્રોકનો શિકાર બનેલા 200 જેટલા પક્ષીઓ પૈકી 150 પક્ષીઓની સારવાર કરી સ્વસ્થ કરવામાં આવ્યા છે.

કાળઝાળ ગરમીમાં માણસો તો ઠીક પણ પશુ-પક્ષીઓ પણ પરેશાન બન્યા છે ત્યારે ત્યારે જુનાગઢમાં NGO દ્વારા સારવાર આપવામાં આવી રહી છે.ગરમીને કારણે લગભગ 200 જેટલા પક્ષીઓને હિટસ્ટોક લાગી જતા સારવાર આપવામાં આવી રહી છે,તો જુનાગઢ શહેરના હીરાપન્ના કોમ્પ્લેક્સમાં જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પક્ષીઓ માટે ખાસ આઈસીયુ જેવું સેન્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આ સેન્ટર ખાતે અત્યાર સુધીમાં 200 જેટલા પક્ષીઓને હિટ્સ્ટ્રોક લાગી જવાથી ગંભીર બીમાર પડી ગયા હતા અને 150 જેટલા પક્ષીઓને સ્વસ્થ કરવામાં આવ્યા છે.

કહેવાય છે કે મનુષ્યો કરતા પક્ષીઓ વધુ નાજુક હોય છે. તેમને વધુ ગરમી લાગે છે.  હાલ ગરમીનો પારો સતત વધી રહ્યો છે. ત્યારે જુનાગઢમાં જીવ દયા પ્રેમી પક્ષીઓને વ્હારે આવ્યા છે અને પક્ષીઓની સેવા કરવાનો સંકલ્પ કર્યો છે. તેથી 200 જેટલા પક્ષીઓને હીટસ્ટ્રોક આવી જતા તાત્કાલીક ICU વોર્ડમાં લાવીને સારવાર કરવામાં આવી અને 150 જેટલા પક્ષીઓને સારા કરી ગગનમાં મુક્ત કરવામાં આવ્યા.

Input Credit- Vijaysinh Parmar- Junagadh

આ પણ વાંચો: Bhavnagar Death: બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી જતાં 4ના મોત, એકનો બચાવ, મૃતક 4માંથી 3 બાળકીઓ હતી સગી બહેનો- Video

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">