Bhavnagar Death: બોરતળાવમાં પાંચ બાળકીઓ ડૂબી જતાં 4ના મોત, એકનો બચાવ, મૃતક 4માંથી 3 બાળકીઓ હતી સગી બહેનો- Video
ભાવનગરમાં બોરતળાવમાં ડૂબતા ચાર બાળકના મોત થયા છે. પાંચ બાળકીઓ ડૂબી હતી. જે પૈકી એકનો બચાવ થયો છે અને 4 બાળકીના મોત થયા છે. જેમાથી 3 બાળકી સગી બહેનો હોવાનુ સામે આવ્યુ છે. એકસાથે ચાર બાળકીના મોતથી સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.
ભાવનગરમાં એકજ પરિવારની ત્રણ બાળકીના ડૂબવાથી મોત થતા પરિવારમાં માતમ છવાયુ છે. સિદસર વિસ્તારનીા પાંચ બાળકીઓ બોરતળાવમાં ડૂબી હતી. આ બાળકીઓ બોરતળાવની પાળીએ પાંચ બાળકીઓ કપડા ધોવા જતા ત્રણ સગી બહેનો સહિત ચાર બાળાઓના મોત થયા છે. સ્થાનિક તરવૈયાઓએ બે બાળકીને રેસક્યુ કરી હોસ્પિટલ ખસેડી હતી. જો કે તે પૈકી એક બાળકીનું મોત થયુ હતુ. જ્યારે બાકીની ત્રણ ડૂબેલી બાળાઓની શોધખોળ હાથ ધરાઈ હતી.
એક જ પરિવારની ત્રણ બાળકીના મોતથી પરિવારમાં માતમ
મફતનગરમાં ફિલ્ટરની ટાકી પાસે આ પરિવાર રહે છે. આ વિસ્તારની પાંચ બાળાઓ તળાવમાં ડૂબી હતી. એક જ પરિવારની ત્રણ બાળકીના મોત થતા પરિવાર પર જાણે આભ ફાટી પડ્યા જેવી સ્થિતિ થઈ છે. માતાના હૈયાફાટ રૂદનથી સમગ્ર હોસ્પિટલ હચમચી ગઈ હતી.
માતાનુ હૈયાફાટ આકંદ, હચમચી ગઈ હોસ્પિટલ
મળતી પ્રાથમિક વિગતો અનુસાર બાળકીઓ બાળકીઓ તળાવના કિનારે કપડા ધોવા ગઈ હતી. આ દરમિયાન ભારે ગરમીના કારણે તળાવમાં ન્હાવા ગઈ હતી અને ડૂબવાથી પાંચેય બાળકીના મોત થયા છે. પહેલા એક બાળકી ડૂબી હતી. જેને બચાવવા માટે વારાફરતી અન્ય બાળકીઓ બચાવવા ગઈ હતી અને આ જ પ્રકારે પાંચેય બાળકીઓ તળાવમાં ડૂબી ગઈ હતી. તમામ બાળકીઓની ઉમર 8 થી 15 વર્ષ વચ્ચે છે. હાલ આ ઘટનાને પગલે તંત્ર સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. બોરતળાવ વિસ્તારમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ મુકવાની તાતી જરૂર હોવાછતા ત્યાં આ પ્રકારની કોઈ વ્યવસ્થા નથી.
આ પણ વાંચો: UAEમાં હિંદુ મંદિર બને તે માટે પીએમ મોદીની વિદેશનીતિએ પણ ભજવ્યો છે મોટો ભાગ: સીએમ ભૂપેન્દ્ર પટેલ- જુઓ Video