AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અમરેલી જિલ્લાના ગુંડા તત્ત્વો સામે શરૂ થઈ તવાઈ, પોલીસે 113 ક્રાઈમ કુંડળી ધરાવતા લોકોનું લિસ્ટ કર્યુ તૈયાર- Video

રાજ્યના DGP એ 100 કલાકમાં ગુનાહિત પ્રવૃતિ કરતા તત્વોનું લિસ્ટ તૈયાર કરવાના આપેલા આદેશ બાદ અમરેલી જિલ્લામાં ગુંડા તત્વો સામે પોલીસે તવાઈ શરૂ કરી છે. અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા તમામ વિભાગ સાથે સંકલન સાધી આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 18, 2025 | 5:41 PM
Share

ડીજીપીના આદેશ બાદ અમરેલી જિલ્લામાં પણ ગુનાહિત રેકર્ડ ધરાવતા ગુનેગારોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે. અમરેલીમાં 24 કલાકથી જિલ્લા SP સંજય ખરાતે દરેક ડી.વાય.એસ.પી.થાણા અધિકારીઓ સાથે બેઠકનો ધમધમાટ શરૂ કર્યો હતો. સૂચનાઓ આપ્યા બાદ આજે 113 લોકોનું લિસ્ટ અમરેલી SP સંજય ખરાત પાસે પોહચ્યું છે. આ લિસ્ટમાં અલગ અલગ ગુનામાં સંડોવાયેલા ઈસમો છે. જેમાં 74 લોકો શરીર સંબંધિત ગુના સાથે સંકળાયેલા છે અને 34 લોકો દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે આ લોકો વિરુદ્ધ પાસા તડીપાર સહિત કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વ્યાજખોરોનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. જેમાં નાગેશ્રી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનાહિત ઇતિહાસ ધરાવતા 4 ઈસમો અંગે ચેકીંગ કરતા ગેરકાયદેસર પીજીવીસીએલનું કનેક્શન હોવાથી પીજીવીસીએલને સાથે રાખી કનેક્શન કટ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અમરેલી IPS જયવીર ગઢવીએ માહિતી જાહેર કરી

અમરેલી જિલ્લાના આઇપીએસ એ.એસ.પી.જયવીર ગઢવીએ કહ્યું ડીજીપીએ જાહેર કરવામાં આવેલ ગુંડા તત્વો નું 100 કલાકમાં લિસ્ટ તૈયાર કરવાનું હતું. જે અંતર્ગત અમરેલી જિલ્લા પોલીસ તંત્ર દ્વારા 113 લોકોનું લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં 70 ગુનેગારો શરીર સંબંધિત ગુન્હાઓ ધરાવે છે, 34 જેટલા ઈસમો દારૂ જુગાર જેવી પ્રવૃતિઓ સાથે સંકળાયેલા છે, આ તમામ વિરુદ્ધ પાસા તડીપાર સહિત કાર્યવાહી હાથ ધરી છે. આ ઉપરાંત વ્યાજખોરીમાં સંકળાયેલા લોકોનું પણ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. અમરેલી જિલ્લા પોલીસ પ્રશાસન, આર.ટી.ઓ.વિભાગ, વીજળી વિભાગ અને બેન્ક સાથે સંકલનમાં રહી આવા આરોપીઓ સામે પુરાવા એકત્ર કરી કડકમાં કડક કાર્યવાહી હાથ ધરી છે. ગઈ કાલે નાગેશ્રી વિસ્તારમાં 4 લોકો પાસે ગેરકાયદેસર વીજ કનેકશન હતું, જેમાં વીજ વિભાગની મદદથી કટ કરવામાં આવ્યું છે. તેની સામે ગુના દાખલ કરવામાં આવ્યા છે, આવા જેટલા પણ લોકો હશે તેની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

  • 74 જેટલા શરીરસંબંધિત ગુન્હાઓ ધરાવતા ઈસમો
  • 34 જેટલા દારૂ જુગાર સહિત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા લોકોનો સમાવેશ
  • પાસા તડીપાર સહિત વિવિધ કાર્યવાહી કરવા અલગ અલગ વિભાગ સાથે સંકલન કરી કાર્યવાહી થશે
  • જાફરાબાદ તાલુકાના નાગેશ્રી ગામમાં 3 ઇસમોને ત્યાં ગેરકાયદેસર વીજ કનેક્શન મામલે કાર્યવાહી
  • પીજીવીસીએલને સાથે રાખી કાર્યવાહી હાથ ધરી
  • ખાનગી રાહે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઈસમો સામે ખાનગી રાહે તપાસનો ધમધમાટ શરૂ

અમરેલી જિલ્લાના મોટાભાગના તાલુકાના ગુનેગારોના નામોનો લિસ્ટમાં સમાવેશ

અમરેલી જિલ્લામાં તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ તાલુકા શહેર અને ગ્રામ્ય વિસ્તારના લોકોનો ગુંડા તત્વોમાં સમાવેશ કર્યો છે. ઉપરાંત ગુના વગરના કેટલાક માથાભારે ઈસમો ગેરકાયદેસર દબાણ ઉપર કબજો કર્યો હશે તો તેની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવા માટે પોલીસ ખાનગી રાહે તપાસ શરૂ કરી છે. તેનું પણ લિસ્ટ બની શકે છે.

Input Credit- Jaydev Kathi- Amreli

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">