Viral Video : નાની વિધાર્થીનીએ પુષ્પા મૂવીના ‘સામી-સામી સોન્ગ’ પર કર્યો જબરદસ્ત ડાન્સ, લોકોએ કહ્યુ- આ તો નાની રશ્મિકા મંદાના છે !
હાલમાં એક નાની વિધાર્થીનીનો ડાન્સ વીડિયો વાયરલ (Dance Video) થયો છે. જેમાં સ્કૂલ ડ્રેસમાં બાળકો સામી-સામી પર આનંદ સાથે નાચતા દેખાઈ રહ્યા છે.
Trending video : ‘પુષ્પા: ધ રાઇઝ’ મૂવીએ આખી દુનિયામાં પોતાની છાપ છોડી છે. નાનાથી લઈને મોટા સુધી તમામ તેના રંગે રગાયા હતા. અલ્લુ અર્જુન અને રશ્મિકા મંદન્ના સ્ટારર પુષ્પા: ધ રાઇઝ યે ફ્લિમ ભલે ગયા વર્ષે ડિસેમ્બરમાં રિલીઝ થઈ હોય, પરંતુ આટલા મહિનાઓ પછી પણ તેનો ક્રેઝ લોકોમાં આજે પણ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ફિલ્મના સામી-સામી ગીત, જેના ડાન્સ સ્ટેપ્સ અને લિપ-સિંગનો વીડિયો બનાવવામાં આવી રહ્યો છે. હાલમાં એક નાની વિધાર્થીનીનો ડાન્સ વીડિયો વાયરલ (Dance Video) થયો છે. જેમાં સ્કૂલ ડ્રેસમાં બાળકો સામી-સામી પર આનંદ સાથે નાચતા દેખાઈ રહ્યા છે.
વાયરલ થઈ રહેલો વીડિયો સ્કૂલના મેદાનનો હોવાનું લાગી રહ્યું છે. જ્યારે બેકગ્રાઉન્ડમાં પુષ્પા: ધ રાઈઝનું સામી-સામી ગીત વાગી રહ્યું છે અને સ્કૂલ ડ્રેસમાં બાળકો પોતપોતાની સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યા છે, પરંતુ એક છોકરી એકદમ રશ્મિકા જેવા ડાન્સના સ્ટેપ્સ કરી રહી છે. છોકરીનો ડાન્સ એટલો જબરદસ્ત છે કે એકવાર આ વીડિયો જોશો તો ચોક્કસ તમારું મન નહીં ભરાય. લોકો આ નાનકડા શ્રીવલ્લીના પરફોર્મન્સને ખૂબ પસંદ કરી રહ્યા છે અને વીડિયોની મજા લઈ રહ્યા છે.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Cute .@iamRashmika ❤️ pic.twitter.com/yIZJZHuNiP
— ..!! (@tejAA___) September 13, 2022
આ વીડિયોને ટ્વિટર પર @tejAA___ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે આ વીડિયોને 6 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે અને હજારો લોકોએ આ વીડિયોને લાઈક પણ કરી રહ્યા છે. આ વીડિયો સોશિયલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહ્યો છે. એક યુઝરે લખ્યું, ‘આ નાનકડા શ્રીવલ્લીના ડાન્સ સ્ટેપ્સે ખરેખર મારો દિવસ બનાવી દીધો.’ જ્યારે બીજા યુઝરે લખ્યું, ‘છોકરીના પરફોર્મન્સમાં ખરેખર પરફેક્શન છે.’ જ્યારે અન્ય એક યુઝરે વીડિયો પર કોમેન્ટ કરીને લખ્યું, ‘ભાઈસાહેબ! છોકરીની માસૂમિયત જોવા જેવી છે. આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો જોયા બાદ કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપ્યો છે.