Nagin Dance Video: નાગિન બની મહિલાએ મચાવી ધૂમ, છોકરાની હાલત થઈ ખરાબ, જુઓ Viral Video
એક ફની ડાન્સ વીડિયો આ દિવસોમાં લોકોમાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક મહિલા અને એક છોકરો નાગીનની ધૂન પર ડાન્સ કરી રહ્યાં છે. ડાન્સ કરતી વખતે મહિલાએ એવો હંગામો મચાવ્યો કે છોકરાને પરસેવો છૂટી ગયો.
એક પછી એક ડાન્સના ફની વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. ઘણા વીડિયો એવા હોય છે કે જેને જોઈને લોકોની આંખો ખુલ્લી રહી જાય છે. જ્યારે, કેટલાક વીડિયો પર યૂઝર્સ ખુબ પ્રતિક્રિયા આપે છે. આવો જ એક ફની ડાન્સ વીડિયો આ દિવસોમાં લોકોમાં ધૂમ મચાવી રહ્યો છે, જેમાં એક મહિલા અને એક છોકરો નાગીનની ધૂન પર ડાન્સ કરી રહ્યાં છે. ડાન્સ કરતી વખતે મહિલાએ એવો હંગામો મચાવ્યો કે છોકરાને પરસેવો છૂટી ગયો.
નાગિન ડાન્સ ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે. તમે કોઈપણ પાર્ટી, ફંક્શનમાં જાવ ત્યાં કોઈને કોઈ વ્યક્તિ ચોક્કસ નાગિન ડાન્સ કરતી જોવા મળશે. તો બીજી તરફ કેટલાક લોકો ખૂબ જ અનોખા અંદાજમાં નાગિન ડાન્સ કરતા જોવા મળે છે, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વાયરલ વીડિયોમાં એક મહિલા એક છોકરા સાથે ખૂબ જ અનોખા અંદાજમાં નાગિન ડાન્સ કરતી જોવા મળી રહી છે.
વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડીજે નાગિન ટ્યુન વગાડી રહ્યું છે અને છોકરી અને મહિલા મસ્તીમાં ડાન્સ કરી રહ્યાં છે. ડાન્સ કરતી વખતે, સ્ત્રી જમીન પર સૂઈ જાય છે જ્યારે છોકરો સ્ત્રીના પગ પાસે ઊભો રહે છે. જે બાદ મહિલાએ જે કર્યું તે જોઈને લોકો ચોંકી ગયા છે. ડાન્સ કરતા કરતા મહિલા અચાનક છોકરાના પગ વચ્ચેથી નીકળી જાય છે અને છોકરો નીચે પટકાય છે અને મોં સીધુ જમીન સાથે ભટકાય છે.
View this post on Instagram
નાગિન ડાન્સ જોઈને તમે પણ દંગ રહી ગયા હશો. તમે વિચારતા જ હશો કે મહિલાએ ખરેખર હંગામો મચાવ્યો હતો. હવે આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. નાગિનનો આ ડાન્સ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર ‘parasnathsah80’ નામના એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. વીડિયોને અત્યાર સુધીમાં લાખો લોકો જોઈ ચૂક્યા છે. જ્યારે આ વીડિયોને 25 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. ત્યારે લોકો મજા લેતા વીડિયો પર કમેન્ટ્સ કરી રહ્યા છે. એકે લખ્યું, ‘આ ખરેખર સાપ છે’. એકે લખ્યું, ‘ભાઈ, આ નાગથી દૂર રહો’.