બેંગ્લોરમાં દેખાઈ દિલના આકારવાળી ટ્રાફિક લાઈટ! જાણો તેની ખાસિયત
Heart-shaped traffic light : હાલમાં સોશિયલ મીડિયા પર અનોખી ટ્રાફિક લાઈટના ફોટો વાયરલ થઈ રહ્યા છે. આવી ટ્રાફિક લાઈટ તમે ભાગ્યે જ પહેલા જોઈ હશે. ચાલો જાણીએ તેની ખાસિયત વિશે.
Bangalore : ભારત 130 કરોડથી વધારેની વસ્તી છે. ભારત યુવાઓનો દેશ છે. અહીં એકથી એક ચઢીયાતા ટેલેન્ટ ધરાવતા ટેલેન્ટેડ લોકો છે. તેને કારણે જ ભારતે ભૂતકાળમાં અનોખી શોધ અને દુનિયાને આશ્ચર્યમાં મુકી દે તેવા કારનામા કરી બતાવ્યા છે. સોશિયલ મીડિયા આવા ટેલેન્ટેડ લોકો માટે એક સારુ માધ્યમ બન્યુ છે. સોશિયલ મીડિયા પર લોકો પોતાના વિચાર, સારા સામાજિક સંદેશ અને ટેલેન્ટને બીજા લોકો સાથે શેયર કરી શકે છે. હાલમાં સોશિયલ મીડિયા પર ટ્રાફિક લાઈટના કેટલાક ફોટો વાયરલ થઈ રહ્યા છે. આ ટ્રાફિક લાઈટ (Heart-shaped traffic light) કંઈક અનોખી છે, આવી ટ્રાફિક લાઈટ તમે પહેલા ક્યારે નહીં જોઈ હશે.
ટ્રાફિક લાઈટનો ઉપયોગ ચાર રસ્તા કે ટ્રાફિકનો વધારે જમાવડો થાય તેવા સ્થળો થાય છે. હાલમાં જે ટ્રાફિક લાઈટનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. તે બેંગ્લોરના એક ટ્રાફિક સિંગલનો છે. આ ટ્રાફિક લાઈટ દિલના આકારની છે. આવી ટ્રાફિક જોઈ લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. આવી ટ્રાફિક લાઈટ એેક ખાસ હેતુથી લગાવવામાં આવી છે. ચાલો જાણીએ તેના પાછળનું કારણ.
આ રહ્યા એ ટ્રાફિક લાઈટના વાયરલ ફોટો
On the occasion of #WorldHeartDay, Manipal Hospitals installed innovations to encourage Bangalore to be a ‘heart smart city’. pic.twitter.com/cYSJPKx4uC
— Manipal Hospitals | #TogetherStronger (@ManipalHealth) October 2, 2022
બેંગ્લોરની મણિપાલ હોસ્પિટલ દ્વારા બેંગ્લોર મહાનગર પાલિકા અવે બેંગ્લોર ટ્રાફિક પોલીસના સંકલનથી આ દિલ આકારની લાલા ટ્રાફિક લાઈટ જોવા મળી રહી છે. જણાવી દઈએ કે આવી 15 ટ્રાફિક લાઈટ બેંગ્લોરમાં મુકવામાં આવી છે. તેની પાછળનો હેતુ કઈક ખાસ છે.
મણિપાલ હોસ્પિટલ એ આવા સિગ્નલ World Heart Dayના અવસરે લગાવામાં આવ્યા છે. આઈટીના હબ ગણાતા બેંગ્લોરને હાર્ટ સ્માર્ટ સિટી બનવા માટે પ્રોત્સાહિત કરવા માટે અનોખી રીત આપનાવવામાં આવી છે. દિલના સ્વાસ્થ્ય અંગે જાગૃત ફેલાવા માટે આ અભિયાનની શરુઆત કરવામાં આવી છે. તેના માટે ઓડિયો મેસેજ અને કોલની પણ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ ટ્રાફિક સિગ્નલ પર એક QR કોડ છે. તેની મદદથી ઈમરજન્સી સેવાઓ સરળતાથી એક્સેસ કરી શકાશે. આવું અનોખુ અનોખુ અભિયાન તમે ભાગ્યે જ પહેલા જોયુ હશે.