વાયરલ વીડિયો : ચાલાક વાંદરાની દાદાગીરી, હરણની પીઠ પર બેસીને કરી સવારી
હાલમાં વાંદરા અને હરણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. અલગ અલગ પ્રજાતિના આ પ્રાણીઓના વીડિયો પરથી લોકોને સાચી મિત્રતાની શીખ મળે છે.
Trending Video : સોશયલ મીડિયા પર પ્રાણીઓને લગતા અનેક વીડિયો વાયરલ થતા હોય છે. આવા વીડિયો સોશિયલ મીડિયા યુઝર્સને ખુબ મનોરંજન આપે છે. તેમાં પણ વાંદરા, ચિમાન્ઝી અને કૂતરાને લગતા વીડિયો ખુબ વાયરલ થતા હોય છે. હાલમાં વાંદરા અને હરણનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ (Viral Video) થઈ રહ્યો છે. અલગ અલગ પ્રજાતિના આ પ્રાણીઓના વીડિયો પરથી લોકોને સાચી મિત્રતાની શીખ મળે છે.
વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે, એક કોલેજના કેમ્પસનું દ્રશ્ય જોઈ શકાય છે. આ વીડિયોમાં વાંદરાનું બચ્ચુ અને હરણ જોઈ શકાય છે. વાંદરાનું બચ્ચુ શાંત હરણની પીઠ પર બેસીને સવારી કરી રહ્યો છે. તે હરણ પણ વાંદરાના બચ્ચાને પીઠ પર બેસાડીને આરામથી ફરતુ દેખાય છે. વાંદરો પોતાની આ આરામદાયક સવારીનો આનંદ માણી રહ્યો છે. વીડિયો જોઈને લાગે છે આ બન્ને વચ્ચે ગાઢ મિત્રતા હોય.
આ રહ્યો એ વાયરલ વીડિયો
Meanwhile, monkeys in IIT Madras. pic.twitter.com/v1MTQ4J8AJ
— Azhar (@lonelyredcurl) October 10, 2022
આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર @lonelyredcurl નામના હેન્ડલ પરથી શેયર કરવામાં આવ્યો છે. આ વીડિયોના કેપ્શન પરથી જાણવા મળે છે કે આ વીડિયો IIT મદ્રાસનો છે. સોશિયલ મીડિયા પર આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પર લાખો વ્યૂઝ અને હજારો લાઈક મળી છે. સોશિયલ મીડિયા યુઝર આ વીડિયોને શેયર કરવાની સાથે સાથે તેના પર પોતાની પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે.
એક યુઝરે પ્રતિક્રિયા આપતા લખ્યુ છે કે, IITમાં આવીને વાંદરો સ્માર્ટ થઈ ગયો છે. બીજા એક યુઝરે લખ્યુ છે, આ સિનીયર વાંદરો જુનિયર હરણની રેગિંગ કરી રહ્યો છે. અન્ય એક યુઝરે લખ્યુ છે કે, વાંદરાઓને જીવનમાં જલસા જ હોય છે. આવી અનેક રમૂજી પ્રતિક્રિયા આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સે આપી હતી.