AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

વિજય થલાપતિ

વિજય થલાપતિ

જોસેફ વિજય ચંદ્રશેખર, જેમને ચાહકો પ્રેમથી “થલાપતિ” તરીકે ઓળખે છે, તેઓ તમિલ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા સુપરસ્ટાર છે. તેમનો જન્મ 22 જૂન 1974ના રોજ ચેન્નાઇમાં થયો હતો. તેમના પિતા એસ. એ. ચંદ્રશેખર એક પ્રખ્યાત ફિલ્મ નિર્દેશક છે, જ્યારે તેમની માતા શોભા ચંદ્રશેખર પ્રતિભાશાળી ગાયિકા છે.

વિજયે પોતાની શરૂઆતની શિક્ષા વિરુગમબક્કમ સ્થિત બાલાલોક મેટ્રિક્યુલેશન હાયર સેકન્ડરી સ્કૂલમાંથી પૂર્ણ કરી હતી. ત્યારબાદ તેમણે લોયોલા કોલેજ ચેન્નાઈમાંથી વિઝ્યુઅલ કમ્યુનિકેશનમાં ડિગ્રી મેળવી. 25 ઑગસ્ટ 1999ના રોજ તેમણે સંગીથા સાથે લગ્ન કર્યા.

વિજયે પોતાના અભિનય કારકિર્દીની શરૂઆત બાળ કલાકાર તરીકે કરી હતી. 1984માં તેમણે ‘વેટ્રી’ ફિલ્મમાં કામ કર્યું હતું, જેનું દિગ્દર્શન તેમના પિતાએ કર્યું હતું. 18 વર્ષની ઉંમરે તેમણે નાલૈયા થીરપુ ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવી. ત્યારબાદ તેમણે અનેક સફળ ફિલ્મોમાં અભિનય કર્યો અને મોટી લોકપ્રિયતા મેળવી. 2012 અને 2013માં તેમને Forbes Celebrity 100 યાદીમાં સ્થાન મળ્યું હતું.

ફિલ્મોમાં સફળતા મેળવ્યા પછી હવે વેજય રાજકારણ તરફ પણ આગળ વધી રહ્યા છે. તેમણે 2024માં પોતાની રાજકીય પાર્ટી તમિલાગા વેટ્ટ્રી કઝગમની સ્થાપનાની જાહેરાત કરી છે.

Read More

Breaking News : થાલાપતિ વિજય પછી ધનુષ રાજકારણમાં એન્ટ્રી કરશે, અટકળો શરુ થઈ

Dhanush : સાઉથ અભિનેતા ધનુષ પોતાની શાનદાર એક્ટિંગ માટે જાણીતો છે પરંતુ હવે એવી અટકળો ચાલી રહી છે કે, અભિનેતા રાજકારણમાં પણ એન્ટ્રી લઈ શકે છે. ધનુષનું એક નિવેદન વાયરલ થઈ રહ્યું છે. ત્યારબાદ અટકળો ચર્ચામાં આવી છે.

Jan Neta Release : તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની ફિલ્મ ‘જન નેતા’નો ક્રેઝ વધ્યો, ચાહકોએ થિયેટરોમાં ડાન્સ અને લેસર શો સ્વાગત કર્યું

Jan Neta Release: અભિનેતા અને તમિલનાડુના મુખ્યમંત્રી વિજયની છેલ્લી ફિલ્મ જન નેતા અંતે રિલીઝ થઈ ચૂકી છે. ફિલ્મ રિલીઝ થતાં જ તમિલનાડુમાં જશ્નનો માહોલ છે. થિયેટર્સમાં એવી ભીડ છે કે, જેને જોઈ બધા હેરાન રહી ગયા છે.

CM વિજયના જન્મદિવસ પર ત્રિશા કૃષ્ણનના સિક્રેટ સેલિબ્રેશનના જુઓ ફોટો

સાઉથ અભિનેત્રી ત્રિશા કૃષ્ણને તેના કથિત બોયફ્રેન્ડ અને તમિલનાડુના નવા મુખ્યમંત્રી વિજયને ખૂબ જ ખાસ જન્મદિવસની શુભેચ્છા પાઠવી. તેમણે તાજેતરમાં ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર ફોટો શેર કર્યો છે.

Thalapathy Vijay Birthday: વિજય થલાપતિ ફિલ્મોથી મુખ્યમંત્રીની ખુરશી સુધીની તેમની સફર કેવી રહી? જાણો

'GOAT' (Greatest Of All Time) એટલે કે, સર્વશ્રેષ્ઠ, આ નામ આમતો વિજય થલાપતિની બ્લોકબસ્ટર ફિલ્મનું છે. પરંતુ તેની લોકપ્રિયતા અને કરિયર ગ્રાફ જોઈએ તો. તે ખુદ 'GOAT' છે. આજે જન્મદિવસ છે.

Breaking News : તમિલનાડુના મુખ્યમંત્રી વિજયે તેમના ‘સિગ્નેચર’ લુકનું રહસ્ય ખોલ્યું, જાણો

તમિલનાડુના મુખ્યમંત્રી સી.જોસેફ વિજયે પોતાના સિગ્નેચર લુકનો રાઝ ખોલ્યો છે. તિરુચિરાપલ્લીમાં એક રેલી દરમિયાન થલાપતિ વિજયે પોતાના લુકને લઈ ખુલાસો કર્યો છે કે, તે કેમ બ્લેક બ્લેઝર અને સફેદ શર્ટ પહેરે છે.

Breaking News : એક્ટરમાંથી મુખ્યમંત્રી બનેલા વિજય થલાપતિ નીકળ્યા આતંકવાદીઓના કટ્ટર સમર્થક ! એક વીડિયોએ ખોલ્યા રહસ્યો, જુઓ

તમિલનાડુના મુખ્યમંત્રી થલાપતિ વિજયે 18 મે, મુલ્લીવૈક્કલ સ્મૃતિ દિવસ નિમિત્તે X પર કરેલી પોસ્ટથી રાજકીય ગરમાવો વધ્યો છે. રાજકારણ અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચેની પાતળી રેખા પર ઉઠેલા આ મુદ્દાએ રાજ્યના રાજકારણ અને આંતરરાષ્ટ્રીય આતંકવાદી ભંડોળના જોડાણ અંગે પ્રશ્નો ઊભા કર્યા છે, જે દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.

Breaking News : થલાપતિ વિજયનો CM બન્યા બાદ મોટો નિર્ણય, જો કોઈ લાંચ માંગે તો ફરિયાદ કરો, મળશે 1 લાખ રૂપિયાનું ઇનામ

જો તમારી પાસે 1,000 રુપિયાની કોઈ લાંચ માંગે તો તમને 1 લાખ રુપિયાનું ઈનામ મળશે. સાંભળવામાં તો પહેલી વખત આ વાત પર કોઈને વિશ્વાસ આવતો નહી હોય પરંતુ આ વાત સત્ય છે. તમિલનાડુના નવા મુખ્યમંત્રી થલાપતિ વિજયે ભષ્ટ્રાચાર નાબુદ કરવા માટે નવી યોજનાની જાહેરાત કરી છે.

Breaking News: ગજબ સંયોગ…ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2026 માં બનશે ચેમ્પિયન? તમિલનાડુમાં સત્તા પરિવર્તન સાથે કનેક્શન

તમિલનાડુમાં થયેલા રાજકીય પરિવર્તનને કારણે CSK IPL 2026 ના ચેમ્પિયન બનવાની શક્યતા વધી ગઈ છે. અમે આ કારણ વગર નથી કહી રહ્યા, તેની પાછળ એક લાંબો ઈતિહાસ છે. આ વર્ષે પણ ગજબ સંયોગ બની રહ્યો છે.

Breaking News : મુખ્યમંત્રી બન્યા બાદ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, તમિલનાડુમાં મંદિરો અને શાળાઓ પાસે દારૂ પર પ્રતિબંધ

મુખ્યમંત્રી બન્યા બાદ થલાપતિ વિજયનો મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણયના લોકોએ વખાણ પણ કર્યા છે. શપથ ગ્રહણ કર્યા બાદ તેમણે તમિલનાડુની ખુરશી સંભાળી લીધી છે.

Breaking News : જ્યોતિષે કરી મોટી આગાહી, થલાપતિ વિજયની સરકાર 6 મહિનામાં પડી જશે, તમિલનાડુમાં ફરી ચૂંટણી થશે

જ્યોતિષની આગાહીએ હંગામો મચાવી દીધો છે. તેમણે કહ્યું કે, થલાપતિ વિજય ત્રિશાના કારણે ચૂંટણી જીત્યા છે પણ સરકાર ટૂંક સમયમાં પડી શકે છે, આટલું જ નહી તમિલનાડુમાં ફરી ચૂંટણી થશે, હવે જોવાનું રહ્યું આ આગાહી કેટલી સાચી પડે છે.

Breaking News : દીકરાએ CM બની માતાને મધર્સ ડે પર આપી ગિફટ, તો શપથ લેતાની સાથે જ વિજયે લોકોને આપી આ મોટી વસ્તુઓ

તમિલનાડુની રાજનીતિમાં એક નવો અધ્યાય જોડાયો છે. અભિનેતાથી સીએમ બનેલા થલાપતિ વિજયે આજે ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી પદના શપથ લીધા હતા. રાજ્યપાલ રાજેન્દ્ર વિશ્વનાથ અર્લેકરે તેને મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા હતા.

Breaking News: થલાપતિ વિજય આજે તમિલનાડુના CM તરીકે લેશે શપથ, ત્રિશા કૃષ્ણન સ્થળ પર પહોંચી, જુઓ વીડિયો

TN CM Vijay Oath Ceremony: થલાપતિ વિજય 10 મેના રોજ સવારે 10 વાગ્યે ચેન્નાઈના નેહરુ સ્ટેડિયમમાં મુખ્યમંત્રી તરીકે શપથ લેશે. અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ નેહરુ સ્ટેડિયમ પહોંચી છે.

Breaking News : તમિલનાડુમાં ‘વિજય’ તિલક પહેલા, TVKએ 108 ધારાસભ્યોને હોટલમાં રાખ્યા

તમિલનાડુમાં સૌથી મોટી પાર્ટી બનેલી TVK બની છે. તમિલનાડુ વિધાનસભાની ચૂંટણીમાં TVK 108 સીટની સાથે સૌથી મોટી પાર્ટી બની છે. પરંતુ બહુમતના આંકડાથી 118 દુર છે. આ પહેલા તમિલનાડુમાં રિસોર્ટ રાજકારણ શરુ થયું છે.

Vijay Breaking News: તમિલનાડુમાં TVKને કોંગ્રેસનો ટેકો મળવાથી વિજય CM બની જશે? જાણો શું છે સમગ્ર રાજકીય સમીકરણ

તમિલનાડુમાં વિજયની TVK સૌથી મોટી પાર્ટી બની છે પરંતુ બહુમતીથી દૂર છે. હવે કોંગ્રેસનો નિર્ણય સરકાર રચનામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.

  • Nishat
  • Updated on: May 6, 2026
  • 8:38 am

વિજયની રાજકીય એન્ટ્રી બની ઐતિહાસિક, પણ ‘થલાપતિ’ કેવી રીતે બન્યા વિજય? શું થાયે છે થલાપતિ શબ્દનો અર્થ

સિનેમામાં સુપરસ્ટાર રહેલા વિજયે રાજકારણમાં પણ મોટી સફળતા મેળવી છે. જાણો તમિલ ભાષામાં 'થાલાપતિ'નો અર્થ શું થાયે છે અને તેની રસપ્રદ વાર્તા.

  • Nishat
  • Updated on: May 6, 2026
  • 8:19 am
g clip-path="url(#clip0_868_265)">