AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : સરકારી કર્મચારીઓને મળશે 15 દિવસની Paternity Leave, પ્રથમવાર તમિલનાડુ માટે CM વિજયે કરી મોટી જાહેરાત

તમિલનાડુ સરકારે પુરુષ સરકારી કર્મચારીઓ માટે 15 દિવસની પિતૃત્વ રજા જાહેર કરી છે, જે રાજ્યના ઇતિહાસમાં પ્રથમવાર છે. આ નિર્ણયથી પિતા બાળકના જન્મ સમયે પરિવાર સાથે રહી શકશે અને માતા તેમજ નવજાત શિશુની સંભાળમાં મદદ કરી શકશે.

Breaking News : સરકારી કર્મચારીઓને મળશે 15 દિવસની Paternity Leave, પ્રથમવાર તમિલનાડુ માટે CM વિજયે કરી મોટી જાહેરાત
| Updated on: Nov 27, 2026 | 2:11 PM
Share

તમિલનાડુ સરકારે સરકારી કર્મચારીઓ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી સી. જોસેફ વિજયે રાજ્યના પુરુષ સરકારી કર્મચારીઓ માટે 15 દિવસની પિતૃત્વ રજા (Paternity Leave) આપવાની જાહેરાત કરી છે. તમિલનાડુના ઇતિહાસમાં પહેલીવાર પુરુષ સરકારી કર્મચારીઓને આ પ્રકારની રજાની સુવિધા આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી હવે બાળકના જન્મ સમયે પિતા પણ પરિવાર સાથે સમય વિતાવી શકશે અને માતા તથા નવજાત શિશુની સંભાળ રાખવામાં મદદ કરી શકશે.

સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી નવી જોગવાઈ મુજબ, પરિણીત પુરુષ સરકારી કર્મચારીઓ 15 દિવસની પિતૃત્વ રજા લઈ શકશે. આ રજા બાળકના જન્મની સંભવિત તારીખના 15 દિવસ પહેલાં અથવા બાળકના જન્મ પછીના છ મહિનાની અંદર લઈ શકાશે. એટલે કે કર્મચારીઓ પોતાની જરૂરિયાત અને પરિવારની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ રજાનો લાભ લઈ શકશે.

નવજાત બાળકની સંભાળ રાખવામાં પિતાની હાજરી જરૂરી

મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે બાળકના જન્મની આસપાસનો સમય માતા અને નવજાત શિશુ બંને માટે અત્યંત મહત્વપૂર્ણ હોય છે. આ સમયગાળા દરમિયાન માતાને શારીરિક અને માનસિક સહકારની જરૂર હોય છે. સાથે જ નવજાત બાળકની સંભાળ રાખવામાં પિતાની હાજરી પણ એટલી જ જરૂરી છે. આ બાબતોને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પુરુષ કર્મચારીઓ માટે પિતૃત્વ રજાની સુવિધા શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

ઉલ્લેખનીય છે કે તમિલનાડુમાં મહિલા સરકારી કર્મચારીઓને અગાઉથી જ 365 દિવસની પ્રસૂતિ રજા (Maternity Leave) આપવામાં આવે છે. જોકે, પુરુષ કર્મચારીઓ પણ બાળકના જન્મ સમયે રજા આપવાની લાંબા સમયથી માંગ કરી રહ્યા હતા. કર્મચારીઓની આ માંગને ધ્યાનમાં રાખીને સરકારે હવે 15 દિવસની પિતૃત્વ રજા મંજૂર કરવાનો આદેશ જાહેર કર્યો છે.

આ નિર્ણયના થોડા સમય પહેલાં જ વિજય સરકારે મહિલા સરકારી કર્મચારીઓ માટે પ્રસૂતિ રજાના નિયમોમાં પણ મહત્વપૂર્ણ ફેરફાર કર્યો હતો. અગાઉ પ્રથમ બે બાળકો માટે મળતી 365 દિવસની પ્રસૂતિ રજાનો લાભ હવે ત્રીજા બાળકના જન્મ સમયે પણ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આમ, તમિલનાડુ સરકારના આ નવા નિર્ણયથી મહિલા અને પુરુષ બંને સરકારી કર્મચારીઓને માતા-પિતા બનવાના સમયે પરિવાર સાથે સમય વિતાવવાની વધુ સુવિધા મળશે.

વડોદરાથી ઝડપાયેલા આતંકી ઇન્સ્ટાગ્રામ-વોટ્સએપથી હેન્ડલરના સંપર્કમાં હતા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">