AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ત્રિશા થલાપતિ વિજયના માતા-પિતા સાથે બેસેલી જોવા મળી Video જુઓ

ચેન્નાઈમાં સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં તમિલનાડુના મુખ્યમંત્રી વિજય જોસેફે ધ્વજ ફરકાવ્યો હતો. અભિનેત્રી ત્રિશા કૃષ્ણન પણ આ કાર્યક્રમમાં હાજર રહી હતી અને તેમની હાજરીએ બધાનું ધ્યાન ખેંચ્યું હતું.

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ત્રિશા થલાપતિ વિજયના માતા-પિતા સાથે બેસેલી જોવા મળી Video જુઓ
| Updated on: Aug 15, 2026 | 1:19 PM
Share

ચેન્નાઈના ફોર્ટ સેન્ટ જૉર્જમાં સ્વતંત્રતા દિવસના સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં તમિલનાડુના મુખ્યમંત્રી અને પૂર્વ અભિનેતા થલાપતિ વિજયે ધ્વજ ફરકાવ્યો હતો. આ સમારોહમાં અભિનેત્રી ત્રિશા કૃષ્ણન વિજય થલાપતિના માતા-પિતા સાથે બેસેલી જોવા મળી હતી. ત્યારબાદ લોકો તરફથી અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

લાંબા સમય સુધી વિજય અને ત્રિશા રિલેશનશીપમાં હોવાને લઈ ચર્ચાઓ ચાલી રહી છે. બંને હંમેશા સમારોહમાં સાથે જોવા મળે છે. આ પહેલા પણ જ્યારે વિજય થલાપતિએ મુખ્યમંત્રી પદના શપથ લીધો તો શપથ ગ્રહણ સમારોહનો ભાગ પણ અભિનેત્રી બની હતી.

સ્વતંત્રતા દિવસના સમારોહમાં ત્રિશા પહોંચી

ન્યુઝ એજન્સી પીટીઆઈ તરફથી ચેન્નાઈમાં આયોજિત કરવામાં આવેલા સ્વતંત્રતા સમારોહનો વીડિયો શેર કર્યો છે. જેમાં ત્રિશા કૃષ્ણન વિજય થલાપતિના માતા-પિતા ચંદ્રશેખર અને શોભા સાથે બેસેલી જોવા મળી હતી.

સાઉથ અભિનેત્રીએ આ સ્પેશિયલ દિવસ માટે પીળારંગની સાડી સાથે ગ્રીન બ્લાઉઝ પહેર્યું હતુ. આ સાથે માથામાં ગઝરો લગાવ્યો હતો. ત્રિશા સમારોહ દરમિયાન ખુબ ખુશ જોવા મળી રહી હતી. પીટીઆઈએ શેર કરેલા વીડિયોમાં લખ્યું ચેન્નાઈમાં સ્વતંત્રતા દિવસ સમારોહમાં સામેલ થઈ અભિનેત્રી ત્રિશા તમિલનાડુના મુખ્યમંત્રી વિજય થલાપતિના માતા-પિતા સાથે બેસી.

લાંબા સમયથી ત્રિશા અને વિજયના અફેરની ચર્ચા

અભિનેત્રી ત્રિશા અને થલાપતિ વિજય લાંબા સમયથી પોતાની પર્સનલ લાઈફને લઈ ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા વિજયની પત્નીએ છુટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. પરંતુ તે પરત લીધો હતો. બંને ચેન્નાઈમાં એક રિસેપ્શનમાં મેચિંગ આઉટફિટ પહેર્યું હતુ. ત્યારબાદ અટકળો તેજ થઈ હતી. બંને સાથે કીર્તિ સુરેશના લગ્નમાં સામેલ થયા હતા. પરંતુ બંને માંથી કોઈની પ્રતિક્રિયા સામે આવી નહતી.

સિનેમા અને રાજનીતિના ‘GOAT’ વિજય થલાપતિનો આજે છે જન્મદિવસ, જુઓ પરિવાર અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">