Breaking News: રાજકોટમાં અંજલીબેન રૂપાણી મતદાન દરમિયાન થયા ભાવુક, વિજય રૂપાણીને યાદ કરી રડી પડ્યા, જુઓ-Video
સ્વર્ગસ્થ વિજય રુપાણી વગર આ વખત પહેલીવાર મતદાન કરવા પહોંચતા અંજલી બહેન ભાવુક થઈ ગયા છે. તેમને મતદાન કરતા પહેલા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે આ વર્ષે પહેલીવાર છે કે તેઓ તેમના પતિ વગર એકલા મતદાન કરવા પહોંચ્યા છે.
લોકશાહીના આ મહાપર્વમાં મતદાન કરવા સ્વર્ગસ્થ વિજય રૂપાણીની પત્ની અંજલીબેન પણ મતદાન કેન્દ્રે પહોંચ્યા હતા. પરંતુ મતદાન કરતા પહેલા તેઓ ખૂબ જ ભાવુક થઈ ગયા હતા. પતિ વિના પહેલીવાર મતદાન કરવા પહોંચતા તેમની આંખોમાં આંસુ આવી ગયા હતા અને મીડિયા સાથે વાત કરતા તેઓ રડી પડ્યા હતા.
અંજલી બેનએ કર્યું મતદાન
સ્વર્ગસ્થ વિજય રુપાણી વગર આ વખત પહેલીવાર મતદાન કરવા પહોંચતા અંજલી બહેન ભાવુક થઈ ગયા છે. તેમને મતદાન કરતા પહેલા મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતુ કે આ વર્ષે પહેલીવાર છે કે તેઓ તેમના પતિ વગર એકલા મતદાન કરવા પહોંચ્યા છે. આ અંગે વાતચીત કરતા અંજલી બહેનના આંખો આંસુથી ભરાઈ આવી હતી.
વિજય રુપાણી વાત કરતા થયા ભાવુક
અંજલીબેન એ વોર્ડ નંબર 10માંથી મતદાન કર્યું છે. તે સાથે લોકોને અપીલ કરતા અંજલી બેનએ કહ્યું હતુ કે રાજકોટ ભાજપનો ગઢ છે. લોકો પણ વહેલી તકે મતદાન કરે તેની પણ અપીલ કરી છે.
લોકશાહીના મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી
વ્યક્તિગત દુઃખ વચ્ચે પણ અંજલીબેનનું મતદાન પ્રત્યેનું સમર્પણ સ્પષ્ટ જોવા મળ્યું, તો બીજી તરફ તેમણે જનતાને પણ લોકશાહીના આ મહાપર્વમાં ઉત્સાહપૂર્વક ભાગ લેવા અપીલ કરી હતી. તેમના આ સંદેશે દર્શાવ્યું કે વ્યક્તિગત સંજોગો કેટલાય કઠિન હોય, છતાં નાગરિક તરીકેની જવાબદારીને પ્રથમ સ્થાન આપવું જરૂરી છે.
Breaking News: મતદાન પહેલા જૂનાગઢના કેશોદમાં ભાજપ કાર્યકરો બાખડ્યા, 3 ઈજાગ્રસ્ત, જુઓ-Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
મહારાષ્ટ્રના જલગાંવમાં ભારે વરસાદ બાદ સર્જાઈ પૂરની સ્થિતિ- Video
અમદાવાદઃ ભાજપના કાર્યક્રમમાં નવનિયુક્ત કાઉન્સિલરોની ગેરહાજરીથી નારાજગી
શાળા પ્રવેશોત્સવ વચ્ચે ડાંગની શાળાને વાલીઓએ કરી તાળાબંધી
જામનગરમાં એકાતરા પાણી વિતણ કરવાનો મનપા નો નિર્ણય, વિપક્ષે ઉઠાવ્યા સવાલ

