AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Suvendu Adhikari

Suvendu Adhikari

સુવેન્દુ અધિકારી પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ) ની સરકારના મુખ્ય પ્રધાન છે. તેમણે 2026માં યોજાયેલ પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 200 કરતા પણ વધુ બેઠકો જીતાડી છે. સુવેન્દુ અધિકારીએ કોલકત્તામાં, 09 મે 2026ના રોજ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાન અને નાયબ મુખ્ય પ્રધાનોની ઉપસ્થિતિમાં યોજાયેલા ભવ્ય સમારંભમાં પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.

આ પહેલા, મમતા બેનર્જીના કાર્યકાળ દરમિયાન, તેમણે વિપક્ષના નેતા તરીકે સેવા આપી હતી. તેમનો જન્મ 15 ડિસેમ્બર, 1970 ના રોજ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લામાં થયો હતો. તેમણે નેતાજી સુભાષ ઓપન યુનિવર્સિટીમાંથી એમએની ડિગ્રી મેળવી હતી. તેમના પિતા, શિશિર અધિકારી, મનમોહન સિંહ વહીવટ દરમિયાન સંસદ સભ્ય અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગ્રામીણ વિકાસ રાજ્યમંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. સુવેન્દુ અધિકારી પહેલી વાર 1995 માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની ટિકિટ પર કાંઠી નગરપાલિકાના કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા.

તેઓ 1995 થી 1998 સુધી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા રહ્યા. ત્યારબાદ, તેઓ તૃણમૂલ કોંગ્રેસમાં જોડાયા. તેઓ 1998 થી 2020 સુધી મમતા બેનર્જી સાથે તૃણમૂલ કોંગ્રેસમાં રહ્યા. ત્યારબાદ તેમણે તૃણમૂલ કોંગ્રેસ છોડી દીધી અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બન્યા.

સુવેન્દુ 2009 અને 2014માં તામલુક સંસદીય મતવિસ્તારમાંથી લોકસભામાં ચૂંટાયા હતા. 2016 થી 2020 સુધી, તેઓ નંદીગ્રામથી પશ્ચિમ બંગાળ વિધાનસભામાં ચૂંટાયા હતા, આ સમયગાળા દરમિયાન તેમણે રાજ્ય સરકારમાં પરિવહન મંત્રી તરીકે સેવા આપી હતી. તેઓ 2020 માં સત્તાવાર રીતે ભાજપમાં જોડાયા હતા. 2021 ની ચૂંટણીમાં તેમણે મુખ્યમંત્રી મમતા બેનર્જીને હરાવ્યા હતા. 2026 ની ચૂંટણીમાં, તેમણે ફરી એકવાર મમતા સામે ચૂંટણી લડી અને તેમને હરાવ્યા. આ ચૂંટણીમાં, ભાજપે જંગી બહુમતી મેળવી, અને પાર્ટીએ સુવેન્દુ અધિકારીને મુખ્યમંત્રીની જવાબદારી સોંપી.

Read More

Breaking News : TMCમાં ભાગલા નક્કી ! પશ્ચિમ બંગાળમાં ભાજપની ભવ્ય જીત બાદ હવે TMCના 12 સાંસદ, મમતા સાથે ખેલા કરવાના મૂડમાં

પશ્ચિમ બંગાળમાં ટીએમસીના મમતા બેનર્જીની સત્તા જતા રહ્યાં બાદ, હવે 12 સાંસદો મમતા બેનર્જી સાથે ખેલા કરવાના મૂડમાં આવ્યા છે. આ સાંસદો ટીએમસી છોડીને ભાજપમાં જોડાઈ જશે તેવી અટકળો ચાલી રહી છે. જો ટીએમસીના 12 સાંસદો ભાજપમાં જોડાઈ જશે તો રાષ્ટ્રીયસ્તરે મમતા બેનર્જીને રાજકીય રીતે મોટો ધક્કો પહોંચશે.

Breaking News : બંગાળમાં દર મહિને ભાજપ સરકાર મહિલાઓને આપશે 3000 રૂપિયા, ગેરકાયદે મદરેસા પર ચાલશે બુલડોઝર, સુવેન્દુ કેબિનેટનો નિર્ણય

પશ્ચિમ બંગાળની ભાજપ સરકારે તેના કર્મચારીઓ, સંલગ્ન વૈધાનિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ માટે 7મા રાજ્ય પગાર પંચના બંધારણને મંજૂરી આપી છે. આ સાથે જ, ધાર્મિક વર્ગીકરણના આધારે જૂથોને હાલમાં આપવામાં આવતી સરકારી સહાય જૂનથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ભારતમાં ઘૂસણખોરી રોકવા માટે સુવેન્દુ અધિકારીની સરકારનો મોટો નિર્ણય, સરહદની જમીન BSFને આપી દેવાશે, જાણો બીજા મહત્વના નિર્ણયો

પશ્ચિમ બંગાળની સુવેન્દુ અધિકારીની ભાજપ સરકારે, સત્તા સંભાળતાવેત, બાગ્લાદેશમાંથી ભારતમાં થઈ રહેલી ઘૂસણખોરી અટકાવવા માટેનો મોટો નિર્ણય કર્યો છે. આ ઉપરાંત સુવેન્દ્ર સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં પાંચ અન્ય મહત્વના નિર્ણયો લેવાયા છે. જેમાં વડાપ્રધાન મોદીએ, પાંચ રાજ્યોના પરિણામો જાહેર થયા બાદ 4 મેના રોજ સાંજે, દિલ્હી સ્થિત ભાજપના મુખ્ય કાર્યાલય ખાતે કરેલા સંબોધન મુજબ આયુષ્યમાન ભારત યોજના, પશ્ચિમ બંગાળમાં લાગુ કરવાનો પણ સમાવેશ થાય છે.

સુવેન્દુ અધિકારીના PA પર ગોળીબાર બાદ CMની એક અપીલે હિંસા અટકાવી, હજારો કાર્યકરોના જીવ બચ્યા હોવાનો દાવો!-જુઓ Video

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી તરીકે શપથ લીધાના ગણતરીના દિવસોમાં જ સુવેન્દુ અધિકારીના PA પર જીવલેણ હુમલો થયો હતો. આ ઘટના બાદ રાજ્યમાં ભીષણ હિંસા ફાટી નીકળવાની દહેશત હતી, પરંતુ મુખ્યમંત્રીએ સંયમ જાળવી કાયદો હાથમાં ન લેવાની અપીલ કરતા મોટી હોનારત ટળી હતી.

Breaking News: સુવેન્દુ અધિકારીના PAની હત્યામાં બીજા રાજ્યનું કનેક્શન, આ એક પુરાવાએ આખી તપાસ પલટી નાખી

પશ્ચિમ બંગાળના હાઈ-પ્રોફાઇલ મર્ડર કેસની તપાસમાં એક એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જેણે પોલીસને પણ વિચારતી કરી દીધી છે. હત્યારાઓએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે એક એવો માસ્ટર પ્લાન ઘડ્યો હતો કે, જેનો છેડો સીધો બીજા રાજ્ય સાથે જોડાયેલો છે.

પશ્ચિમ બંગાળમાં ભાજપનો સુવેન્દુ યુગ, પ્રધાન તરીકે શપથ લેનારા એ પાંચ પ્રધાન કોણ ?

આજે 9 મેના રોજ, ભાજપે પશ્ચિમ બંગાળમાં તેની પહેલી સરકાર બનાવી, જેમાં સુવેન્દુ અધિકારીએ મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. કોલકાતાના બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે આયોજિત આ ઐતિહાસિક સમારોહમાં વડા પ્રધાન મોદી અને ગૃહ પ્રધાન શાહ સહિત અનેક મહાનુભાવો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન, પાંચ અન્ય નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા.

કોણ છે એ 98 વર્ષના વૃદ્ધ, જેમને સુવેન્દુની શપથવિધી પહેલા PM મોદી પગે લાગ્યા ?

આજે પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. આ કાર્યક્રમ દરમિયાન, પીએમ મોદીએ સ્ટેજ પર એક વૃદ્ધ સજ્જનના પગ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ માંગ્યા. આ વૃદ્ધની ઉમર આશરે 98 વર્ષ છે અને તેમનુ નામ માખનલાલ સરકાર છે. ચાલો જાણીએ, માખનલાલ સરકાર કોણ છે.

Breaking News: ધારાસભ્ય દળની બેઠકમાં ચર્ચાયું ‘મોટું નામ’, સુવેન્દુ અધિકારી બન્યા રાજ્યના ‘નવા મુખ્યમંત્રી’

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં પ્રચંડ જીત નોંધાવ્યા બાદ ભાજપે આજે મુખ્યમંત્રીના ચહેરાની જાહેરાત કરી દીધી છે. સુવેન્દુ અધિકારી રાજ્યના નવા અને ભાજપના પ્રથમ મુખ્યમંત્રી બનશે. ભાજપ ધારાસભ્ય દળની બેઠકમાં તેમના નામ પર મહોર મારવામાં આવી છે. હવે શનિવારે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ યોજાશે.

વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
વાલીઓ પર મોંઘવારીનો ડામ! સ્કૂલ વાન-રિક્ષાના ભાડામાં 10% નો 'વધારો'
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
ચેકડેમ કૌભાંડની તપાસ કરવા ગાંધીનગરની ટીમ મેદાને, અધિકારીઓ ફફડ્યા
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
કસૌલીના જંગલમાં લાગી ભીષણ આગ, Mi-17 હેલિકોપ્ટર લઈ મેદાને ઉતરી વાયુસેના
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
Ahmedabad Breaking News : અમદાવાદમાં રાતોરાત વધ્યુ રિક્ષાભાડું!
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
બેબીસીયા વાયરસના કારણે થયા બે સિંહના મોત-અર્જુન મોઢવાડિયા
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
પોતાના ઘરમાં જ જુગારખાનું ચલાવતી હતી મહિલા, સુરતમાં 7 મહિલાઓ ઝડપાઈ
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
જુનાગઢના 18 કરોડના વાઘેશ્વરી તળાવની કામગીરી પર વિપક્ષે પ્રહાર કર્યા
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
Breaking News : નકલી CBI અધિકારી ઝડપાયો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
યોગ અને ધ્યાનથી ચમકશે ભાગ્ય, સ્વાસ્થ્યમાં થશે મોટો સુધારો
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
કચ્છના મુંદ્રા નજીક ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
g clip-path="url(#clip0_868_265)">