AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોણ છે એ 98 વર્ષના વૃદ્ધ, જેમને સુવેન્દુની શપથવિધી પહેલા PM મોદી પગે લાગ્યા ?

આજે પશ્ચિમ બંગાળમાં ભાજપના પ્રથમ મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીનો શપથ ગ્રહણ સમારોહ યોજાયો. આ કાર્યક્રમ દરમિયાન, પીએમ મોદીએ સ્ટેજ પર એક વૃદ્ધ સજ્જનના પગ સ્પર્શ કર્યા અને તેમના આશીર્વાદ માંગ્યા. આ વૃદ્ધની ઉમર આશરે 98 વર્ષ છે અને તેમનુ નામ માખનલાલ સરકાર છે. ચાલો જાણીએ, માખનલાલ સરકાર કોણ છે.

કોણ છે એ 98 વર્ષના વૃદ્ધ, જેમને સુવેન્દુની શપથવિધી પહેલા PM મોદી પગે લાગ્યા ?
TV9 Gujarati
| Edited By: | Updated on: May 09, 2026 | 1:24 PM
Share

પશ્ચિમ બંગાળના કોલકાતામાં બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે, આજે મુખ્ય પ્રધાનની શપથ ગ્રહણ સમારોહ માટે પીએમ મોદી સહિત અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ ભવ્ય રાજકીય સમારોહની વચ્ચે, પીએમ મોદીએ સ્ટેજ પર એક વૃદ્ધ વ્યક્તિના પગ સ્પર્શ કર્યા. તેમને શાલ ઓઢાડી બહુમાન કરવાની સાથે અને આદરપૂર્વક તેમને સસ્મિત ભેટીને અભિવાદન કર્યું.

આ તસવીર જોઈને, દરેકના મનમાં એક પ્રશ્ન ઉભો થાય તે સ્વાભાવિક છે કે, આ વૃદ્ધ વ્યક્તિ કોણ છે, જેના પગે પીએમ મોદી પડ્યા. એટલુ જ નહીં પગે લાગીને તેમના આશીર્વાદ મેળવ્યાં ? આ સજ્જન પશ્ચિમ બંગાળના સૌથી વરિષ્ઠ ભાજપ કાર્યકરોમાંના એક છે. તેમનું નામ માખનલાલ સરકાર છે, અને તેઓની ઉમર આશરે 98 વર્ષની છે. માખનલાલ સરકાર સ્વતંત્રતા પછીના ભારતમાં રાષ્ટ્રવાદી ચળવળ સાથે સંકળાયેલા શરૂઆતના પાયાના નેતાઓમાંના એક છે. 1052માં, કાશ્મીરમાં ભારતીય ત્રિરંગો ફરકાવવાના આંદોલન દરમિયાન તેમની શ્યામા પ્રસાદ મુખર્જી સાથે ધરપકડ કરવામાં આવી હતી.

1980માં ભાજપની સ્થાપના થયા પછી, તેઓ પશ્ચિમ દિનાજપુર, જલપાઈગુડી અને દાર્જિલિંગ જિલ્લાઓના સંગઠનાત્મક સંયોજક બન્યા. માત્ર એક વર્ષમાં, તેમણે લગભગ 10,000 સભ્યોને પક્ષમાં સામેલ કરવામાં મદદ કરી. 1981 થી, તેમણે સતત સાત વર્ષ સુધી જિલ્લા પ્રમુખ તરીકે સેવા આપી. આ એક અસાધારણ સિદ્ધિ હતી જ્યારે ભાજપના નેતાઓ સામાન્ય રીતે બે વર્ષથી વધુ સમય સુધી એક પણ સંગઠનાત્મક પદ સંભાળી શકતા ન હતા.

ભવ્ય સ્વાગત

વડાપ્રધાન ખુલ્લા વાહનમાં સ્થળ પર પહોંચ્યા અને વહેલી સવારથી જ શપથ ગ્રહણ સમારોહ માટે ભેગા થયેલા હજારો સમર્થકોનું સ્વાગત કરવા હાથ લહેરાવીને અભિવાદન કર્યું. મોદી સવારે 10 વાગ્યા પહેલા નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય વિમાનમથક પર ઉતર્યા હતા. ત્યાંથી, તેઓ હેલિકોપ્ટર મારફતે રેસકોર્સ મેદાન ગયા, અને ત્યારબાદ રોડ માર્ગે સ્થળ પર પહોંચ્યા.

બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ ખાતે કેસરીયો લહેરાયો

બ્રિગેડ પરેડ ગ્રાઉન્ડ કેસરી સમુદ્રમાં ફેરવાઈ ગયું હતું, ભાજપના અનેક સમર્થકો પશ્ચિમ બંગાળ, ઝારખંડ જેવા પડોશી રાજ્યો અને વિદેશથી પણ આ કાર્યક્રમ નજરે જોવા માટે ઉમટી પડ્યા હતા.

INDIA Alliance : વિપક્ષ સામે પાર્ટી અસ્તિત્વનું સંકટ, બંગાળના પરિણામોએ વધારી ચિંતા!

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">