AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સુવેન્દુ અધિકારીના PAની હત્યામાં બીજા રાજ્યનું કનેક્શન, આ એક પુરાવાએ આખી તપાસ પલટી નાખી

પશ્ચિમ બંગાળના હાઈ-પ્રોફાઇલ મર્ડર કેસની તપાસમાં એક એવો ચોંકાવનારો ખુલાસો થયો છે કે, જેણે પોલીસને પણ વિચારતી કરી દીધી છે. હત્યારાઓએ પોલીસની આંખમાં ધૂળ નાખવા માટે એક એવો માસ્ટર પ્લાન ઘડ્યો હતો કે, જેનો છેડો સીધો બીજા રાજ્ય સાથે જોડાયેલો છે.

Breaking News: સુવેન્દુ અધિકારીના PAની હત્યામાં બીજા રાજ્યનું કનેક્શન, આ એક પુરાવાએ આખી તપાસ પલટી નાખી
| Updated on: May 10, 2026 | 3:43 PM
Share

પશ્ચિમ બંગાળના CM શુભેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની હત્યામાં ઝારખંડના ધનબાદ સાથે જોડાયેલું કનેક્શન સામે આવ્યું છે. હત્યારાઓએ ગુનામાં ઉપયોગમાં લીધેલી બાઇક પર ધનબાદના કર્મચારી વિભાષ ભટ્ટાચાર્યની બાઇકનો નકલી નંબર લગાવ્યો હતો. આ દરમિયાન, વિભાષ ભટ્ટાચાર્યના ઘટના સમયના CCTV ફૂટેજ સામે આવતા તેમને ક્લીન ચિટ મળી ગઈ છે.

બાઇકનો નકલી નંબર લગાવ્યો હતો

જણાવી દઈએ કે, ચૂંટણી પરિણામો બાદ તરત જ થયેલી આ હાઈ પ્રોફાઇલ હત્યા કેસની તપાસ માટે રચાયેલી બંગાળ પોલીસની SIT ટીમ ગઈકાલે રાત્રે તપાસ માટે ધનબાદ પહોંચી હતી. અહીં પોલીસ સ્ટેશનમાં લાંબા સમય સુધી પૂછપરછ કરવામાં આવી હતી, જેમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. ખુલાસો એ છે કે, હત્યારાઓએ ગુનામાં ઉપયોગમાં લીધેલી બાઇક પર નકલી નંબર લગાવ્યો હતો. હકીકતમાં, આ નંબર ધનબાદના એક કર્મચારી વિભાષ ભટ્ટાચાર્યની બાઇકનો ચોરવામાં આવ્યો હતો.

આ રીતે સામે આવ્યું ‘ધનબાદ કનેક્શન’

તપાસમાં ગુનેગારો દ્વારા ઉપયોગમાં લેવાયેલી બાઇકના નંબર JH… થી તેનું ઝારખંડ કનેક્શન બહાર આવ્યું. ગુનેગારોની બાઇકનો નંબર ધનબાદના વિભાષના નામે રજીસ્ટર્ડ છે. તપાસ આગળ વધી તો તેની કડી ધનબાદના પાથરડીહ સુધી પહોંચી.

બીજી બાઇકનો નંબર ઉપયોગમાં લેવાનો ખુલાસો

ત્યારબાદ ખબર પડી કે, ગુનેગારોએ જે બાઇકનો ઉપયોગ કર્યો હતો; તે ધનબાદની ચાસ નાલા ઓફિસમાં તૈનાત બંગાળના વિભાષ ભટ્ટાચાર્યના નામે રજીસ્ટર્ડ છે. વિભાષ મૂળ બર્નપુર (બંગાળ) ના છે અને થોડા વર્ષો પહેલા તેમની બદલી થઈ હતી. આ પછી, શુક્રવારે રાત્રે બંગાળ પોલીસ ધનબાદ પહોંચી હતી. પાથરડીહ પોલીસ સ્ટેશનમાં કલાકો સુધી ચાલેલી પૂછપરછ બાદ ટીમે ભટ્ટાચાર્યના ઘરે બાઇકની ખરાઈ કરી હતી.

કર્મચારીએ સ્પષ્ટતા કરી હતી કે, ઘટના સમયે તેઓ ઓફિસમાં હતા. CCTV ફૂટેજ દ્વારા પણ આ સાબિત થઈ ગયું છે. તપાસમાં જાણવા મળ્યું છે કે, હત્યારાઓએ તેમની બાઇકનો નંબર બીજી બાઇક (અલગ મોડેલ અને રંગની) પર ચોંટાડી દીધો હતો.

Supriya Sule : સુપ્રિયા સુલેની કાર મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર બની અકસ્માતનો ભોગ, તમામ મુસાફરો સુરક્ષિત!

Follow Us
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
CNG ભાવવધારાથી બનાસકાંઠાના વાહનચાલકો પરેશાન, સરકાર પાસે કરી રાહતની માગ
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
શંકરસિંહ બાપુ અનામત પરના નિવેદન પર અડગ, કહ્યુ માફી માગવાનો સવાલ જ નથી
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
ભરૂચની જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા પર વિવાદ
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
જૂનાગઢમાં એકસાથે 7 સિંહો રસ્તો ક્રોસ કરતા કેમેરામાં થયા કેદ, Video
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
દહેગામમાં શંકાસ્પદ ઘી-પામ ઓઈલનો જથ્થો ઝડપાયો, ફૂડ વિભાગની તપાસ હાથ ધરી
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ગાંધીનગરમાં અર્ધલશ્કરી દળના 14 જવાનો ડેન્ગ્યુ સંક્રમિત
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
ચીની મહિલાનો અનોખો પ્રયોગ! બાળકને ઊંઘાડવા ચલાવે છે 'હનુમાન ચાલીસા'
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
વડોદરાના આસોજ ગામ નજીક ડમ્પરમાં ભીષણ આગ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને ભાગીદારીથી થશે આર્થિક લાભ
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
ન કોઈ સ્ટુડિયો ન મોંઘું સેટઅપ! ઇન્ટરનેટ પર છવાયો આ 3 બહેનોનો Video
g clip-path="url(#clip0_868_265)">