AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

સાયન્સ સિટી

સાયન્સ સિટી

ગુજરાત સાયન્સ સિટી એ અમદાવાદ સ્થિત વિજ્ઞાન શિક્ષણ અને મનોરંજનનું કેન્દ્ર છે. જેને 2002 માં શરૂ કરવામાં આવ્યું અને 2021 માં તેનું વિસ્તરણ થયું હતું.
અહીં IMAX 3D થિયેટર, વિજ્ઞાન, અંતરિક્ષ, એનર્જી પાર્ક, જીવ વિજ્ઞાન પાર્ક, ગ્રહ પૃથ્વી, વિજ્ઞાન હોલ, મ્યુઝિકલ ફાઉન્ટેન, થ્રિલ રાઈડ્સ, પ્લાન્ટ્સ, નેચર અને રોબોટિક્સ પરના પ્રદર્શનો છે. વધુમાં માછલીઘર, પક્ષી સંગ્રહાલય અને બટરફ્લાય પાર્ક અને અન્ય જીજ્ઞાસાસભર સુવિધાઓ પણ ઉપલબ્ધ છે.
1999 માં, ગુજરાત કાઉન્સિલ ઓફ સાયન્સ સિટીના નામે, ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળની એક સ્વાયત્ત નોંધાયેલ સોસાયટીની સ્થાપના કરવામાં આવી હતી. 2021 માં, બીજા તબક્કામાં કરોડો રૂપિયાના ખર્ચે હાથ ધરાયેલ સાયન્સ સિટીના વિકાસ હેઠળ, વોટર ગેલેરી, એક રોબોટિક્સ ગેલેરી અને નેચર પાર્ક બનાવવામાં આવ્યું હતું. તેમનું ઉદ્ઘાટન 16 જુલાઈ 2021ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યું હતું.

Read More
g clip-path="url(#clip0_868_265)">