AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ઈંગ્લેન્ડે મેદાનમાં ફ્રાન્સને 6-4થી રગદોળી નાખ્યું, 44 વર્ષ બાદ રમાઈ આવી રસાકસીભરી મેચ

England vs France: FIFA વર્લ્ડ કપ 2026 ના ત્રીજા સ્થાન માટે રમાયેલ મેચમાં ઇંગ્લેન્ડે, ફ્રાન્સને 6-4 થી હરાવ્યું. આ FIFA વર્લ્ડ કપ ટુર્નામેન્ટના ઇતિહાસમાં ઇંગ્લેન્ડનું બીજું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. જીત બાદ ઇંગ્લેન્ડને બ્રોન્ઝ મેડલ એનાયત કરવામાં આવ્યો હતો.

ઈંગ્લેન્ડે મેદાનમાં ફ્રાન્સને 6-4થી રગદોળી નાખ્યું, 44 વર્ષ બાદ રમાઈ આવી રસાકસીભરી મેચ
| Updated on: Jul 19, 2026 | 8:14 AM
Share

ઇંગ્લેન્ડ વિરુદ્ધ ફ્રાન્સ: ઇંગ્લેન્ડે FIFA વર્લ્ડ કપ 2026 ના ત્રીજા સ્થાન માટેની રોમાચક મેચમાં ફ્રાન્સને હરાવ્યું. આ મેચમાં એક પછી એક ગોલ મારવામાં આવ્યા હતા. જેમાં આખરે ઇંગ્લેન્ડ વિજયી બન્યું. મિયામી સ્ટેડિયમ ખાતે યોજાયેલી ત્રીજા સ્થાન માટેની મેચમાં કુલ 10 ગોલ થયા હતા. છ ગોલ ઇંગ્લેન્ડે અને ચાર ગોલ ફ્રાન્સે કર્યા હતા. ફ્રાન્સને 6-4 થી હરાવીને, ઇંગ્લેન્ડે તેના FIFA વર્લ્ડ કપ 2026 અભિયાનનું સમાપન ત્રીજા સ્થાન સાથે કર્યું. 1966માં, ઈગ્લેન્ડની ટીમ ચેમ્પિયન બની હતી, તે પછી FIFA વર્લ્ડ કપ ટુર્નામેન્ટના ઇતિહાસમાં આ ઇંગ્લેન્ડનું શ્રેષ્ઠ પરિણામ છે.

44 વર્ષ પછી રમાઈ આવી મેચ

જ્યારે મેચ શરૂ થઈ, ત્યારે કોઈએ પણ એવું નહોતુ વિચાર્યુ કે આવુ પરિણામ આવશે. 44 વર્ષ પહેલાં આજના જેવી મેચ જોવા મળી હતી. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં પણ 10 ગોલ વાળી મેચ રમાયાને વર્ષો થઈ ગયા. ફિફા વર્લ્ડ કપના ઇતિહાસમાં ફક્ત 6 મેચમાં 10 કે તેથી વધુ ગોલ થયા છે. મિયામી સ્ટેડિયમ ખાતે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ વચ્ચેની ટક્કર તે યાદીમાં છઠ્ઠા ક્રમે છે. આ પહેલા, 1982માં હંગેરી અને અલ સાલ્વાડોર વચ્ચેની ફિફા વર્લ્ડ કપ મેચમાં 11 ગોલ થયા હતા. હંગેરીએ તે મેચ 10-1થી જીતી હતી.

ઇંગ્લેન્ડે શરૂઆતમાં નિયંત્રણ મેળવ્યું ; ફ્રાન્સ 0-4થી પાછળ

રાઇસે મેચની ત્રીજી જ મિનિટમાં ઇંગ્લેન્ડ માટે પહેલો ગોલ ફટકાર્યો હતો. પંદર મિનિટ પછી, કોન્સાએ વધુ એક ગોલ કર્યો. 18મી મિનિટમાં ગોલ કરીને, ઇંગ્લેન્ડે ફ્રાન્સ પર 2-0 ની લીડ મેળવી. ઇંગ્લેન્ડે મેચનો ત્રીજો અને ચોથો ગોલ પણ ફટકાર્યો હતો. બુકાયો સાકાએ 38મી અને 46મી મિનિટમાં બંને ગોલ કર્યા. પ્રથમ હાફના અંત સુધીમાં, ઇંગ્લેન્ડે ફ્રાન્સ પર 4-0 ની લીડ વધારી દીધી હતી.

ફ્રાન્સનું પુનરાગમન, સાકાની હેટ્રિક અને ઇંગ્લેન્ડનો વિજય

બીજા હાફની શરૂઆત થતાં જ, ફ્રાન્સે વળતો પ્રહાર શરૂ કર્યો. કેપ્ટન કાયલિયન એમબાપ્પેએ 48મી મિનિટે ઇંગ્લેન્ડ સામે ફ્રાન્સનો પહેલો ગોલ કર્યો. 6 મિનિટ પછી, બાર્કોલાએ પણ ગોલ કરીને મેચને રોમાચક તબક્કે લઈ આવ્યો. 54મી મિનિટના તે ગોલના કારણે, સ્કોર 2-4 નો થયો. 66મી મિનિટે, કાયલિયન એમબાપ્પેએ પોતાનો બીજો અને ફ્રાન્સનો 3 જો ગોલ કરીને મેચને વધુ જીવંત બનાવી અને સ્કોર 3-4 પર લાવી દીધી.

બીજા હાફમાં ફ્રાન્સે કરેલ પલટવાર વચ્ચે, ઇંગ્લેન્ડને આખરે 87મી મિનિટે વધુ એક ગોલ કરવાની તક મળી. સાકાએ આ ગોલ પણ કર્યો, 2026 ફિફા વર્લ્ડ કપ મેચ માટે તેની હેટ્રિક પૂર્ણ કરી. સ્ટોપેજ ટાઇમ દરમિયાન ફ્રાન્સે ફરી એક ગોલ કર્યો હતો. પરંતુ ઇંગ્લેન્ડે તરત જ છઠ્ઠા ગોલ સાથે વળતો જવાબ આપ્યો, આ ગોલ જુડ બેલિંગહામે ફટકાર્યો હતો. અંતે, ફ્રાન્સ ચાર ગોલ પર જ અટક્યુ હતું. જ્યારે ઇંગ્લેન્ડ છ ગોલ સાથે વિજયી બન્યું.

FIFA World Cup 2026: મેસ્સી નહીં, આ ખેલાડી છે આર્જેન્ટિનાના ચેમ્પિયન બનવાની ગેરંટી, હાર્યો નથી એક પણ વર્લ્ડ કપ મેચ

Follow Us
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર
ગાંધીનગર મનપા ચૂંટણીમાં કોંગ્રેસની બીજી યાદી જાહેર
રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ
રાજકોટના મેટોડામાં જ્યોતિ CNC ફેક્ટરીમાં આગ
વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'
વાંદરી પી ગઈ દારૂની બોટલ, ભાન આવ્યા પછી કર્મચારી પર કર્યો 'હુમલો'
સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video
સુરતમાં બિલ્ડિંગની સીડી તૂટી પડતાં બાલ્કનીમાં ફસાયા 28 લોકો ! Video
અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ
અમદાવાદમાં પ્રહલાદનગરથી મકરબા અંડરપાસ તરફનો કોર્પોરેટ રોડ બંધ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
સ્વાસ્થ્ય અને સંબંધોમાં કેવો રહેશે દિવસ? જાણો રાશિફળ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
અમદાવાદના પાલડી સ્પામાં ભીષણ આગ, ચાર લોકોનું સફળ રેસ્ક્યુ
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
સુરતમાં 17 ફૂટથી ઊંચી ગણેશ પ્રતિમાનું ક્રેન દ્વારા ભવ્ય વિસર્જન
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
Breaking News : દ્વારકાના ખંભાળિયામાં લમ્પી વાયરસનો ભય
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રી આસપાસ ગુજરાતમાં હવામાન પલટાની અંબાલાલ પટેલની આગાહી
g clip-path="url(#clip0_868_265)">